ઉપરકોટ કિલ્લો: જુનાગઢ ઉપરકોટ ટીકીટના ભાવ, લાઇટ અને સાઉન્ડ શો નો અદભુત નજારો

ઉપરકોટ કિલ્લો: ઉપરકોટ ટીકીટ: જૂનાગઢ નો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો લોકો સમક્ષ ખુલ્લો મુકવામા આવ્યો છે અને એક અઠવાડિયા જેટલા સમયમા જ 50000 થી વધુ લોકોએ આ ઉપરકોટના કિલ્લાની મુલાકાત લઈ લીધી છે, ત્યારે આ ઉપરકોટના કિલ્લામાં ઐતિહાસિક નગરી જૂનાગઢ વિશે પણ અવનવા દૃશ્યો બતાવવામાં આવ્યા છે. ઉપરકોટના કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શો સાંજે બતાવવામા આવે છે. આ કાર્યક્રમ થકી જૂનાગઢની ઝાંખી અને ઉપરકોટ વિશે માહિતીઓ આપવામાં આવે છે અને લોકો આ માહિતીને તથા લાઇટ સાઉન્ડ શો ને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઉપરકોટ કિલ્લો

ઉપરકોટનો કિલ્લો એક અઠવાડીયા થી લોકો સમક્ષ ખુલ્લો મુકવામાં આવ્યો છે જ્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો 4 ઓક્ટોબરે શરૂ કરવામા આવ્યો છે. આ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં જૂનાગઢની પ્રાચીન વિશેષતાઓ, પ્રાચીન રૂઢિઓ અને જૂનાગઢ પર નવાબી કાળનું શાસન હતું ત્યારે કઈ પ્રકારની સંસ્કૃતિ હતી તથા પરંપરાઓ અને શાસન કરવામાં આવતું હતું આ સમગ્ર માહિતી હાલ જૂનાગઢ વાસીઓ અને જૂનાગઢમાં આવનાર પ્રવાસીઓ માહિતગાર થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

ઉપરકોટ ટીકીટ ના દર

જૂનાગઢ ઉપરકોટ કિલ્લા ની મુલાકાત માટે પ્રવાસીઓ માટે ટિકિટના દર નકકી કરવામાં આવ્યાં છે. જેમાં ટીકીટના દર જોઇએ તો 12 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિ માટે 100 રૂપિયા, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળક ની ટીકીટ 50 રૂપિયા , વિદેશથી આવતા પ્રવાસી માટે 500 રૂપિયા ટીકીટ દર નકકી કરવામાં આવ્યાં છે.

ઉપરકોટ ના કિલ્લામા શરૂ કરવામા આવેલો લાઈટ એન્ડ સાઉન્ડ શો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અને તેને જોવા માટે લોકો આતુર પણ હોય છે ત્યારે તેની અલગથી ટીકીટ ના દર નકકી કરવામાં આવ્યા છે. જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ની ટીકીટ 75 રૂપિયા, 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટે 150 રૂપિયા અને વિદેશી પ્રવાસી માટે 500 રૂપિયા ટીકીટ દર રાખવામાં આવ્યાં છે. જો કે સ્થાનીક જૂનાગઢવાસીઓને ટિકિટના દરમાં 50% રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gadar 2 On OTT: થીયેટર બાદ હવે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા આવી રહ્યુ છે ગદર, આ એપ. પર જોઇ શકાસે HD Quality મા

74 કરોડના ખર્ચે રીનોવેશન કરી ઐતિહાસિક ઉપરકોટ ના કિલ્લાને લોકો સમક્ષ ખુલ્લો મૂકવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ થી ઉપરકોટ ના કિલ્લાનુ રીનોવેશન કામ ચાલુ હોવાથી બંધ રાખવામા આવ્યો હતો. જે હવે લોકો માટે ખુલ્લો મૂકવામા આવ્યો છે.

ઉપરકોટ ના કિલ્લામા સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક અડી કડી વાવ આવેલી છે. ઉપરાંત અહિ આવેલ ઐતિહાસિક કડાનાલ તોપ લોકોનુ આકર્ષણ નુ કેન્દ્ર હોય છે. ઉપરાંત અહિં ઐતિહાસિક નવઘણ કૂવો પણ આવેલ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
ઉપરકોટ વિડીયોઅહિ કલીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ઉપરકોટ કિલ્લો
ઉપરકોટ કિલ્લો

Leave a Comment

error: Content is protected !!