ચંદ્ર ગ્રહણ લાઇવ: વર્ષ નુ અંતિમ ચંદ્ર ગ્રહણ જુઓ લાઇવ, NASA અતિઆધુનિક કેમેરાથી લાઇવ ટેલીકાસ્ટ

ચંદ્ર ગ્રહણ લાઇવ: તારીખ 28 ઓકટોબર આસો સુદ પુનમ શનીવાર ને દિવસે આ વર્ષનુ અંતિમ ખંડગ્રાસ ચંદ્રગ્ર્હન થનાર છે. આ ચંદ્ર ગ્રહણ ભારતમા દેખાનાર છે. તેથી સુતક કાળ માન્ય રહેશે. આ ચંદ્રગ્રહણ માટેનો સમય અને અન્ય વિગતો આ પોસ્ટ મા મૂકેલ છે. તથા ચંદ્રગ્રહણ લાઇવ જોવા માટેની લીંક પણ મૂકેલ છે. જેના પરથી તમે ચંદ્ર ગ્રહણ લાઇવ જોઇ શકો છો.

ચંદ્ર ગ્રહણ સમય

વર્ષ 2023નું ચંદ્રગ્રહણ આવતી કાલે 28 ઓક્ટોબરે થનાર છે. શરદ પૂર્ણિમાની રાતે આ ચંદ્ર ગ્રહણ થવાનુ છે. ચંદ્રગ્રહણ પુનમ અને સૂર્યગ્રહણ અમાસની તિથિ એ લાગે છે. વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં જોઇ શકાસે, જેનો સમયગાળો 1 કલાક 16 મિનિટ જેટલો છે. ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલાથી શરુ થઇ જતો હોય છે, આ કારણે આ સમયમા કેટલાક કામ કરવા મા અપશુકન માનવામા આવે છે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વ વિદ્યાલયના જ્યોતિષ વિભાગના અધ્યક્ષ ડો મૃત્યુંજય તિવારી ના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ ક્યારે લાગશે. ચંદ્ર ગ્રહણનો સમય શું હશે, સૂતક કાળનો સમય અને શું કરવું જોઈએ અને શું ન કરવુ જોઇએ?

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28મી ઓક્ટોબરની મોડી રાત્રે 01.06 કલાકેથી શરૂ થશે. જે 29 ઓક્ટોબરે રાત્રે 02:22 વાગ્યે પુરૂ થનાર છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. આને આંશિક ચંદ્રગ્રહણ પણ કહેવામા આવે છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ મેષ અને અશ્વિની નક્ષત્રમાં થવાનું છે.

આ પણ વાંચો: મતદારયાદિ સુધારણા: ખાશ ઝૂંબેશની આ તારીખો નોંધી લો, ચુંટણીકાર્ડ ને લગતા કામ થશે સરળતાથી

ચંદ્રગ્રહણ 2023 સુતક કાળનો સમય

વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 28 ઓક્ટોબરે બપોરે 2:52 વાગ્યાથી શરૂ થશે અને 29 ઓક્ટોબરના રોજ સવારે 02:22 વાગ્યા સુધી ચાલનાર છે. સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણ પુરુ થતાની સાથે સમાપ્ત થાય છે. સુતક સમયને અશુભ માનવામાં આવે છે, તેથી તેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી.

સુતકકાળ મા શું ન કરવુ ?

સુતકકાળ મા અમુક કામ કરવા અપશુકન માનવામા આવે છે.

  • સૂતક કાળ શરૂ થતા જ મંદિરો બંધ થઇ જાય છે. તેથી સૂતક સમય મા કોઇ પુજા કે પાઠ ન કરવા જોઇએ. સૂતકકાળ મા તમે જે દેવી દેવતા ને માનતા હોય તેને યાદ કરી શકો.
  • સૂતકકાળ મ અકોઇ પણ શુભ કાર્ય કરવામા આવતુ નથી. કોઇ પણ ધાર્મીક કાર્ય કરવુ અશુભ માનવામા આવે છે.
  • ગ્રહણ ના સૂતક સમય મા ખોરાક ન બનાવવો જોઇએ કે ખાવુ ન જોઇએ. જો કે વૃદ્ધો, દર્દીઓ અને બાળકો જમી શકે છે. એવી માન્યતા છે કે ગ્રહણ દરમિયાન બનાવેલો ખોરાક દૂષીત થઇ શકે છે. અને તેને લીધે સ્વાસ્થય વિષયક સમસ્યાઓ થાય છે.
  • ગ્રહણ ના સુતકકાળ દરમિયાન સુવુ ન જોઇએ.

ચંદ્ર ગ્રહણ લાઇવ

ચંદ્ર ગ્રહણ લાઇવ જોવા માટેઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ચંદ્ર ગ્રહણ લાઇવ
ચંદ્ર ગ્રહણ લાઇવ

Leave a Comment

error: Content is protected !!