PM Mudra Yojana: પોતાનો ધંધો શરૂ કરવા આ રીતે મેળવો લોન, PM મુદ્રા લોન યોજનાની પુરી માહિતી

PM Mudra Yojana: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના: દેશ આત્મનિર્ભર બને અને તેના દ્વારા વિકાસ થાય તે માટે સરકાર દ્વાર અનેક સહાયકારી અને લોન યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. દેશના યુવાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે PM Mudra Yojana દ્વારા લોન આપવામા આવે છે. સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ ટ્રેડ અને સર્વિસ સેક્ટર તથા નોન એગ્રીકલ્ચર સેક્ટરમાં નાના પાયાના વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામા આવે છે.

PM Mudra Yojana

  • પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નાના વ્યવસાયકારો માટે આશીર્વાદરૂપ છે.
  • રૂ.50000 થી 10 લાખ સુધીની લોન
  • હોય છે સરળ પ્રોસેસ

જો કોઇ વ્યક્તિ પોતાનો નવો વ્યવસાય કે ધંધો શરૂ કરવા માંગતા હોય તો PM Mudra Yojana એક સારી યોજના છે. આ યોજના દ્વારા તમને નવો ધંધો વ્ય્વસાય શરૂ કરવા માટે બેંકમાથી સરળતાથી લોન મળી રહેશે. ભારત સરકારની મહત્વની ગણાતી પ્રધાનમંત્રી મુદ્રા યોજના નવા વ્યવસાયકારો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. નવુ સાહસ કરનારા નવયુવાનને વ્યવસાયની શરૂઆત કરવા માટે મૂડીની જરૂરીયાત હોય છે ત્યારે આ યોજના થકી ઓછા વ્યાજે અને સરળ હપ્તે લોન મળી રહે છે. સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ ટ્રેડ અને સર્વિસ સેક્ટર તથા નોન એગ્રીકલ્ચર સેક્ટરમાં નાના પાયાના વ્યવસાય ચલાવવા માટે રૂ. 50000 થી માંડીને દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામા આવે છે.

આ પણ વાંચો: વૃધ્ધ સહાય યોજના: વૃધ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ 2023 ડાઉનલોડ કરો

Cibil Score

આ યોજના દ્વારા લોન મેળવવા માટે અરજદારનો ક્રેડિટ ટ્રેક રેકોર્ડ સંતોષકારક હોવો જોઈએ.
આ યોજના હેઠળ જાહેર-ખાનગી ક્ષેત્રની બેંકો ઉપરાંત સહકારી બેન્કો અને ગ્રામીણ બેંક તથા અન્ય ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામા આવે છે. કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોય તેવા કોઈપણ વ્યક્તિ PM Mudra Yojana પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે. શરત એટલી છે કે અરજદારનો Cibil Score અને ક્રેડિટ ટ્રેક રેકોર્ડ સારો હોવો જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે એજન્ટ નહીં પરંતુ સીધી માત્ર ઓનલાઇન અરજી કરવાની હોય છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના કેટેગરી

શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણ કેટેગરીમાં આ યોજના અન્વયે આપવામા આવતી લોનને વહેંચવામા આવે છે. આ લોન યોજના હેઠળ શીશુ કેટેગરીમા 50,000 રૂપિયા અને કિશોર કેટેગરીમા 50,000 થી માંડી અને પાંચ લાખ રૂપિયા તેમજ તરુણ શ્રેણીમાં પાંચ લાખથી માંડીને દસ લાખ સુધીની લોનની રકમ આપવામા આવે છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પ્રોસેસ

મુદ્રા લોન માટે નીચે મુજબના ડોકયુમેન્ટની જરૂરીયાત રહે છે.

  • આધાર કાર્ડ
  • રહેણાંકનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જે વ્યવસાય શરૂ કરવાનો છે તેના ડોકયુમેન્ટ

આ પણ વાંચો: Ayushman Hospital List: આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ 2023, જુઓ તમારા શહેરની કઇ હોસ્પિટલો મા free સારવાર મળશે

ઉપર મુજબના ડોક્યુમેન્ટ સાથે PM મુદ્રાની સત્તાવાર વેબસાઇટ https://www.mudra.org.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ વેબસાઇટ ઓપન કર્યા બાદ મુદ્રા લોન ઓપ્શન પર ક્લિક કરો. જ્યા “Apply Now” માં જાઓ અને વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરો. આ પછી વિગતો ભરીને OTP જનરેટ કરવાનો રહેશે. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમારૂ રજીસ્ટ્રેશન થઇ જશે. જે થયા બાદ લોન એપ્લિકેશન સેન્ટર પર ક્લિક કરી માંગેલી વિગત સબમીટ કરવાની રહે છે. બધા દસ્તાવેજો સબમિટ કર્યા બાદ એક એપ્લિકેશન નંબર આપવામાં આવે છે. જેનાથી તમે તમારી લોનની સ્થિતિ ચેક કરી શકો છો.

અગત્યની લીંક

મુદ્રા લોન યોજના ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
PM Mudra Yojana
PM Mudra Yojana

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે ઓફીસીયલ વેબસાઈટ કઈ છે?

www.mudra.org.in

પ્રધાનમંત્રી મુદ્રા લોન મા કેટલી લોન આપવામા આવે છે ?

રુ. 50000 થી 10 લાખ સુધી

1 thought on “PM Mudra Yojana: પોતાનો ધંધો શરૂ કરવા આ રીતે મેળવો લોન, PM મુદ્રા લોન યોજનાની પુરી માહિતી”

Leave a Comment

error: Content is protected !!