પાંચ ગ્રહો એકસાથે: પાંચ ગ્રહ એકસાથે અદભુત દ્રશ્ય, જુઓ વિડીયો; આ ઘટના પાછી 2040 મા બનશે.

પાંચ ગ્રહો એકસાથે: mercury-venus-mars-jupiter-and-uranus-together: અવકાશમા અવારનવાર અદભુત ઘટનાઓ બનતી રહે છે્ થોડા સભય પહેલા ત્રણ ગ્રહો એકસાથે એકા લાઈનમા જોવા મળ્યા હતા. ત્યારે ફરી એક વખત પાંચ ગ્રહો એકસાથે જોવા મળ્યા હતા. આ ગટના પાછી 17 વર્ષ પછી 2040 મા.બનશે. ત્યારે જોઈએ આ અદભૂત ખગોળીય ઘટનાનો વિડીયો.

પાંચ ગ્રહો એકસાથે

28 માર્ચે રાત્રે અવકાશમાં એક અતિ દુર્લભ અને કયારેક જ બનતી ઘટના જોવા મળી હતી. લોકોએ આ દૂર્લભ નજારો જોયો અને માણ્યો હતો. આ દ્રશ્યમા અર્ધચંદ્રમાની નીચે એક બિંદી જેવા આકારમાં ચમકતા ગ્રહ જોવા મળ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ધર્મપ્રેમીઓએ આ ઘટનાને ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાનાં અદભુત દર્શનની અકલ્પનીય અદ્વિતીય પ્રકૃતિનું અલૌકિક દૃશ્ય ગણાવ્યું હતું. અવકાશમાં ખગોળીય ઘટના બની રહી છે ત્યારે આકાશમાં એકસાથે લાઈનમાં પાંચ ગ્રહ જોવા મળ્યા હતા. ત્યારે આ અલૌકિક દૃશ્યના દુર્લભ નજારાનો આનંદ ઘણા લોકોએ ટેલિસ્કોપ પર માણ્યો હતો. આ ખગોળીય ઘટનાનો ટેલીસ્કોપનીની મદદથી લીધેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળે છે. આ વીડિયોને બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.

આ પણ વાંચો: માધવપુરનો મેળો મહત્વ વાંચો

28 માર્ચે રાતે જોવા મળ્યો નજારો

જે એક અદભુત ખગોળીય ઘટના છે. આ ઘટનાને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે આ અદભુત નજારાને જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે. આ અનોખા અને દુર્લભ નજારામાં મંગળવારે રાત્રે 7.30 વાગ્યા બાદ આકાશમાં એકસાથે પાંચ ગ્રહ મંગળ, બુધ, બૃહસ્પતિ(ગુરુ), શુક્ર અને યુરેનસ (અરુણ) ચંદ્રમા પાસે જોવા મળ્યા હતા.

2040 સુધી હવે રાહ જોવી પડશે

ચંદ્ર નીચે જોવા મળેલા અદભુત નજારાને ફરીવાર અવકાશમાં જોવો હોય તો આવતા 17 વર્ષ રાહ જોવી પડશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 28 માર્ચે જોવા મળેલી આ ખગોળીય ઘટના હવે 2040માં ફરી જોવા મળશે.

આ પણ વાંચો: નામનો અર્થ બતાવતી એપ. જાનો તમારા નામનો અર્થ શુંં થાય ?

બૉલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચને પણ આ ઘટનાનો વીડિયો સોશીયલ મીડીયામા શેર કર્યો છે. તેમણે ચંદ્ર પર ઝૂમ કરીને લાઇનમાં જોવા મળતા પાંચ ગ્રહોનો વીડિયો પોસ્ટ કર્યો. સૂર્યાસ્ત પછી ધીમે ધીમે આ પાંચેય ગ્રહો આકાશમાં એક રેખામાં દેખાવા લાગ્યા. જોકે આ દ્રશ્ય 30 મિનિટ સુધી જોવા મળ્યુ હતુ. અવકાશમા આ દ્રશ્ય સર્જાવાથી ખગોળરસિકોમા કૂતુહલ સર્જાયુ હતુ. અને લોકોએ વિડીયો જોઇ આ અદભુત નજારો માણ્યો હતો.

અગત્યની લીંક

Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
પાંચ ગ્રહો એકસાથે
પાંચ ગ્રહો એકસાથે

એકસાથે કયા 5 ગ્રહો જોવા મળ્યા હતા?

મંગળ, બુધ,ગુરુ, શુક્ર અને યુરેનસ

1 thought on “પાંચ ગ્રહો એકસાથે: પાંચ ગ્રહ એકસાથે અદભુત દ્રશ્ય, જુઓ વિડીયો; આ ઘટના પાછી 2040 મા બનશે.”

Leave a Comment

error: Content is protected !!