જુનાગઢ વરસાદ: ગુજરાતમા વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. મેઘરાજા જળબંબાકાર વરસાદ વરસાવી રહ્યા છે. એવામા જુનાગઢ મા આજે જાણે વાદળ ફાટયુ હોય તેવો વરસાદ પડયો છે. જુનાગઢ શહેર અને ભવનાથ તળેટીમા 3 કલાકમા 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એવામા જુનાગઢમા જળબંબાકાર વરસાદના વિડીયો સામે આવ્યા છે.
જુનાગઢ વરસાદ
ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર મા જળબંબાકાર વરસાદ વરસાવ્યો છે. અવિરત પડી રહેલા વરસાદના પગલે જૂનાગઢના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જૂનાગઢમાં 3 કલાકમાં 16 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે.
3 કલાકમાં જળબંબાકાર 16 ઈંચ વરસાદ
જૂનાગઢમાં આજે બપોરે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીં એકીસાથે 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર પહોંચી છે તેમજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 3 કલાકમાં 16 ઈંચ જેટલો વરસાદ વરસતા કાર અને અન્ય વાહનો તણાવા લાગ્યા હતા. શહેરના લગભગ દરેક વિસ્તાર પાણી-પાણી જ જોવા મળતુ હતુ. તો પૂર ને લીધે રેકડીઓ, ભેંસો તણાતી હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે.
કાળવા નદી ગાંડીતૂર બની
જૂનાગઢમાં સાંબેલાધારે માત્ર 3 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકયો હતો. ગિરનાર અને દાતાર પર વાદળ ફાટવા જેવી સ્થિતી બની છે. ગિરનારમાં ભારે વરસાદથી પાણીની આવકથી કાળવા નદી ગાંડીતૂર બની છે. ભવનાથ અને કાળવા ચોક પાસે ભયનજક ધસમસતો પૂરનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. શહેરના મોતીબાગ વિસ્તારમાં પણ જ્યા જુઓ ત્યા પાણી પાણી જોવા મળતા હતા.
જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાથી પાણીના ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા છે. ભેંસ અને તેના બચ્ચા તણાતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે તેમજ નદીના પાણી શહેરી વિસ્તારમાં ફરી વળ્યા છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
