અંબાલાલ ની આગાહિ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ચોંકાવનારી આગાહી, રાજ્યમાં જૂન સુધી ચાલુ રહેશે માવઠા, આ તારીખ બાદ સાપ કરડવાના બનાવો વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ ની આગાહિ ઘણી સાચી પડે છે.
અંબાલાલ ની આગાહિ
ગુજરાતમાં ભરઉનાળે ગરમીને બદલે માવઠાની સિઝન જામી છે. એક પછી એક માવઠા ખેડૂતોના તૈયાર પાકને નુકશાન પહોચાડી રહ્યા છે. જેનુ સૌથી વધુ નુકશાન ખેડૂતો ને થ ઈ રહ્યુ છે. તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં પણ માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠા અંગે મોટી આાગહી કરી છે. અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠા ચાલુ રહેશે તેવી આગાહી કરી છે.
આ પણ વાંચો: મહિલા ઉત્કર્ષ યોજના, મળશે વગર વ્યાજે રૂ. 1 લાખની લોન
17મી જૂન બાદ સાપનો ઉપદ્રવ વધશે
હવામાન બાબતે ખૂબ જ નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહીઓ મોટાભાગે સાચી પડે છે. તેમણે આગાહિ કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેક જૂન મહિના સુધી માવઠા ચાલુ રહેશે. આ દરમિયાન તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે. આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, 17મી જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. 17મી જૂન બાદ સાપનો ઉપદ્રવ સાથે સાપ કરડવાના બનાવો પણ વધવાની શકયતાઓ રહેલી છે.
અંબાલાલ ની વરસાદની આગાહિ
અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ છે કે, રાજયમા 31મી માર્ચ સુધી ફરી માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને કારણે રાજ્યમાં માવઠું થવાની શકયતા છે. આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડવાની શકયતા છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતાઓ રહેલી છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહિ છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોએ સાવધ રહેવું પડશે.
આ પણ વાંચો: અવકાશમા જોવા મળ્યા 5 ગ્રહ એકસાથે,જુઓ અદભુત વિડીયો
હવામાન નિષ્ણાત અંબાલાલે વધુમાં આગાહિ કરતા જણાવ્યુ કે, 22 એપ્રિલ, અખાત્રીજના દિવસે પણ માવઠું થવાની શકયતા છે. ચોમાસાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વંટોળ રહેવાની શક્યતા છે.
અંબાલાલ માવઠુ આગાહિ
કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, અત્યારના હવામાનને કારણે બાગાયતી પાકો જ નહીં પરંતુ અનાજના પાક અને કપાસનાં પાકમાં ઇયળો નો ઉપદ્રવ વધવાની શકયતા રહેશે. જ્યારે કેરીના પાકમાં આંબાના મોર જ ગળી જશે. આ વખતે કેરીના પાકને મોટા નુકસાનની શકયતા છે. મે મહિનામાં બાકી રહેલી કેરીને પણ નુકસાન થવાની શકયતા છે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહિ
- મે મહિના સુધી કુલ 5 માવઠા થશે આવતીકાલથી ૩ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે 3 ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં કરા પડી શકે
- એપ્રિલ મહિના માટે અંબાલાલ પટેલની આગાહી
- 3થી 8 એપ્રિલ સુધી ફરી વાતાવરણ પલટાશે
- 8થી 14 એપ્રિલ સુધી વાવાઝોડા સાથે વરસાદ થશે
- એપ્રિલના બીજા સપ્તાહ બાદ કાળઝાળ ગરમી પડશે •
- 22 એપ્રિલે અખાત્રીજના દિવસે પણ માવઠું પડશે
મે મહિના માટે અંબાલાલ પટેલની આગાહી • - 8મી મેના દિવસે આંધી-વંટોળ આવી શકે •
- આ વર્ષે ચોમાસું સારું રહેશે:
- અંબાલાલ 17 જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
અંબાલાલ પટેલ કોણ છે ?
અંબાલાલ હવામાન નિષ્ણાંત છે. જેની વરસાદ અંગેની આગાહિઓ ઘણે અંશે સાચી પડે છે.
1 thought on “અંબાલાલ ની આગાહિ: 17 જૂન બાદ વધી શકે સાપ કરડવાના બનાવો”