એલર્જીક શરદિ: શરદિ ઉપચાર: શરદિ ઘરગથ્થુ ઉપચાર: દરેક માણસને શરદિ તો થતી જ હોય છે. અને શરદિ માટે વિશેષ કાઇ દવાઓ લેવાની જરૂર પડતી નથી. સામાન્ય રીતે થતી શરદિ 2-3 દિવસ મા મટી જતી હોય છે. પરંતુ ઘણા લોકોને કોઇ વસ્તુ અથવા વાતાવરણ ની એલર્જી હોવાથી બારેમાસ શરદિ રહેતી હોય છે. આવી એલર્જીક શરદિ ની ઘણી દવાઓ કરવા છતા રાહ્ત મળતી નથી. આવી બારેમાસ રહેતી શરદિ માટેના ઘરગથ્થુ ઉપચાર ની માહિતી મેળવીશુ.
એલર્જીક શરદિ
ઘણા લોકોને બારેમાસ નાકમાથી પાણી પડતા હોય છે. આવી શરદિને એલર્જીક શરદિ કહે છે. જે આખો દિવસ રહેતી નથી પરંતુ કોઇ વસ્તુ કે વાતાવરણ ની એલર્જી હોય ત્યારે અમુક સમય માટે રહેતી હોય છે. અને તેની ઘણી દવાઓ કરવા છતા વારંવાર શરદિ થતી રહે છે. આ માટે ઘરગથ્થુ કયા ઉપચાર કારગત નીવડી શકે તેની માહિતી મેળવીશુ.
એલર્જીક શરદિ ઉપચાર
સૌ પ્રથમ તો એ જાણવાનો પ્રયાસ કરવો જોઇએ કે તમારા શરીરને શેની એલર્જી છે. ? આ એલર્જી કોઇ વસ્તુની, કોઇ ખાદ્ય પદાર્થ ની પણ હોઇ શકે અથવા ઠંડુ અથવા ગરમ વાતાવરણ ની પણ હોઇ શકે. એટલે સૌ પ્રથમ તો શેની એલર્જી છે તે જાણવાનો પ્રયાસ કરવો જોઇએ.
- ચિની કબાબ: એલર્જીક શરદી માટે ચિની કબાબ નો ઉપયોગ ઘણો અસરકારક સાબિત થાય છે. દેખાવે મરી જેવા દેખાતા ચિની કબાબ દેશી ઓશડીયાની દુકાને મળી રહેશે. તેના 10-12 જેટલા દાણા રાતે અડધા ગ્લાસ પાણીમા પલાળી સવારે ઉઠીને ખાલી પેટે આ પાણી પી જવુ. પલળી ગયેલા ચિની કબાબ ના દાણા પાણીમાથી કાઢી ફેંકી દેવા અને આ પાણી સવારે ખાલી પેટે 15 દિવસ પીવાથી વારંવાર થતી શરદી મા ઘણી રાહ્ત રહેશે.
- મોટાભાગના લોકોને સૌથી વધુ એલર્જી ધૂળ ની હોય છે. ધૂળ ઉડવાથી તરત નાકમાથી પાણી ચાલુ થઇ જતા હોય છે. આવા લોકોએ બહાર નીકળતી વખતે માસ્ક પહેરવુ જોઇએ.
- પૂરતી ઊંઘ લેવી જોઇએ અને પર્યાપ્ત પૌષ્ટીક આહાર લેવો જોઇએ.
આ પણ વાંચો: મુખ્યમંત્રી બાળ સેવા યોજના: કોરોના મા મૃત્યુ પામેલ માતા અથવા પિતાની દીકરીને લગ્ને સમયે મળશે રૂ.2 લાખની સહાય
- હવામાનના ફેરફારો દરમિયાન પુષ્કળ પાણી પીઉ જોઇએ અથવા ફળોનો રસ પીવાથી ડિહાઇડ્રેશન અટકાવી શકાય છે અને તમને શરદીમાંથી ઝડપથી રાહત મેળવવામા મદદ મળી શકે છે. આ ઋતુમાં ફળ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.
- જો ભોજનમાં પુરતી માત્રામા ડુંગળી અને લસણ લેવા જોઇએ. ડુંગળી અને લસણ થી વાયરસ અને બેક્ટેરિયાના ચેપની સંભાવના ઓછી થાય છે. ડુંગળી અને લસણમાં એક તેલ હોય છે જે શરીરને વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે.
- શરદીના ઉપાય માટે વિટામિન સી પણ ઘણી અગત્યની ભૂમિકા ભજવે છે. વધુ માત્રામાં વિટામિન સી વાળા ફળ અને ખોરાકનું સેવન કરવાથી વારંવાર થતી શરદી અને ફ્લૂથી બચી શકાય છે.
- જો 3 દિવસ કરતા વધુ સમયથી શરદી અને ઉધરસ હોય તો ડોકટરની સલાહ લઇ સારવાર કરવી જોઇએ. ખાસ કરીને શરદી બાદ જામી જતા કફમા ડોકટરના સૂચવ્યા મુજબ દવાઓ લેવી જોઇએ.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

2 thoughts on “એલર્જીક શરદિ: આખું વર્ષ રહે છે એલર્જીક શરદિ ખાંસિ, કરો આ ઉપાય; મળશે રાહત”