Paytm Action: ભારતીય રિઝર્વ બેંકે બુધવારે પેટીએમ બેંક સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રિઝર્વ બેંકે Paytm પર લીધેલા આ એકશન થી ઘણા Paytm યુઝર્સ ચિંતિત છે. આરબીઆઈએ ઘણી બેંક સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી જે Paytm વાપરી રહ્યા છે તેનેચિંતા છે કે તેઓ હવેથી Paytm ની કઇ સેવાઓ યુઝ કરી શકસે અને કઇ સેવાઇ યુઝ નહિ કરી શકે.
Paytm Action
- ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ બેંક સામે એકશન લીધા છે.
- રિઝર્વ બેંકની આ કાર્યવાહી બાદ Paytm યુઝર્સ છે ચિંતિત
- આરબીઆઈએ Paytm ની ઘણી બેંક સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
- યુઝર્સ હવેથી Paytm ની બેંક સેવાઓ નહિ વાપરી શકે.
આરબીઆઈએ બુધવારે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ પર એકશન લેતા ઘણા નિયંત્રણો લાદ્યા છે. રિઝર્વ બેંકે એક પ્રેસ કરીને આ માહિતી આપી છે. આરબીઆઈએ કહ્યું છે કે બાહ્ય ઓડિટર્સના રિપોર્ટમાં સામે આવ્યું છે કે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ (પીપીબીએલ) એ બેંકની ગાઇડલાઇન નુ પાલન કર્યું નથી. માર્ચ 2022 માં કેન્દ્રીય બેંકે PPBLને નવા કસ્ટમર એડ કરવાની મનાઈ કરી હતી. બેંકે PPBLને તાત્કાલિક અસરથી નવા કસ્ટમર બંધ કરવા જણાવ્યું હતું. જો કે, તપાસમાં જાણવા મળ્યું છે કે Paytm એ ગાઇડલાઇન નુ પાલન કર્યું નથી, જેના પછી કેન્દ્રીય બેંકે PPBL પર એકશન લેતા વધારાના નિયંત્રણો લાદયા છે.
આ પણ વાંચો: Rules change 1st February: નવો મહિનો, નવા નિયમો; 1 ફેબ્રુઆરી થી બદલઇ જશે આટલા નિયમો
RBI directs Paytm Payments Bank to stop onboarding new customers with immediate effect
— ANI (@ANI) January 31, 2024
RBI also says, "No further deposits or credit transactions or top ups shall be allowed in any customer accounts, prepaid instruments, wallets, FASTags, NCMC cards, etc. after February 29,… pic.twitter.com/3UPT10hZ2G
યુઝર્સ પર શું થશે અસર ?
રિઝર્વ બેંકે પેટીએમ પર લીધેલા આ એકશન બાદ પેટીએમ યુઝર્સ ને એ ચિંતા સતાવી રહિ છે કે તેમને કઇ સેવાઓ મળશે અને કઇ સેવાઓ નહિ મળે ? આ ગાઈડલાઈન પછી ઘણા યુઝર્સ ચિંતિત છે કે તેમના પેટીએમ એકાઉન્ટનું શું થશે. આ વાત આપણે સરળ ભાષા મા સ્ટેપવાઇઝ સમજીએ. જો તમારું પણ એકાઉન્ટ Paytm બેંકમાં છે, તો આ ચોક્કસપણે તમારા માટે આ ચિંતાનો વિષય છે. જો કે, આરબીઆઈએ સાથે એ પણ આદેશ આપ્યો છે કે ગ્રાહકો કોઈપણ પ્રતિબંધ વિના પેટીએમ બેંકમાંથી તેમના પૈસા ઉપાડી શકે છે.
- આ સિવાય તમારા Paytm એકાઉન્ટ થી Fastag રિચાર્જ નહિ કરી શકો. ઉલ્લેખનીય છે કે જો તમે 31 જાન્યુઆરી સુધીમાં તમારું KYC અપડેટ ન કર્યું હોય તો પણ તમે Paytm FasTAG નો ઉપયોગ નહિ કરી શકો
- જો Paytm બેંક તરફથી કોઈ EMI અથવા સ્ટેટમેન્ટ પેન્ડિંગ હોય તો તમારે તેને જલ્દી કલીયર કરવા જોઇએ.
- તમે Paytm બેંક ખાતામાં કોઈપણ ટ્રાન્ઝેકશન કરી શકશો નહીં.
- આ સિવાય તમે Paytm ની અન્ય કેટલીક સુવિધાઓ નો ઉપયોગ નહિ કરી શકો જેમ કે કોઈ ટોપ-અપ કરી શકશો નહિ, ગિફ્ટ કાર્ડ પણ મોકલી શકશો નહિ અને Paytm વૉલેટ રિચાર્જ કરી શકશો નહિ.
- જો કે UPI પેમેન્ટ માટે Paytm નો ઉપયોગ કરી શકો છો આ માટે તમારું એકાઉન્ટ પેટીએમ બેંકમાં નહીં પણ અન્ય કોઇ બેંકમાં હોવું જોઈએ.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
