દિવાળી વાસ્તુ ટીપ્સ: દિવાળી પર કરો આટલી વાસ્તુ ટીપ્સ, આખુ વર્ષ મળશે ધનની તંગી માથી મુક્તિ; મા લક્ષ્મી થશે પ્રસન્ન

દિવાળી વાસ્તુ ટીપ્સ: દિવાળીનો તહેવાર આખા દેશમા ઉત્સાહથી અને ધામધૂમથી ઉજવવામા આવે છે. દિવાળીનુ આધ્યાત્મિક અને જ્યોતિષ શાસ્ત્ર તથા વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટીએ ઘણુ મહત્વ રહેલુ છે. જ્યોતિષશાસ્ત્ર ની દ્રષ્ટીએ કેટલાક એવા વાસ્તુ ટીપ્સ ના ઉપાય છે જે દિવાળી ના દિવસે કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થીક તંગી દૂર થાય છે.

દિવાળી વાસ્તુ ટીપ્સ

દર વર્ષે આસો માસની અમાવસ્યાની તિથિએ દિવાળી ઉજવવામાં આવે છે. અમાવસ્યા તિથિ પર દિવાળી આવતી હોવાથી તેનુ મહત્વ ઘણુ વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મા દિવાળીની રાત્રે કરવા માટેના કેટલાક વાસ્તુ શાસ્ત્ર ના ઉપાયો વિશે જણાવવામા આવ્યુ છે. એવું માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે કેટલાક એવા વાસ્તુ નુસખા છે. જેને અનુસરવાથી ઘરમાં આર્થીક તંગી દૂર થાય છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જાનો સંચાર થતો હોય છે. દિવાળીના દિવસે કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવવાથી ફાયદો થઈ શકે છે. તો ચાલો વાસ્તુશાસ્ત્ર દ્વારા જાણીએ કે દિવાળીના દિવસે કયા ઉપાયો કરવાથી લાભ થશે. જેથી ઘરમાં આર્થિક લાભ અને ધનમાં વધારો થઈ શકે.

આ પણ વાંચો: Diwali Crackers App: નાના બાળકો ફટાકડા ફોડતા ડરતા હોય તો આ એપમા ફોડો ફટાકડા, બાલકોને ખૂબ મજા આવશે

Diwali Shubh muhurt
Diwali Shubh muhurt
  • નાણાકીય લાભ માટે : વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઇએ તો નાણાકીય લાભ માટે દિવાળીના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ગંગા જળ છાંટવું જોઈએ. તેની સાથે લાલ રંગનું સ્વસ્તિક પણ બનાવી શકાય. એવી માન્યતા છે કે આમ કરવાથી આર્થિક લાભ થાય છે.
  • ધન વધારવા માટે: એવી માન્યતા પણ છે કે દિવાળીના દિવસે ઘરના આંગણામા આંબાના પાનનુ તોરણ બાંધવુ જોઈએ. આ સાથે આંગણામાં તુલસીનો છોડ પણ રાખવો જોઈએ. તુલસીના છોડની પૂજા યોગ્ય વિધિથી કરવી જોઇએ. આમ કરવાથી ધનમાં વધારો થાય છે.

આ પણ વાંચો: રંગોળી ડીઝાઇન 2023: આ દિવાળી પર ઘરે કરો આકર્ષક રંગોળી, 2023 ની નવી રંગોળી ડીઝાઇન

  • આર્થીક સંકટ દૂર કરવા: વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ઘરની તિજોરીમાં સ્ફટિક ત્રિકોણ રાખવો જોઈએ અથવા તો તમે તાંબાનો ત્રિકોણ પણ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આવા ઉપાય કરે છે તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
  • સુખ અને સમૃદ્ધિ માટે: જીવન મા સુખ અને સમૃદ્ધિ દરેક વ્યક્તિ ઇચ્છતા હોય છે. દિવાળીના દિવસે ઘરના પાંચ ખૂણામાં લોટનો દીવો પ્રગટાવવો જોઇએ અને એક પાંચમુખી દીવો ઘરની ગટર પાસે રાખવો. આવુ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
  • નકારાત્મકતા દૂર કરવા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર લવિંગ અને કપૂર સળૅગાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

દિવાળી શુભ મુહુર્ત

આ વર્ષે દિવાળી કઇ તારીખે છે તે બાબતે ઘણુ કંફ્યુઘન છે. દિવાળી તા.12-11-2023 રવિવાર ના રોજ છે. દિવાળી ના શુભ મુહુર્ત નીચે મુજબ છે.

  • બપોરે 1:30 વાગ્યા થી 2:45 વાગ્યા સુધી
  • સાંજે 6:00 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી
  • રાત્રે 12:30 વાગ્યા થી 2:15 વાગ્યા સુધી

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!