Rules Change 1st June: 1 જુનથી બદલનારા નિયમો, જાણો તમારા પર શું અસર પડશે ?

Rules Change 1st June: 1 જુનથી બદલનારા નિયમો: મે મહિનો પૂરો થવાને આરે છે. થોડા દિવસોમા જૂન મહિનાની શરૂઆત થશે. દર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમા ફેરફાર થતા હોય છે. જેની આપણા પર સીધી કે આડકતરી અસર પડતી હોય છે. 1 જૂનથી પણ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યાં છે, જેની સીધી અસર તમારા ખેસ્સા પર પડશે. તેથી જૂન મહિનાની શરૂઆત પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે નવા મહિને ક્યા-ક્યા ફેરફાર થવાના છે અને તમારા પર શું અસર પડશે. રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પેટ્રોલિયમ કંપનીઓ ફેરફાર કરી શકે છે. આ સિવાય અન્ય પણ ઘણા ફેરફારો થશે.

Rules Change 1st June

1 જુનથી કયા નિયમો મા ફેરફાર થનાર છે તે વિગતે જોઇએ.

LPG ગેસની કિંંમતો મા ફેરફાર

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમતોમાં ફેરફાર કરે છે. દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસની કિંમતો નક્કી થાય છે. એપ્રિલ અને મે મહિનાની પહેલી તારીખે 19 કિલોના કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામા આવ્યો હતો. પરંતુ 14 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરનો ભાવ યથાવત રાખવામા આવ્યો હતો. માર્ચ મહિનામાં ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો કરવામા આવ્યો હતો.

આ પણ વાંચો: Gadar Trailer: ગદર નુ ટ્રેલર થયુ રીલીઝ, રીલીઝ થતા જ છવાયુ ટ્રેલર

CNG-PNG ના ભાવમાં ફેરફાર

રાંધણ માટેના ગેસ સિલિન્ડરની જેમ દર મહિનાની પહેલી તારીખે CNG-PNG ની કિંમતોમાં પણ ફેરફાર કરવામા આવે છે. પેટ્રોલિયમ કંપનીઓ દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં CNG-PNG ના ભાવમા ફેરફાર કરે છે. એપ્રિલમાં દિલ્હી અને મુંબઈમાં CNG-PNG ની કિંમતોમાં ફેરફાર કરવામા આવ્યો હતો. મે મહિનાની પહેલી તારીખે કોઈ ફેરફાર થયો ન હોતો. તેવામાં સામાન્ય લોકોની નજર એક જૂન પર છે અને તે CNG-PNG ની કિંમતમાં ઘટાડો થશે તેવી આશા કરી રહ્યાં છે.

ઈલેક્ટ્રિક્સ વાહનો થશે મોંઘા

એક જૂનથી દેશમાં ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ ખરીદવા મોંઘા થશે એટલે કે તમે 1 જૂન પછી ઈલેક્ટ્રિક બાઈક કે સ્કૂટર ખરીદવા જાવ છો તો તમારે વધુ કિંમત ચુકવવી પડી શકે છે. 21 મેના નોટિફિકેશન અનુસાર ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા FAME-2 સબસિડી રકમમાં ફેરફાર કરવામા આવ્યો છે અને તેને ઘટાડી 10000 રૂપિયા kWh જેટલી કરી દિધી છે. પહેલાં આ રકમ 15,000 રૂપિયા kWh જેટલી હતી. આ કારણે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ 25થી 35 હજાર રૂપિયા જેટલા મોંઘા થવાની શકયતાઓ છે.

આ પણ વાંચો: અંબાલાલની વરસાદ આગાહિ: ક્યારે આવશે ચોમાસું, જુનમા આ તારીખો મા થશે ચોમાસુ

રિઝર્વ બેન્કનું નવુ અભિયાન

એક જૂનથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની બેન્કોમાં જમા પડેલી અનક્લેમ્ડ અમાઉન્ટને સેટલ કરવા માટે એક અભિયાનની શરૂઆત કરનાર છે. અભિયાનનું નામ 100 દિવસ 100 ચુકવણી આવુ આપવામાં આવ્યું છે. રિઝર્વ બેન્કે આ સંબંધમાં દરેક બેન્કોને માહિતી આપી દીધી છે. આ અભિયાન હેઠળ 100 દિવસમાં 100 અનક્લેમ અમાઉન્ટને સેટલ કરવામાં આવનાર છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Rules Change 1st June
Rules Change 1st June

Leave a Comment

error: Content is protected !!