દિવાળી મીઠાઇ: દિવાળી એ આનંદનો, પ્રકાસનો , ખુશીઓનો તહેવાર છે. દિવાળી પર દરેક ઘરે મીઠાઇ ખરીદવામા આવતી હોય છે. આજકાલ બજારમા મળતી દરેક ખાદ્યપદાર્થો મા ભેળસેળની ફરિયાદો ખૂબ જ મળતી હોય છે. એમા પણ તહેવારો પર વિવિધ શહેરોમા મીઠાઇની દુકાનો મા તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવમા આવે અને અખાદ્ય પદાર્થો ભેળૅસેળવાળા પકડાતા હોય છે આવુ ખૂબ જ જોવા મળે છે. આજની આ પોસ્ટમા આપણે મે ખરીદેલી મીઠાઇ અસલ છે કે ભેળસેળવાળી તે કેમ ચેક કરવુ તે જાણીશુ.
દિવાળી મીઠાઇ
દિવાળી ને એઉજવણી આખા દેશમા ધામધૂમ થી કરવામા આવે છે. દેશભરમાં ઘરે ઘરે લોકો આ તહેવારનો આનંદ નજીકના અને પરિવારજનો સાથે મીઠાઈઓનું સેવન કરીને અને શેર કરીને ઉજાવણી કરે છે. દિવાળી દરમિયાન દરેક ભારતીય ઘરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ હોય છે. જોકે, બજારમાં મળતી મીઠાઈઓમાં ખૂબ જ પ્રમાણમાં ભેળસેળના કારણે ઘણા લોકો ઘરે જ મીઠાઈ બનાવવાનું પસંદ કરતા હોય છે, જેમાં સમય લાગે છે અને ઘણી મહેનત માંગી લે છે. જો તમારી પાસે સમયનો અભાવ હોય અને તમે બહારથી મીઠાઇઓ લેવાનું વિચારી રહ્યા હોય તો અહીં તમને સાત ટીપ્સ આપી છે. જેના દ્વારા તમે ઓરીજનલ અને નકલી મીઠાઇઓને સરળતાથી ઓળખી શકશો.તમે પણ જો આ દિવાળી પર ઘરે જ મીઠાઇ બનાવવાનુ પસંદ કરતા હોય તો અહિં આપેલી ટીપ્સ દ્વારા સરળતાથી ચેક કરી શકો છો.
આ પણ વાંચો: દીપદાન: દિવાળી પર કરવામા આવતુ દીપદાન નુ મહત્વ શું છે, કેટલા દિવા પ્રગટાવવા; કયા પ્રગટાવવા
જો તમે બજારમાં મળતા ‘ખોયા’નો ઉપયોગ કરીને ઘરે જ મીઠાઈ બનાવવા માંગતા હોય તો અંગૂઠાના નખ પર થોડા ‘ખોયા’ને ઘસો. જો તે ઓરીજનલ હશે, તો તમને તેમાંથી ઘીની હળવી સુગંધ આવશે અને તે સુગંધ થોડી વાર માટે રહેશે.
- તમે ખરીદેલી મીઠાઇ મા માવા’માં થોડી ખાંડ ઉમેરો અને પછી તેને ગરમ કરો. જો તેમાંથી પાણી નીકળે તો તેનો અર્થ એ છે કે ‘માવો’ અસલ નથી પરંતુ નકલી છે.
- ગરમ પાણીમાં થોડુ આયોડિન મિક્સ કરો અને બજારમાંથી ખરીદેલી મીઠાઈઓ માથી થોડુ તેમા ઉમેરો. જો તે પાણીમાં ઓગળી જાય છે તો તેનો અર્થ છે વેપારીએ તમને ભેળસેળવાલી નકલી મીઠાઈઓ વેચી છે.
- ઘણી મીઠાઈઓમાં પર અત્યંત પાતળા ચાંદીના વરખ લગાવવામાં આવતા હોય છે, જે મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી ચાંદીના વરખ વપરાતા હોય છે. આવી મીઠાઈ માથી પહેલા તેનો એક નાનો ટુકડો તમારા હાથ પર ઘસો. ઘસવાથી જો આ ચાંદિનુ વરખ અલગ થઈ જાય તો તે નકલી હોય છે.
- બજારમાથી બૂંદીના લાડુ ખરીદતી વખતે ધ્યાન રાખો કે લાડુનો રંગ ડાર્ક ઓરેન્જ જેવો ન હોવો જોઈએ. ડાર્ક ઓરેન્જ રંગ માટે મીઠાઇમાં આર્ટિફિશ્યલ કલરનો વધુ પડતો ઉપયોગ કરવામા આવ્યો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણુ હાનિકારક છે.
આ પણ વાંચો: રંગોલી ડીઝાઇન 2023: આવી અફલાતૂન રંગોલી તમે કયાય નહિ જોઇ હોય, 2023 ની નવી 500 થી વધુ ડીઝાઇન; બનાવવી એકદમ આસાન
- મીઠાઇ ખરીદતા પહેલા તે અસલ છે કે ભેળસેળવાળી તે નક્કી કરવાની એક સૌથી સરળ અને બેઝિક ટેકનીક એ છે કે મીઠાઇની ખરીદી કરતા પહેલા હંમેશાં મીઠાઈઓની સુગંધ લેવી જોઇએ. જો આ મીઠાઈ વાસી હશે તો તેની દુર્ગંધ દ્વારા ઓળખી શકશો અને તમારા સ્વાસ્થ્યને થતા નુકશાન થી બચાવી શકશો.
- કોઇપણ જગ્યાએથી માવો ખરીદતા પહેલા તેનો ખૂબ જ નાનો ભાગ ચાખી લેવો જોઇએ. જો તમને તમારા મોઢામાં દાણાદાર ટેક્સચર લાગે છે, તો તેનો અર્થ એ છે કે આ માવો અસલી નથી પણ તેમાં ભેળસેળ કરવામા આવી છે.
- આ દિવાળીના તહેવારને આનંદમય અને યાદગારની સાથે સુરક્ષિત બનાવવા માટે બજારમાંથી મીઠાઈઓ ખરીદતી વખતે ઉપર જણાવેલી સરળ અને સ્માર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરી તમારા સ્વાસ્થય ને થતુ નુકશાન અટકાવી શકો છો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

3 thoughts on “દિવાળી મીઠાઇ: દિવાળી પર તમે ખરીદેલી મીઠાઇ અસલી છે કે ભેળસેળ વાળી ? ચેક કરો આ રીતે”