આધાર સેન્ટર: આધાર કાર્ડમા સુધારા કરાવવા છે ? ચેક કરો તમારા શહેરમા ક્યા આધાર સેન્ટર ચાલુ છે.

આધાર સેન્ટર: Locate Aadhar Centre: આપણી પાસે રહેલા વિવિધ ડોકયુમેન્ટ પૈકી આધાર કાર્ડ એ ખુબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. આધાર કાર્ડની આપણે અવારનવાર જરૂર પડતી હોય છે. આધાર કાર્ડમા ઘણી વખત સુધારા કરાવવામી જરૂરીયાત ઉભી થતી હોય છે. સુધારા કરાવવા માટે તમારા શહેરમા આધાર સેન્ટર પર રૂબરૂ જવુ જરૂરી બને છે. આધાર સેન્ટર કયા આવેલા છે તેનો ખ્યાલ ન હોવાથી આપણે ઘણી વખત ખોટા ધક્કા થતા હોય છે. આ પોસ્ટમા આપણે તમારા શહેરમા આધાર કાર્ડડની કામગીરી ક્યા ચાલે છે અને તેનુ સરનમૌ શું છે તેની માહિતી જોઇશુ.

આધાર સેન્ટર

દરેક શહેરમા નિયત કરેલા આધાર કેંદ્રો પર જ આધાર કાર્ડની કામગીરી ચાલતી હોય છે. પરંતુ આ આધાર કેંદ્રો કયા આવેલા છે અને તેનો સમય શું છે તેનો આપણે ખ્યાલ ન હોવાથી આધાર કાર્ડને લગતા કામ કરાવવા માટે આપણે ધક્કા ખાવા પડતા હોય છે. આધાર કાર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://uidai.gov.in પરથી તમે તમારા શહેરમા આધાર કેંદ્રો ક્યા આવેલા છે તે જાણી શકો છો.

Locate Aadhar Centre

આધાર કેન્દ્રો ક્યા આવેલા છે તેનુ સરનામુ કઇ રીતે જોવુ તેની સમગ્ર પ્રોસેસ જોઇએ.

  • સૌ પ્રથમ આધાર કાર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://uidai.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ તેમા તમારી પસંદગીની ભાષા સીલેકટ કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટમા સૌથી ઉપર ના ભાગમા મેનુ આપેલા છે. તેમાથી પ્રથમ મેનુ My Aadhaar ઓપન કરો.
  • આ મેનુમા વિવિધ ઓપ્શન આપેલા છે તે પૈકી પ્રથમ ઓપ્શન Locate An Enrolment Centre ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમે 3 પ્રકારે આધાર સેન્ટર સર્ચ કરી શકો છો. (1) State (2) Postal PIN Code (3) Search Box
  • State: આ ઓપ્શન પસંદ કરી તમે તેમા રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ જેવી વિગતો સબમીટ કરી જે શહેરના આધાર સેન્ટર નુ લીસ્ટ જોવુ હોય તે જોઇ શકો છો.
  • Postal PIN Code: આ ઓપ્શનમા તમે તમારા શહેરના પીન કોડ નાખતા તમામ આધાર સેન્ટરનુ લીસ્ટ અને સરનામુ બતાવશે.
  • Search Box: આ ઓપ્શનમા તમે સીધા કોઇ પણ શહેરનુ નામ સર્ચ કરી લીસ્ટ જોઇ શકો છો.

અગત્યની લીંક

આધાર કાર્ડ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
આધાર સેન્ટર
આધાર સેન્ટર

આધાર કાર્ડ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://uidai.gov.in

Leave a Comment

error: Content is protected !!