નંબર પ્લેટના પ્રકાર: માત્ર સફેદ પીળી અને લીલી જ નહિ , સાત પ્રકારની હોય છે વાહનના નંબરની પ્લેટ ચાલો દરેક નો સાચો અર્થ

નંબર પ્લેટના પ્રકાર: Types of Number plate: આપણે રસ્તા પર જતા હોય ત્યારે વાહનની વિવિધ પ્રકારની નંબર પ્લેટો જોતા હોઈએ છીએ જેમકે સફેદ પીળી લીલી શું તમે ક્યારેય રિમાર્ક કર્યું છે માત્ર સફેદ પીળી અને લીલી જ નહીં પરંતુ કુલ સાત પ્રકારની હોય છે નંબર પ્લેટ. શું તમે આ દરેકનો સાચો અર્થ જાણો છો ચાલો આજની આ પોસ્ટમાં આપણે જાણીએ કયા નંબર પ્રકારની નંબર પ્લેટ કયા વાહનમાં લગાવવામાં આવે છે અને દરેકનો શું અર્થ થાય છે

નંબર પ્લેટના પ્રકાર

આપણે રોડ પર જતા હોય અને વાહન પર નજર કરીએ તો અલગ અલગ કલરની ઘણા પ્રકારની નંબર પ્લેટ જોવા મળે છે. જે મુખ્ય નીચે મુજબ છે.

સફેદ નંબર પ્લેટ – White Number Plate

જો કોઈ વ્યક્તિએ પોતાના પર્સનલ યુઝ માટે વાહન ખરીદ્યુ હોય તો તેની નંબર પ્લેટ સફેદ હોય છે. મોટાભાગના વાહનોની નંબર પ્લેટ સફેદ હોય છે. ચાલો હવે સફેદ નંબર પ્લેટનો અર્થ જાણીએ. જ્યારે વાહનને સફેદ નંબર આપવામાં આવે છે, તો તેનો અર્થ એ થાય છે કે વાહનનો ઉપયોગ ફક્ત ખાનગી અથવા વ્યક્તિગત ઉપયોગ માટે કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: World Cup India squad: વર્લ્ડ કપ 2023 માટે ટિમ ઈન્ડિયાની જાહેર, જુઓ કોને સ્થાન મળ્યું.

પીળી નંબર પ્લેટ – Yellow Number Plate

પીળી નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ માત્ર ઓટો રિક્ષા, ટેક્સી, ટ્રક અને બસ માટે કરવામા આવે છે. પીળી નંબર પ્લેટ સામાન્ય રીતે પેસેન્જર વાહનમા લગાવવામા આવે છે. મતલબ કે પીળી નંબર પ્લેટનો ઉપયોગ કોઈપણ કોમર્શિયલ વાહનોમા માટે થાય છે. પીળી નંબર પ્લેટવાળા વાહનોના ચાલકો પાસે કોમર્શિયલ વાહન ચલાવવાનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જોઈએ.

બ્લેક નંબર પ્લેટ – Black Number Plate

આપણે ઘણી વખત હાઈવે પર બ્લેક નંબર પ્લેટ પણ જોતા હોઈએ છીએ. આ વાહનો કોમર્શિયલ વાહનો તરીકે નોંધાયેલા હોય છે. જો કે, બ્લેક નંબર પ્લેટવાળી કાર ચલાવવા માટે કોમર્શિયલ વાહન ડ્રાઇવિંગ લાયસન્સ ની જરૂર પડતી નથી. તમે સામાન્ય રીતે ભાડાના વાહનો અને લક્ઝરી હોટેલ પરિવહન વાહનો પર આ નંબર પ્લેટો જોઈ શકો છો.

ગ્રીન નંબર પ્લેટ – Green Number Plate

અત્યારે આપણે લીલી નંબર પ્લેટ ખૂબ જ જોવા મળે છે. જ્યારે તમે ગ્રીન નંબર પ્લેટ જુઓ તો સમજી લેવાનુ કે આ વાહન ઇલેક્ટ્રિક વાહન છે. ભારતમાં રજીસ્ટર્ડ થયેલા તમામ ઇલેક્ટ્રિક વાહનો પર ગ્રીન લાયસન્સ પ્લેટ લગાવવી ફરજિયાત છે. જો કે, વ્યક્તિગત અથવા વ્યવસાયિક વાહનના આધારે અક્ષરોના રંગમાં તફાવત છે. તમામ વ્યક્તિગત ઇલેક્ટ્રિક વાહનોને સફેદ અક્ષરોવાળી લીલી નંબર પ્લેટ મળે છે અને કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનોને પીળા અક્ષરોવાળી લીલી નંબર પ્લેટ લગાવવામા આવે છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતની આગાહી: આગામી 5 દિવસ માટે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય, જન્માષ્ટમી માં ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી.

લાલ નંબર પ્લેટ – Red Number Plate

જ્યારે પણ તમે રસ્તાઓ પર લાલ રંગની નંબર પ્લેટ જુઓ તો સમજી લો કે આ વાહન તાજેતરમાં જ ખરીદવામા આવ્યુ છે. લાલ રંગની નંબર પ્લેટનો અર્થ એ છે કે આ વાહનને અત્યાર સુધી માત્ર ટેમ્પરરી નંબર પ્લેટ લગાવવામા આવી છે. નવી કાર ખરીદ્યા પછી, તમારે કાયમી નંબર પ્લેટ લગાવવામા ન આવે ત્યા સુધી ત્યાં સુધી લાલ નંબર પ્લેટનો ઉપયોગ કરવો પડશે.

બ્લુ નંબર પ્લેટ – Blue Number Plate

વિદેશી રાજદ્વારીઓ માટે આરક્ષિત વાહનોમાં સફેદ અક્ષરો સાથે વાદળી નંબર પ્લેટ લગાવવામા આવે છે. વાદળી રંગની નંબર પ્લેટમાં CC (કોન્સ્યુલર કોર્પ્સ), યુએન (યુનાઇટેડ નેશન્સ), ડીસી (ડિપ્લોમેટિક કોર્પ્સ) વગેરે જેવા અક્ષરો લખેલા હોય છે. તેમજ આ નંબર પ્લેટમાં સ્ટેટ કોડ નથી. તેના બદલે, તે રાજદ્વારીઓનો દેશ કોડ લગાવવામા આવે છે.

નંબર પ્લેટ પર તીર નું નિશાન

ભારતીય સૈન્યના જવાનોના વાહનમાં અલગ પ્રકારની નંબર પ્લેટ લગાવવામાં આવે છે. સૈન્યના વાહનોની નંબર પ્લેટની શરૂઆતમાં ઉપરની તરફ તીરનું નિશાન હોય છે. ઉપર નિર્દેશિત તીરને વ્યાપક તીર પણ કહે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

ગ્રીન નંબર પ્લેટ કયા વાહનોમા હોય છે ?

ઈલેકટ્રીક વાહનોમા

પીળી નંબર પ્લેટ કયા વાહનોમા જોવા મળે છે ?

પેસેન્જર વાહનોમા

1 thought on “નંબર પ્લેટના પ્રકાર: માત્ર સફેદ પીળી અને લીલી જ નહિ , સાત પ્રકારની હોય છે વાહનના નંબરની પ્લેટ ચાલો દરેક નો સાચો અર્થ”

Leave a Comment

error: Content is protected !!