મતદારયાદિ સુધારણા: Voter List: voter ID Card: Election Card: આપણી પાસે રહેલા ગવર્ન્મેન્ટ આઇ.ડી. પૈકી ચૂંટણી કાર્ડ એ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. જે લોકોના મતદાર યાદિ મા નામ નોંધાયેલા હોય તેની પાસે ચુંટણી કાર્ડ હોય છે. મતદાર યાદિ મા નામ નોંધાયેલ હોય તે લોકોને ચૂંટણીઓમા મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વર્ષ મા 2 વખત આ મતદાર યાદિમા સુધારણા માટે ખાસ ઝૂંબેશ ઈલેકશન કમીશન તરફથી યોજવામા આવે છે. આવનારી લોકસભાની ચુંટણી પહેલા મતદાર યાદિ મા સુધારણા માટે ખાસ ઝૂંબેશ યોજવામા આવી છે.
મતદારયાદિ સુધારણા
એપ્રીલ-મે માસમા લોકસભાની ચુંટણીઓ આવી રહી છે. તે પહેલા ઈલેકશન કમીશન દ્વારા મતદાર યાદિ સુધારણા માટે ખાસ ઝૂંબેશ યોજ્વામા આવી છે. જેમા મતદાર યાદિ સુધારણા ને લગતા નીચેના જેવા કામ લોકો કરાવી શકશે.
- મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવુ
- મતદાર યાદિમા નામ, સરનામુ વગેરેમા સુધારો કરાવવો
- ચુંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંંક કરાવવુ
- મતદારયાદિમા થી નામ કમી કરાવવુ
- મતદારયાદિ મા નોંધાયેલી વિગતો મા સુધારો કરાવવો
આ પણ વાંચો: ગીરનાર લીલી પરિક્રમા: ગીરનાર પરિક્રમા ની તારીખ જાહેર, જાણો રૂટ અને અન્ય માહિતી
તારીખ 1-1-2024 ની સ્થિતિ એ જે લોકોને 18 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તે લોકો મતદાર યાદિ મા નામ નોંધાવી શકે છે. મતદાર યાદિમા જો તમારૂ નામ નોંધાયેલુ ન હોય તો અચૂક નોંધાવવુ જોઇએ. મતદાન એ આપણો અધિકાર છે.
ખાસ ઝૂંબેશ ના દિવસો
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝૂંંબેશના દિવસો નક્કી કરવામા આવે છે. આ દિવસોમા તમારા વિસ્તારના ચુંટણી બુથ પર તમારા વિસ્તારના લાગુ પડતા બી.એલ.ઓ. પાસે જઇ મતદાર યાદિ ને લગતા કામો કરાવી શકાય છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબ ખાસ ઝૂંબેશ ના દિવસો નક્કી કરવામ આવ્યા છે.
- તારીખ 5 નવેમ્બર 2023- રવિવાર
- તારીખ 26 નવેમ્બર 2023- રવિવાર
- તારીખ 2 ડિસેમ્બર 2023- શનીવાર
- તારીખ 3 ડિસેમ્બર 2023- રવિવાર
આ ખાસ ઝૂંબેશના દિવસોમા સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાર યાદિ ને લગતા કામ માટે તમારા વિસ્તારના ચુંટણી બુથ પર જવાનુ રહેશે.
આ પણ વાંચો: PM Mudra Yojana: પોતાનો ધંધો શરૂ કરવા આ રીતે મેળવો લોન, PM મુદ્રા લોન યોજનાની પુરી માહિતી
મતદાર યાદિ સુધારણા ફોર્મ
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામો માટે નીચે મુજબના ફોર્મ ભરવાની આવશ્યકતા રહે છે.
- ફોર્મ નં. 6 : મતદારયાદિ મા નવુ નામ દાખલ કરવા માટે આ ફોર્મ ભરવામા આવે છે.
- ફોર્મ નં. 6(B) : ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા માટે આ ફોર્મ ભરવામા આવે છે.
- ફોર્મ નં. 7: મતદાર યાદિ માથી નામ કમી કરાવવા માટે આ ફોર્મ ભરવામા આવે છે.
- ફોર્મ નં.8: મતદાર યાદિ મા નોંધાયેલી વિગતો સુધારવા માટે આ ફોર્મ ભરવામા આવે છે.
મતદાર યાદિ સુધારણા ઓનલાઇન
મતદાર યાદિ ને લગતા આ કામો માટે જો તમે રૂબરૂ બુથ પર જવા ન માગતા હોય અને ઘરેબેઠા ઓનલાઇન આ કામો કરવા માંગતા હોય તો nvsp પોર્ટલ પર થી આ તમામ કામો ઓનલાઇન કરી શકો છો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

મતદાર યાદિ સુધારણા માટે ખાસ ઝૂંબેશ ની તારીખો શું છે ?
તારીખ 5 નવેમ્બર 2023- રવિવાર
તારીખ 26 નવેમ્બર 2023- રવિવાર
તારીખ 2 ડિસેમ્બર 2023- શનીવાર
તારીખ 3 ડિસેમ્બર 2023- રવિવાર
I have not received election id card. how can i got online? please help me
Same question..I have not received election card…
I have shifted to a new election constituency within a state. What forms I need to fill
I have voter id but spelling mistake in initial name
I have shifted to new location in same city what forms I need to fill
A4/1398 surayanaryn socity NARBDANAGRA bharuch bolva
I have shifted my residence from Shahpur/Dariapur Area to Naranpura. Although I have completed all the formalities my name from Shahpur area is not deleted, thoughmy name is registered in Naranpura. What to do?