નમો ભારત રેપીડ ટ્રેન: બુલેટ ટ્રેન જેવી સ્પીડ, પ્લેન જેવી સુવિધા; ભાડુ માત્ર 20 રૂપીયા, નમો ભારત ટ્રેન થઇ શરૂ

નમો ભારત રેપીડ ટ્રેન: RapidX Train Fare: RapidX Train Route: ભારતીય રેલવે મા ઘણા આધુનિક સુધારા આવતા જાય છે. લગભગ બધા રાજયોમા વંદે ભારત ટ્રેન શરૂ કરવામા આવી છે. ત્યારે વધુ એક આધુનિક સુવિધા ધરાવતી ટ્રેન ની શરૂઆત કરવામા આવી છે. નમો ભારત રેપીડ ટ્રેનની શરૂઆત કરવામા આવી છે. જે બુલેટ ટ્રેન જેવી ગતિ ધરાવે છે. તો પ્લેન જેવી જ આધુનિક સુવિધાઓ આપવામા આવે છે. અને આ ટ્રેનનુ ભાડુ માત્રે રૂ.20 થી 100 જ રાખવામા આવ્યુ છે.

નમો ભારત રેપીડ ટ્રેન

  • દેશવાસીઓને મળી વધુ એક આધુનિક ટ્રેન
  • PM મોદીએ આપી દેશની પ્રથમ RapidX ટ્રેન ને લીલીઝંડી ભારતને
  • દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના 17 કિલોમીટર લાંબા પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ
  • RapidX ટ્રેનને આપવામાં આવ્યું ‘નમો ભારત’ નામ

આજે દેશને વધુ એક આધુનિક ટ્રેન તેની પ્રથમ RapidX ટ્રેન મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના 17 કિલોમીટર લાંબા પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ છે. આ દરમિયાન PM મોદીએ RapidX Trainને લીલી ઝંડી આપી હતી. RapidX ટ્રેનને ‘નમો ભારત’ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેન સામાન્ય લોકો માટે 21 ઓક્ટોબર એટલે કે શનિવારથી દોડવાનું શરૂ કરનાર છે.

આ પણ વાંચો: SSC Exam Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોદેલ પેપર

RapidX Train Route

RapidX Train Route: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 20 ઓક્ટોબર શુક્રવારે દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન આજે ગાઝિયાબાદથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની મંજૂરી મળ્યા બાદ આ ટ્રેનની ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવી હતી.દિલ્હીથી મેરઠ વચ્ચેના કોરિડોરના પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે 17 કિલોમીટર દોડનાર છે. 82 કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને શુક્રવારે લીલીઝંડી આપવામા આવી હતી હવે થોડા જ દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. નમો ભારત ટ્રેન 2025 સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાન અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે ચાલુ થાય તેવું આયોજન કરવામા આવ્યુ છે.

RapidX Train Fare

બંને મેટ્રોની સરખામણીએ સ્પીડની બાબતમાં રેપિડ ટ્રેન ખૂબ ચડિયાતી ગણવામા આવે છે. રેપિડ રેલ 180 કિલોમીટર પ્રતિ કલાકે દોડવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે બુલેટ ટ્રેનની જેમ વાયુવેગે દોડવાની તાકાત ધરાવે છે.આમ પેસેન્જર માત્ર એક કલાકમાં દિલ્હીથી મેરઠ પહોંચી શકે છે. દિલ્હી-એનસીઆર મેટ્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. જેની સરખામણીએ રેપિડ રેલને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તે રીતે બનાવવામા આવી છે. RapidX Train ની સુવિધાઓની વાત કરીએ તો તેમા રેપિડ રેલના કોચમાં ફ્રી વાઈફાઈ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, સામાન રાખવાની જગ્યા, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત અન્ય પણ ઘણી સુવિધાઓ આપવામા આવી છે. વધુમાં મેટ્રોમાં એન્ટ્રી સ્માર્ટ કાર્ડ્સ, ટોકન્સ, ક્યૂઆર કોડ સાથેના કાગળ અને એપમાંથી જનરેટ થયેલી ટિકિટથી એન્ટ્રી આપવામા આવે છે.

આ પણ વાંચો: સાયક્લોન તેજ: ગુજરાતમા વાવાઝોડુ આવશે કે નહિ, શું છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગનુ અનુમાન

RapidX Train Fare
RapidX Train Fare

વધુમાં મોનોરેલની સરખામણીમાં મેટ્રોને પણ અપગ્રેડ અને આધુનિક સુવિધાઓથી સજજ બનાવવામા આવી છે. જેનાથી મુસાફરોની સફર સુવિધાયુક્ત બનશે. તે એક કલાકમાં 40 હજાર મુસાફરોની ક્ષમતા ધરાવે છે. તેને ચલાવવા માટે મોનો કરતાં વધુ જગ્યાની આવશ્યક છે. જેમાં 9 કોચ હોય છે. તે મોનો કરતા વધુ સ્પીડ સેટ કરી શકાય છે.

શું છે RapidX Train ?

દેશમાં બે શહેરો વચ્ચેની પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા માટે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે RRTS પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. RRTS એ નવી રેલ-આધારિત, અર્ધ-હાઈ સ્પીડ, હાઈ ફ્રિકવન્સી કોમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ વિકસાવી છે. આનાથી દિલ્હી એનસીઆરના લોકોને આ ક્ષેત્રમાં એકીકૃત મુસાફરી કરવાની વધુ સારી સુવિધા મળશે. નેશનલ કેપિટલ રિજન (NCR)માં કુલ આઠ RRTS કોરિડોર બનાવવામા આવ્યા છે, જેમાંથી ત્રણ કોરિડોર તબક્કા-1માં વિકસાવવામા આવશે. જેમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર, દિલ્હી-ગુરુગ્રામ-SNB-અલવર કોરિડોર અને દિલ્હી-પાનીપત કોરિડોરનો સમાવેશ કરવામા આવ્યો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

1 thought on “નમો ભારત રેપીડ ટ્રેન: બુલેટ ટ્રેન જેવી સ્પીડ, પ્લેન જેવી સુવિધા; ભાડુ માત્ર 20 રૂપીયા, નમો ભારત ટ્રેન થઇ શરૂ”

Leave a Comment

error: Content is protected !!