Junagadh Rain Image: જુનાગઢ મા જળબંબાકાર, જુઓ તારાજીના દ્રશ્યો

Junagadh Rain Image: જુનાગઢ પૂર ઈમેજ: જુનાગઢ મા આજે જળબંબાકાર વરસાદ પડતા માત્ર 3 ક્લાકમા 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જયા જુઓ ત્યા વરસાદે સર્જેલી તારાજી જ જોવા મળે છે. સોશીયલ મીડીયામા જુનાગઢ ના વરસાદની તારાજીના ફોટો અને વિડીયો જ જોવા મળે છે. એવામા જ્યા જુઓ ત્યા જુનાગઢ મા વરસાદે સર્જેલી તારાજીની જ વાતો સંભળાય છે.

Junagadh Rain Image

જુનાગઢ વાસીઓએ આજે બપોરે વિચાર્યુ પન નહિ હોય કે ઓચીંતા વરસાદથી આવડી તારાજી સર્જાશે. બપોરે માત્ર 3 કલાકમા જ જાણે વાદળ ફાટ્યુ હોય એમ 16 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તો પૂરમા ક્યાક ભેંસો તણાઇ હતી તો ક્યાક ગાડીઓ રમકડાની જેમ તણાતી હતી તો ક્યાક ટયરોનો મેળો જામ્યો હતો. ચાલો જોઇએ જુનાગધ મા વરસાદે સર્જેલી તબાહી ના દ્રશ્યો.

શહેરમા ધસમસતા પાણીના પ્રવાહમા ટાયરો તણાયા હતા. ટાયરોની જાણે રેલગાડી ચાલી નીકળી હોય એમ છેક મોતીબાગ સુધી ટાયરો તણાયા હતા.

ફોટોમા જોઇ શકાય છે કે જુનાગઢમા વરસાદની તારાજીથી ઉપરવાસ ગીરનાર માથી ભારે પાણી શહેરમા આવ્યુ હતુ અને જ્યા જુઓ ત્યા પાણી જ પાણી દેખાતુ હતુ. ગીરનાર પર્વત પર અંદાજીત 16-17 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેને લીધે ભારે પાણીનુ પૂર શહેરમા ફરી વળ્યુ હતુ.

શહેરમા પાણીના ધસમસતા પ્રવાહમા ગાડીયો રમકડાની કેમ તણાઇ હતી. અને ગાડીઓ એકબીજા પર જાણે ગોઠવી હોય એમ ચડી ગઇ હતી. ત્યારે બધાએ અનુભવ્યુ હતુ કે પાણીના ધસમસતા પ્રવાહની આગળ કોઇનુ કઇ ન ચાલે.

જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડતા શહેરમાં ભયંકર પૂર ની પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ.. શહેરની અનેક સોસાયટીઓમાં ઘરમા પાણી ઘૂસી ગયા હતા. જુનાગઢ શહેર આખુ બેટમાં ફેરવાયું છે. શહેરના કાળવા જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝાંઝરડા રોડ, દોલતપરા, સાબરપુર, ટિંબાવાડી, મધુરમની અનેક સોસાયટીઓ જ્યા જુઓ ત્યા પાણી જ પાણી દેખાતુ હતુ.. દોલતપરા, ગાંધીધામ, સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જનજીવન અને વાહન વ્યાવહાર પ્રભાવિત થયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરમાં ભયંકર તબાહી થઇ હતી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Junagadh Rain Image
Junagadh Rain Image

Leave a Comment

error: Content is protected !!