PM સૂર્ય ઘર યોજના: PM Suryaghar Yojana: pmsuryaghar.gov.in: પરંપરાગત ઊર્જા સ્ત્રોતો ને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા સોલાર રૂફટોપ પેનલ પર સબસીડી આપવામા આવી હતી. સરકાર દ્વારા PM સૂર્ય ઘર યોજના લોન્ચ કરવામા આવી છે. જેમા સબસીડી પણ વધારવામા આવી છે અને મહિને 300 યુનીટ વિજળી ફ્રી આપવામા આવી છે. બજેટમા આ યોજનાની જોગવાઇ કરવામા આવી છે જેમા 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ પેનલ લગાવવામા આવશે. આ યોજના નો લાભ લેવા માટે કયા અરજી કરવાની ? કેટલો ખર્ચ આવશે ? કેટલી સબસીડી લાગશે તેની વિગતો મેળવીએ.
PM સૂર્ય ઘર યોજના
| યોજનાનુ નામ | pmsuryaghar |
| અમલીકરણ વિભાગ | Ministry Of New and Renewable Energy |
| મળતી સબસીડી | 60 % |
| યોજના વિગત | ઘરો પર સોલાર રૂફટોપ પેનલ |
| લાભાર્થી જૂથ | 1 કરોડ |
| ઓફીસીયલ વેબસાઇટ | pmsuryaghar.gov.in |
નાણામંત્રીએ બજેટ 2024 રજૂ કરતા PM સૂર્ય ઘર યોજના ની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ પેનલ નાખી દર મહિને 300 યુનીટ વીજળી ફ્રી મળે તેવી જોગવાઇ કરવામા આવી છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઓફીસીયલ ટ્વિટર હેન્ડલ પરથી ‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ ની શરૂઆત અંગેની માહિતી આપી હતી. જેની મદદથી લોકોને વીજબીલ ભરવાની ચિંતા નહી રહે.
આ પણ વાંચો: BCCI Contract List 2024: BCCI એ જાહેર કર્યુ વાર્ષિક કોન્ટ્રાકટ લીસ્ટ, કયા ખેલાડીને કેટલો મળશે પગાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદિએ સોશિયલ મીડિયા સાઇટ ટવીટર પરના તેમના ઓફીસીયલ એકાઉન્ટ પરર એક ટ્વિટમાં નાગરિકોને સૌર ઊર્જા અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, ‘લોકોના સતત વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરવામા આવી રહિ છે. આ યોજના મા રૂ. 75,000 કરોડથી વધુનુ રોકાણ કરવામા આવનાર છે. જે અંતર્ગત 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાડી દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવામા આવનાર છે.
આ યોજનામા સોલાર પેનલની કિંમતના 60 % જેટલી સબસીડી પણ આપવામા આવી રહિ છે. જો તમે પન આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કઇ રીતે કરવાની ? કયા ડોકયુમેન્ટ જોશે ? સોલાર પેનલ લગાવવાની અને સબસીડી ની પ્રોસેસ શું છે ? તેની માહિતી મેળવીએ.
pmsuryaghar ઓનલાઇન અરજી પ્રોસેસ
અ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કરવા માટેની અને સોલાર પેનલ ફીટ કરવા માટે સમગ્ર પ્રોસેસ નીચે મુજબ છે.
- આ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારે https://pmsuryaghar.gov.in/ પોર્ટલ ઓપન કરવાનુ રહેશે. આ વેબસાઇટ પર સૌ પ્રથમ તમારૂ રજિસ્ટ્રેશન કરો. આ માટે તમારે તમારૂ રાજય અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની સીલેકટ કરો. ત્યારબાદ તમારા વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે જેવી રજીસ્ટ્રેશન માટેની જરૂરી માહિતી નાખો.
- ત્યારબાદ તમારો વીજ ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર નો ઉપયોગ કરી લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મ પસંદ કરી અરજી કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે ડિસ્કોમ પાસેથી મંજૂરી મળે તેની રાહ જોવી પડશે. મંજૂરી મળ્યા બાદ માન્ય એજન્સી મારફત તમારે સોલાર રૂફટોપ પેનલ નખાવવાની રહેશે.
- સોલાર પેનલનુ ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર નખાવવા માટે અરજી કરો.
- તમારૂ નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કરવામા આવશે અને ત્યારબાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.
- કમિશનિંગ રિપોર્ટ મેળવ્યા બાદ પોર્ટલ દ્વારા તમારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક તથા અન્ય જરૂરી ડોકયુમેન્ટ સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ આ પછી તમને મળવાપાત્ર સબસીડી બેંક ખાતામાં 30 દિવસની અંદર જમા કરવામા આવશે.
આ પણ વાંચો: GSEB SSC time Table: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, 11 માર્ચ થી શરૂ થશે બોર્ડ ની પરીક્ષાઓ
Solar Rooftop Subsidy Calculator
આ યોજના અંતર્ગત તમારે કેટલી રકમનુ રોકાણ કરવુ પડશે અને કેટલી સબસીડી મળશે તેની ગણતરી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ પર કેલ્ક્યુલેટર પણ મૂકવામા આવેલ છે. તેની મદદથી તમારે થનાર ખર્ચ અને મળનારી સબસીડી ની ગણતરી કરી શકો છો.
આજે કેન્દ્ર સરકારે સોલર રૂફ ટોપ યોજના માટે રૂપિયા 75 હજાર કરોડની રકમને મંજૂરી આપવા માટે સૈદ્ધાંતીક મંજુરી મળી ગઇ છે. આ મંજૂરી બાદ દેશના એક કરોડ પરિવારને તેનો સીધો લાભ મળશે. આ બીલને આજે કેબિનેટ મા મંજૂરી આપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત 1 કિલો વોટના ઈન્ટોલેશન પર રૂપિયા 30 હજારની અને 2 કિલો વોટના ઈન્ટોલેશન પર રૂપિયા 60 હજારની સબસીડી પણ આપવામા આવે છે.
અગત્યની લીંક
| PM સૂર્ય ઘર યોજના ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

PM સૂર્ય ઘર યોજના મા કેટલી સબસીડી આપવામા આવે છે ?
60 %
PM સૂર્ય ઘર યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://pmsuryaghar.gov.in/
5 k.w ruktop surya yojna ka labh muje Lena hai
Surya yojna p.m ka aavedon bharna hai.
Concession solar
5 kg vo ka surya Gar yojna Muje bhi len ha
A mare Khetarma a me raise pan solar pepar ni jaru che