સુરત ડાયમંડ બુર્સ: દુનિયાની સૌથી મોટી ઓફીસનુ PM મોદિ એ કર્યુ લોકર્પણ, એકસાથે 60 હજાર લોકો કરશે કામ; 9 ટાવર અને 15 માળ

સુરત ડાયમંડ બુર્સ: Surat Diamond Bourse Image: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ નું ઉદઘાટન કરવામા આવ્યુ. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ બુર્સ ચેરમેન અને કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના અન્ય નિષ્ણાતો પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનિય છે કે, સુરતના ખાજોદ વિસ્તારમાં બનાવવામા આવેલ ખુબ જ મોટુ સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી હોવાનુ માનવામાં આવે છે.

સુરત ડાયમંડ બુર્સ

  • PM મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું કરવામા આવ્યુ ઉદઘાટન
  • વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ગણવામા આવે છે સુરત ડાયમંડ બુર્સ
  • 3400 કરોડના ખર્ચે કરવામા આવ્યુ છે સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ
  • 67 લાખ ચોરસ ફૂટથી વધુ ફ્લોર એરિયા સાથે વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ
  • 4500 થી વધુ ઇન્ટરકનેકટેડ ઓફીસો
  • હિરાના વેપારનુ વૈશ્વિક કેન્દ્ર
Surat Diamond Bourse Image 1
Surat Diamond Bourse Image 1

વિશ્વના સૌથી મોટા ઓફીસ બીલ્ડીંગ ગણાતા સુરત ડાયમંડ બુર્સ નુ 3400 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. તે 35.54 એકર જમીન પર બનાવવામા આવેલ છે. સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટેનું મુખ્ય વેપાર કેન્દ્ર માનવામા આવે છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે કનેકટેડ ઇમારત છે. 4,500થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો પેન્ટાગોન કરતાં મોટી હોવાનું ગણાય છે. આ બિલ્ડિંગના ઉદઘાટન બાદ તેના દ્વારા 1.5 લાખ લોકોને રોજગારી મળશે.

સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય હીરા અને દાગીનાના કારોબાર માટે દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનાવવામા આવ્યુ છે. અહીં કાચા અને પોલીશ કરાયેલા હીરાની સાથે સાથે દાગીનાના વેપાર માટે એક વૈશ્વિક લેવલનુ કેન્દ્ર બનાવવામા આવ્યુ છે.

ઇમ્પોર્ટ અને એકસપોર્ટ માટે આ એક્સચેન્જમાં અત્યાધુનિક ‘કસ્ટમ ક્લિયરન્સ હાઉસ’ બનાવવામા આવ્યુ છે. તેમાં રીટેલ દાગીના વેપાર માટે આભૂષણ મોલ, આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વોલ્ટ જેવી અત્યાધુનિક સુવિધા સામેલ હશે.

ડાયમંડ બુર્સ બીલ્ડીંગની ખાસિયતો

  • SDB બિલ્ડીંગ એટલે કે સુરત ડાયમંડ બુર્સ 67 લાખ ચોરસ ફૂટથી વધુ ફ્લોર એરિયા ધરાવે છે.
  • વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે.
  • સુરત શહેર નજીકના ખાજોદ ગામમાં આવેલું છે આ બીલ્ડીંગ.
  • તેમા લગભગ 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો આવેલી છે.
  • નવ ટાવર અને 15 માળમા બનેલુ છે આ ડાયમંડ બુર્સ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

1 thought on “સુરત ડાયમંડ બુર્સ: દુનિયાની સૌથી મોટી ઓફીસનુ PM મોદિ એ કર્યુ લોકર્પણ, એકસાથે 60 હજાર લોકો કરશે કામ; 9 ટાવર અને 15 માળ”

Leave a Comment

error: Content is protected !!