Solar Eclipse 2023: સૂર્યગ્રહણ 2023: આ વર્ષનું આંશિક સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થનાર છે. આ વાર્ષિક સૂર્યગ્રહણ અમેરિકા અને તેની નજીકના મોટાભાગના ભાગોમાં જોઇ શકાસે. આ વખતે સૂર્યગ્રહણ દરમિયાન 1 અનોખી ઘટના બનનાર છે. જેમા સૂર્યગ્રહણ દરમિયાન જ્યારે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુએ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે અનોખી રિંગની રચના થાય છે. જે આ સૂર્યગ્રહણ દરમિયાન નરી આંખે જોઇ શકાશે.
Solar Eclipse 2023
ખગોળીય ઘટનામાં રસ ધરાવતા લોકો માટે આ વર્ષની સૌથી મોટી રોમાંચક ઘટના બનનાર છે. જેમા 14 ઓક્ટોબરે આકાશમાં એક દુર્લભ ખગોળીય નજારો જોઇ શકાસે. વર્ષ 2012 પછી પહેલી વખત આ શનિવારે અમેરિકાના મોટા ભાગના દેશોમા વાર્ષિક સૂર્ય ગ્રહણ (Ring of Fire Solar Eclipse)નો આંશિક નજારો જોઇ શકાસે. ‘વોશિંગટન પોસ્ટ’ની એક રિપોર્ટ મુજબ શનિવારે ચંદ્ર સૂર્યની સામે સ્થિત થશે, જેનાથી સૂર્યનો મોટાભાગનો હિસ્સો ઢંકાઈ જશે પરંતુ એક સુંદર વલય જોવા મળશે. અમેરિકા, મેક્સિકો અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના ઘણા દેશોમાં લાખો લોકો ને પશ્ચિમ ગોલાર્ધમાં આ દુર્લભ નજારો નરી આંખે જોવા મળશે.
આ પણ વાંચો: E-Challan Gujarat: કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | @echallan.parivahan.gov.in
વિશેષ રૂપથી જ્યારે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુએ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે વલયાકાર સૂર્યગ્રહણ જોવા મળે છે. આ કારણે ચંદ્ર થી સૂર્ય સંપૂર્ણપણે ઢંકાતો નથી, જેના કારણે આકાશમાં સૂર્યપ્રકાશનું પાતળું વર્તુળ અથવા ‘રિંગ ઓફ ફાયર’ જોવા મળે છે. જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની એટલી નજીક હોય છે કે તે આકાશમાં સૂર્ય જેટલો મોટો જોવા મળે છે. આ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે ઓરેગોન કિનારેથી ટેક્સાસ ગલ્ફ કોસ્ટ સુધી આંશિક જોવા મળશે.
શું ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે?
નાસાએ કહ્યું કે જો હવામાન અનુકૂળ રહેશે તો આંશિક સૂર્યગ્રહણ ઓરેગોન, નેવાડા, ઉટાહ, ન્યુ મેક્સિકો, ઇડાહો, કોલોરાડો, એરિઝોના અને ટેક્સાસ તેમજ કેલિફોર્નિયાના ભાગોમાં જોવા મળશે. આ પછી મેક્સિકો અને મધ્ય અમેરિકામાંથી પસાર થનાર છે, ત્યારબાદ દક્ષિણ અમેરિકામાંથી પસાર થનાર છે. આંશિક સૂર્યગ્રહણ એટલાન્ટિક મહાસાગર પર સૂર્યાસ્ત સમયે પુરૂ થશે. યુએસમાં કોઈપણ સમયે 14 ઓક્ટોબરના આંશિક સૂર્યગ્રહણનો સરેરાશ સમય ચારથી પાંચ મિનિટનો હોઇ શકે છે. આ આંશિક સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહી. ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં લોકો નાસાની યુટ્યુબ ચેનલ પર સૂર્યગ્રહણનુ સત્તાવાર લાઇવ પ્રસારણ દ્વારા જોઈ શકે છે, જેનું 14 ઓક્ટોબરથી લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
સૂર્યગ્રહણ કઇ તારીખે થનાર છે ?
14 ઓકટોબર ના રોજ