IPL auction 2023: ક્રિકેટનો મહાકુંભ એટલે IPL શરૂ થવાને આડે હવે 4 મહિના જેટલો જ સમય બાકી છે. ત્યારે દરેક ફ્રેન્ચાઇઝી પોતાની ટીમ સેટ કરવામા વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા દરેક ટીમોએ પોતાના આ વર્ષે રીટેઇન્ડ કરેલા અને રીલીઝ કરેલા ખેલાડીઓનુ લીસ્ટ જાહેર કર્યુ છે. આ રીલીઝ કરેલા ખેલાડીઓનો સમાવેશ IPL auction 2023 મા થશે. ચાલો જાણી IPL auction 2023 ક્યા યોજાશે અને કયા ખેલાડીની કેટલી બેઝપ્રાઇસ છે ?
IPL auction 2023
- 19 ડીસેમ્બર ના રોજ યોજાશે IPL auction 2023
- 1166 ખેલાડીઓનુ થયુ છે આ હરાજી માટે રજીસ્ટ્રેશન
- રચીન રવિન્દ્ર જેવા ખેલાડીઓ પર રહેશે બધાની નજર
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન 2024 પહેલા દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ ખેલાડીઓની મિની હરાજી યોજાશે. આ હરાજી માટે કુલ 1166 ખેલાડીઓએ અત્યાર સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમા ભારતના 2 ખેલાડીઓએ (કેદાર જાદવ અને ઉમેશ યાદવ) તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખવામા આવી છે ઉલ્લેખનીય છે કે આ ખેલાડીઓનુ કેરીયર લગભગ પૂર્ણ થવાને આરે છે.
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 જીત્યો છે. આ જીતના નાયક ટ્રેવિસ હેડ, કેપ્ચન અને પેસર પેટ કમિંસ અને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે જેવા સ્ટાર ખેલાડીઓ પર ઘણી ફ્રેંચાઇઝીની નજર હશે. આ ખેલાડીઓએ IPLની હરાજી માટે પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. ફ્રેંચાઈઝીઓને 1166 ખેલાડીઓનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે. આ મિની હરાજીમાં 77 ખેલાડીઓ પર ઉંચી બોલી લાગી શકે છે, જેમાં 30 વિદેશી ખેલાડી પર બધાની નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપ મા ઘણા નવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેમા ન્યુઝીલેન્ડ ના રચીન રવિન્દ્ર, કોન વે, ડરેલ મીચેલ જેવ ખેલાડીઓ પર ઉંચી બોલી લાગવાની શકયતા છે.
બધી ફ્રેંચાઈઝી ટીમ આ હરાજીમાં 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. તાજેતરમા રમાયેલા વન ડે વર્લ્ડ કપ દરમિયાન ન્યુઝીલેન્ડ ના રચિન રવિન્દ્રએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, આ ખેલાડીએ તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખી છે. હવે આ ખેલાડીની મોટી ઉંચી બોલી બોલાઈ શકે છે. ભારત સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર જોસ ઈંગ્લિસ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પેસર જોશ હેજલવુડ એ પોતાની બેઝપ્રાઇસ 2 કરોડ રાખી છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર રાસી વાન ડેરની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. વર્લ્ડના ટોપ સ્પિનર વાનિંદુ હસરંગાની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રાખવામા આવી છે.
અગત્યની લીંક
IPL Official Website for More Detail | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |