Pan Card Status: 1 જુલાઇ બાદ તમારૂ પાન કાર્ડ વેલીડ છે કે કેમ ? ચેક કરો આસાન સ્ટેપથી

Pan Card Status: આધાર પાન સ્ટેટસ: પાન કાર્ડ સાથે આધાર નંબર લીંક કરવો આવકવેરા વિભાગ દ્વારા ફરજીયાત બનાવવામા આવ્યો છે. આધાર-પાન લીંક કરવાની છેલ્લી તારેખ 31 માર્ચ હતી જે લોકોની દોડધામ ને લીધે વધારીને 30 જુન કરવામા આવી હતી. 30 જુન સુધી તમે રૂ.1000 લેટ ફી ભરીની આધાર પાન લીંંક કરી શકતા હતા. જે મુદત હવે પુરી થઇ ગઇ છે. બધાને એ જાણવાની ઇચ્છા હોય છે કે તેનુ પાન કાર્ડ હવે વેલીડ છે કે કેમ ? તમારૂ પાન કાર્ડ યોગ્ય રીતે જ આધાર સાથે લીંક થયેલુ છે કે કેમ તે કેમ જાણવુ તેની માહિતી જોઇએ.

આટલા કામ અટકી પડશે

જો આધાર અને પાન કાર્ડ લીંંક કરેલા નહિ હોય તો પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે. ઇન્કમ ટેકસ રીટર્ન ફાઇલ કરવાથી માંડીને બેંકીંગ ને લગતા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે. આ ઉપરાંત વધુર અકાનુ સોનુ ખરીદવુ હશે તો પણ પાન કાર્ડ એકટીવ નહિ હોવાથી નહિ ખરીદી શકાય.

Pan Card Status

જો કોઈ વ્યક્તિએ પોતાના પાનને આધાર સાથે લિંક નથી કર્યું તો તેનું પાન ડીએકટીવ થઈ શકે છે. કોઇ પણ વ્યક્તિનું પાન આધાર સાથે લિંક થયું છે કે નહીં તે ચેક કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરો.

પાન ડિટેલ વેરિફિકેશન માટે આ છે સરળ પ્રોસેસ

  • આ માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ તમારે ઈ-ફાઈલિંગ હોમપેજ પર Verify Your PAN ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારો પાન નંબર, પુરૂ નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે અને તમે પોતાના પાન વેરિફિકેશન માટે પેજ પર આગળ વધી શકસો
  • ત્યારબાદ વેરિફિકેશન પેજ પર તમારે ફેઝ 2 માં એન્ટર કરેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત છ આંકડાનો ઓટીપી એન્ટર કરવાનો રહેશે અને Validate કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • મોબાઇલ પર આવેલો ઓટીપી ફક્ત 15 મિનિટ માટે વેલીડ રહેશે અને તમારે સાચો ઓટીપી નોંધવા માટે ત્રણ ચાન્સ જ મળશે.
  • જો છૂટ પ્રાપ્ત ન કરનાર વ્યક્તિઓએ અત્યાર સુધી પોતાના પાનને આધાર સાથે લિંક નથી કર્યું તો તેમના પાન 1 જુલાઈથી નિષ્ક્રિય થઈ જશે.

આ પણ વાંચો: Gold Price in 1963: 60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત

આધાર પાન સ્ટેટસ

તમારૂ આધાર અને પાન કાર્ડ લીંક છે કે નહિ તે સરળતાથી ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પરથી ચેક કરી શકો છો. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • આ માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in તમારા ફોન અથવા કોમ્પ્યુટર મા ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ તેમા Link Adhar Status ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા તમારો આધાર નંબર અને પાન નંબર સબમીટ કરતા તમારૂ આધાર અને પાન લીંક છે કે નહિ તે બતાવશે.

અગત્યની લીંક

ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Pan Card Status
Pan Card Status

error: Content is protected !!