February Horoscope: આ રાશિઓ માટે છે લક્ષ્મી નારાયણ યોગ, રાતોરાત ચમકશે કિસ્મત

February Horoscope: ફેબ્રુઆરી રાશિફળ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 12 રાશિઓના લોકો માટે ચોક્કસ યોગ ની રચના થતી હોય છે અને તેને ફળદાયી માનવામાં આવે છે. આ અંગે જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ આ સમયગાળા દરમિયાન કઈ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થનાર છે અને . જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કોઈપણ ગ્રહનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે તમામ 12 રાશિના જાતકો પર તેની અસર થતી હોય છે. તે જ સમયે, અન્ય ગ્રહ સાથે ઘણી રાશિઓ માટે શુભ યોગ બનતા હોય છે તો અન્ય રાશિઓ માટે અશુભ યોગ બનતા હોય છે.

February Horoscope

12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આ યોગ 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી મકર રાશિ માટે રહેશે. આ સમય દરમિયાન શુક્ર અને બુધની કૃપા ખાસ કરીને 3 રાશિના લોકો પર થનાર છે, જેના કારણે આ રાશિ ના જાતકોનુ ભાગ્ય રાતોરાત ચમકશે. જો કોઈ પણ રાશિમાં બુધ અને શુક્રનો સંયોગ હોય તો લક્ષ્મી નારાયણ યોગ બનતો હોય છે. સાથે જ જો આ યોગ પર દેવગુરુ ગુરુની દ્રષ્ટિ પડે તો આ યોગ વધુ શુભ ફળ આપનાર બને છે.

આ પણ વાંચો; નમો લક્ષ્મી યોજના: નવી સરકારી યોજના, ધો. 9 થી 12 મા વિદ્યાર્થીની ને મળશે રૂ.50 હજારની સહાય

કેટલો સમય ચાલશે લક્ષ્મી નારાયણ યોગ ?

હિન્દુ કેલેન્ડર મુજબ, બુધ ગ્રહ 1 ફેબ્રુઆરીએ બપોરે 2:29 વાગ્યે મકર રાશિમાં સંક્રમણ કરનાર છે અને 20 ફેબ્રુઆરીના રોજ સવારે 6:07 વાગ્યા સુધી બુધ આ રાશિમા રહેનાર છે. તે જ સમયે, 12 ફેબ્રુઆરીએ સવારે 5 વાગ્યે શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરનાર છે અને 7મી માર્ચ સુધી આ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં આ સંયોગ 20 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં રહેશે. આ યોગથી કઈ રાશિના જાતકોને આ સમયગાળામાં વિશેષ લાભ થનાર છે.

આ રાશિઓનુ ચમકશે કિસ્મત

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો ને લક્ષ્મી નારાયણ યોગથી શુભ ફળ મળશે. આ સમય દરમિયાન નોકરી અને વ્યવસાય કરતા લોકોની આર્થિક સ્થિતિ મા સુધારો થશે. આ 8 દિવસમાં તમારું બેંક બેલેન્સ વધશે. પૈસાની તંગી દૂર થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. સ્વાસ્થ્યમાં સુધારો થવાના યોગ છે.

મિથુન રાશિ

12 ફેબ્રુઆરીથી બનનારો લક્ષ્મી નારાયણ યોગ મિથુન રાશિ ના જાતકો માટે જીવનમાં આર્થિક લાભ આપનાર હશે. આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા બનશે. જેના કારણે આર્થીક સ્થિતિમા સુધારો થશે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળે તેવા યોગ છે અને તેમનો પગાર વધશે. એટલું જ નહીં, વેપારી વર્ગ પર પણ બુધની વિશેષ કૃપા રહેશે, જેના કારણે તેમને વેપાર ધંધામા વિશેષ ફાયદો થશે. એટલું જ નહીં, જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ નવું કામ કરવા માંગતા હોય અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તમારા માટે આ સમય અનુકૂળ છે. કાર્ય શરૂ કરવાથી ફાયદો મળશે.

મેષ રાશિ

ફેબ્રુઆરી મહિનામા મકર રાશિમાં બનતો લક્ષ્મી નારાયણ યોગ મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થનાર છે. કારકિર્દીની દૃષ્ટિએ આ સમય તમારો માટે શુભ ફળદાયી રહેશે. શુક્ર અને બુધ ગ્રહની શુભ અસરને કારણે આર્થીક સ્થિતિમા મજબુત થશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન તમારા અટવાયેલા નાણા પરત મળવાની પણ શક્યતાઓ છે. આ સમયમા આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. માન સન્માન મા વધારો થશે અને મોટું પદ મળી શકે છે. અથવા તમને સારી નોકરીની ઓફર મળી શકે છે. તે જ સમયે, જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય, તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે.

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
February Horoscope
February Horoscope

Leave a Comment

error: Content is protected !!