શ્રાદ્ધ પક્ષ 2023: નવરાત્રી પહેલા ના 15 દિવસ એટલે કે શ્રાદ્ધ પિતૃ પક્ષ. આ વર્ષે શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ 29 ઓકટોબરે શરૂ થનાર છે જે 14 ઓકટોબર સુધી ચાલનાર છે. પિતૃ પક્ષ મા પૂર્વજો ને લગતા કાર્યો કરવામા આવે છે. શ્રાદ્ધ મા સામાન્ય રીતે આપણે ત્યા કોઇ શુભ કાર્યો કરવામા આવતા નથી. આપણે ત્યા એવી માન્યતા છે કે પિતૃ પક્ષમા ઘણી વતુઓની ખર્રીદી કરવી અશુભ ગણાય છે.
પિતૃ પક્ષ 2023
શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કાર્ય, દાન અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કાર્ય અને દાન કરવામાં આવે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે, જે 14 ઓક્ટોબરના રોજ પુરા થશે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા પ્રવર્તે છે. આ દરમિયાન, પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, અને પિતૃઓ પ્રત્યે આદર પણ વ્યક્ત કરવામાં આવે છે.
નવા કપડા: પિતૃપક્ષ દરમિયાન નવા કપડા ખરીદવા અશુભ માનવામા આવે છે. કારણ કે આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં શ્રાદ્ધ પિતૃ પક્ષ દરમિયાન નવા કપડાં ખરીદવા અશુભ માનવામા આવે છે.
સોના-ચાંદીની ખરીદી: પિતૃપક્ષ દરમિયાન સોના-ચાંદીના ઘરેણાં પણ અશુભ માનવામા આવે છે. જો તમારે આ વસ્તુઓની ખરીદવાની જરૂર હોય તો તમારે પિતૃ પક્ષની શરૂઆત પહેલા અથવા પછી ખરીદવી હિતાવહ રહેશે.
શાકભાજી: આ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન કેટલીક શાકભાજીનું સેવન પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. જેમ કે લસણ, ડુંગળી, મૂળો, અને કંદ જેવી શાકભાજી ખરીદવાનુ ટાળવુ જોઇએ.
નવું વાહન કે મકાનઃ પિતૃપક્ષ દરમિયાન નવું વાહન કે મકાન ખરીદવું અશુભ માનવામાં આવે છે. પરંતુ ઘના લોકો પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન, તર્પણ વગેરે કરીને પિતૃઓને પ્રસન્ન રાખ્યા બાદ આવી વસ્તુઓ ખરીદતા હોય છે.
સરસિયાનું તેલ: સરસિયાના તેલને શનિનું પ્રતિક માનવામાં આવે છે. જે ખૂબ જ તીક્ષ્ણ હોય છે. આ કારણોસર પિતૃપક્ષમાં સરસિયાનું તેલ શકય હોય ત્યા સુધી ખરીદવાનુ ટાળવુ જોઇએ.
સાવરણી: ધાર્મિક માન્યતા અનુસાર સાવરણી લક્ષ્મી માતાનું પ્રતિક માનવામા આવે છે. જે સ્થળે સાફ સફાઈ હોય છે, તે સ્થાન લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે. પિતૃપક્ષમાં સાવરણી ખરીદવી શુભ માનવામા આવતી નથી.
મીઠુ: શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુ માનવામાં વઆવે છે. આ કારણોસર જ આપણે ત્યા પિતૃપક્ષમાં મીઠાની ખરીદી કરવામા આવતી નથી.
પિતૃઓને દાન કરવા માટે કરો ખરીદી: પિતૃપક્ષમાં આ વસ્તુની ખરીદી ના કરવી જોઈએ. પિતૃઓને દાન કરવા માટે સરસિયાનું તેલ અને મીઠુ ખરીદવા માંગો છો, તો ખરીદી કરી શકાય છે. પિતૃઓ માટે નવા કપડાં ખરીદીને દાન કરી શકો છો, જેથી પિતૃ ખુશ થાય છે.
પિતૃપક્ષમાં તિથિનું મહત્ત્વ
પિતૃપક્ષ શરૂ થાય ત્યારે દરેક દિવસની એક તિથિ હોય છે. તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે દ્વિતિયા શ્રાદ્ધ 30 સપ્ટેમ્બર એટલે કે, પિતૃપક્ષમાં શ્રાદ્ધની દ્વિતિયા તિથિ છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ માટે તર્પણ, પિંડદાન કરવામાં આવે છે.
શ્રાદ્ધ પક્ષ 2023
શ્રાદ્ધ માટેની તિથિ નીચે મુજબ છે.
- પૂર્ણિમા નુ શ્રાદ્ધ- 29 સપ્ટેમ્બર 2023
- એકમનું શ્રાદ્ધ- 29 સપ્ટેમ્બર 2023
- દ્વિતીયા શ્રાદ્ધ- 30 સપ્ટેમ્બર 2023
- તૃતીયા શ્રાદ્ધ- 1 ઓક્ટોબર 2023
- ચતુર્થી શ્રાદ્ધ- 2 ઓક્ટોબર 2023
- પંચમી શ્રાદ્ધ- 3 ઓક્ટોબર 2023
- ષષ્ઠી શ્રાદ્ધ- 4 ઓક્ટોબર 2023
- સપ્તમી શ્રાદ્ધ- 5 ઓક્ટોબર 2023
- અષ્ટમી શ્રાદ્ધ- 6 ઓક્ટોબર 2023
- નવમી નુ શ્રાદ્ધ- 7 ઓક્ટોબર 2023
- દશમી નુ શ્રાદ્ધ- 8 ઓક્ટોબર 2023
- એકાદશી નુ શ્રાદ્ધ- 9 ઓક્ટોબર 2023
- બારસ નુ શ્રાદ્ધ- 10 ઓક્ટોબર 2023
- બારસ નુ શ્રાદ્ધ- 11 ઓક્ટોબર 2023
- ત્રયોદશી નુ શ્રાદ્ધ- 12 ઓક્ટોબર 2023
- ચૌદશ શ્રાદ્ધ- 13 ઓક્ટોબર 2023
- સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ- 14 ઓક્ટોબર 2023
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

2 thoughts on “શ્રાદ્ધ પક્ષ 2023: શ્રાદ્ધ પિતૃ પક્ષ મા શું ખરીદી કરવી અશુભ ગણાય છે ? શું છે માન્યતા”