કરુણા અભિયાન 2024: ઉતરાયણ પર ઘાયલ પક્ષીઓ માટે શરૂ થયુ કરુણા અભિયાન, નોંધ કરી લો હેલ્પલાઇન નંબર

કરુણા અભિયાન 2024: karuna abhiyan helpline no.: મકરસંક્રાંતિ પર લોકો પતંગ ચગાવવાની ખૂબ જ મજા માણતા હોય છે. એવામા પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ ખૂબ જ થતા હોય છે. ઉતરાયણ પર ઘાયલ થતા પક્ષીઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરુણા અભિયાન શરૂ કરાવવામા આવે છે. જેમા હેલ્પલાઇન નંબર જાહેર કરવામા આવે છે. આ નંબર કયાય પણ ઘાયલ પક્ષી દેખાય તો જાણ કરી શકાય છે. આ અભિયાન થકી દર વર્ષે હજારો પક્ષીઓને જીવ બચાવી લેવામા આવે છે.

કરુણા અભિયાન 2024

આજથી રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ વર્ષ માટે કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવવામા આવ્યો છે, ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે આ અભિયાન 20 જાન્યુઆરી સુધી ચાલશે. જેમા રાજયના હેલ્પલાઇન નંબર પર ઘાયલ પક્ષી દેખાય તો જાણ કરી શકાય છે. 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન મા હજારો પક્ષીઓનો જીવ બચાવવામા આવશે. 2017 થી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમા 85 હજાર જેટલા પક્ષીઓનો જીવ બચાવવામા આવ્યો છે.

ઉત્તરાયણ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી આ વર્ષ માટે કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ઉત્તરાયણમાં પતંગથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલનાર છે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થનારા પક્ષીઓની સારવાર અને દવા માટે 2017 થી આ અભિયાન શરૂ કરવામા આવ્યુ હતુ.. આ પહેલ હેઠળ અત્યાર સુધી મા 6 વર્ષમાં 85 હજાર જેટલા પક્ષીઓની સારવાર કરવામા આવી છે.

karuna abhiyan helpline no

આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમા 85 હજારમાંથી 75 હજાર જેટલા પક્ષીઓને સારવાર આપી બચાવી લેવામાં આવ્યા હતા. આમ પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓમાંથી મોટાભાગના પક્ષીઓને સમયસર સારવાર મળવાથી બચાવી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામા આવે છે. આ ઉતરાયણ પર તમારા વિસ્તારમા પણ જો તમારી આસપાસ પણ કોઇ ઘાયલ પંખી દેખાય તો વન વિભાગની 1926 નંબર અને પશુપાલન વિભાગના 1962 નંબર પર કોલ કરી આ ઘાયલ પક્ષીઓ અંગે માહિતી આપી શકાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

1 thought on “કરુણા અભિયાન 2024: ઉતરાયણ પર ઘાયલ પક્ષીઓ માટે શરૂ થયુ કરુણા અભિયાન, નોંધ કરી લો હેલ્પલાઇન નંબર”

Leave a Comment

error: Content is protected !!