કમુરતા 2023: ખરમાસ 2023: હિંદુ ધર્મમા ખરમાસ એટલે કે કમુરતા વખતે 1 મહિના સુધી કોઇ શુભ કાર્યો કે માંગલીક કાર્યો કરવામા આવતા નથી. ડિસેમ્બર ની 16 તારીખ થી જાન્યુઆરી ની 14 તારીખ સુધી કમુરતા હોય છે. આ 1 મહિનામા કોઇ શુભ કાર્યો કરવામા આવતા નથી. હિંદુ ધર્મમા કમુરતાનુ ખાસ મહત્વ રહેલુ છે. કમુરતા 2023 ક્યારથી બેસે છે ? હવે પછી લગ્નના શુભ મુહુર્ત કયારે છે? તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
કમુરતા 2023
હિંદૂ ધર્મમાં ગ્રહોનું ખાસ મહત્વ રહેલુ છે એવામાં જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવ મીન કે ધન રાશિમાં પ્રવેશ કરે છે તો પંચાંગ અનુસાર ખરમાસની શરૂઆત થાય છે તેવુ માનવામાં આવે છે. ખરમાસમાં શુભ અને માંગલિક કાર્યો કરવામા આવતા નથી.
એવી પણ માન્યતા રહેલી છે કે દેવશયની એકાદશીના આવતા જ ચાતુર્માસની શરૂઆત થઇ જતી હોય છે. જેમાં કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતા નથી. ત્યાર બાદ દેવ ઉઠની એકાદશી બાદથી જ શુભ કાર્યો કરવાની શરૂઆત કરવામાં આવતી હોય છે.
હિંદૂ પંચાંગ અનુસાર સૂર્યદેવ આ વર્ષે ગુરૂવાર 16 ડિસેમ્બર 2023ની બપોર 3.47 મિનિટથી ધન રાશિમાં પ્રવેશ કરનાર છે. જેની સાથે જ ખરમાસની શરૂઆત થશે. ખરમાસ એક મહિનો રહે છે ત્યારબાદ 15 જાન્યુઆરી 2024 એ પૂર્ણ થશે. તે સાથે જ કમુરતા પુરા થશે. ખરમાસમાં કોઈ પણ શુભ કાર્યો કરવામા આવતા નથી જેવા કે લગ્ન વિવાહ, ગ્રહ પ્રવેશ, મુંડન અને ઘર બનાવવું વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.
લગ્નના શુભ મુહુર્ત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષમાં બે વખત ખરમાસ આવે છે. જેવા સૂર્યદેવ બૃહસ્પતિની રાશિ મીન કે ધનમાં પ્રવેશ કરે છે ત્યારથી જ ખરમાસ શરૂ થઇ જાય છે. ખરમાસ વખતે તમે કોઈ પણ શુભ કાર્યો કરવામા આવતા નથી. આ વર્ષે કમુરતા પુરા થતા જ લગ્નના શુભ મુહુર્ત ની શરૂઆત થશે. જાન્યુઆરીમાં વિવાહના શુભ મૂહૂર્ત ની તારીખો જોઇએ તો 18, 20, 21, 22, 27, 28, 30 અને 31 જાન્યુઆરી લગ્ન માટે શુભ મુહુર્ત છે. ફેબ્રુઆરીમાં લગ્નના શુભ મૂહૂર્ત ની તારીખો જોઇએ તો 1, 3, 4, 5, 6, 7, 8, 12, 13, 18, 19, 24, 25, 26 અને 27 તારીખો શુભ મુહુર્ત છે.
કમુરતા મા કેમ કોઇ શુભ કાર્યો નથી થતા ?
16 ડિસેમ્બર એટલે કે શુક્રવારે ખરમાસ એટલે કે કમુરતા શરૂ થવા જઈ રહ્યા છે. માન્યતા અનુસાર જ્યારે ખરમાસમાં કોઈના લગ્ન થાય છે તો તેના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવવાની સંભાવના રહે છે. પારિવારિક કલેશ વધી શકે છે અને પતિ-પત્નીના સંબંધો મા તણાવ આવી શકે છે. આવી માન્યતાઓને લીધે ખરમાસ એટલે કે કમુરતા માં લગ્ન નથી કરવામાં આવતા.
કહેવાય છે કે ભગવાન ભાસ્કરની પૂજા અને ઉપાસના કરવાથી સાધકને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી દરેક પાપોનો નાશ થાય છે. સાથે જ ઘરમાં યશ-વૈભવ સમૃધ્ધિ નુ આગમન થાય છે. આ આખા મહિનામાં ગૌ માતા, ગુરૂદેવ અને સાધુઓની સેવા કરવી જોઈએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |