દિવાળી રજા: Diwali Holiday: દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે. દિવાળી એ મુખ્ય તહેવાર છે અને આખા દેશમા તેની ધામધૂમથી ઉજવણી કરવામા આવે છે. લોકોની સાથે સરકારી કર્મચારીઓ પણ આનંદ અને ઉલ્લાસથી દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે તા. 13 નવેમ્બર ના રોજ રજા જાહેર જાહેર કરવામા આવી છે. જયારે બાકીના દિવસો અન્ય જાહેર રજાઓ હતી જ. આમ હવે તમામ સરકારી કર્મચારીઓને સળંગ 5 દિવસ દિવાળીના તહેવારો ની રજા મળશે.
દિવાળી રજા
અગાઉ તારીખ 11 અને 12 નવેમમ્બર જાહેર રજાઓ હતી. અને 14 તથા 15 નવેમ્બર જાહેર રજાઓ હતી, પરંતુ વચ્ચે 1 દિવસ 13 નવેમ્બર તમામ સરકારી કચેરીઓ ચાલુ હતી, આમ કર્મચારીઓને દિવાળીના તહેવારો મા સળંંગ રજાઓ ન હતી. પરંતુ આજે ગુજરાત સરકારના સામાનુ વહીવટ વિભાગ તરફથી તારીખ 13 નવેમ્બર ની પણ રજા જાહેર કરવામા આવી છે. અને તેના બદલામા તા.9-12-2023 ના રોજ બીજા શનીવારની જાહેર રજા હતી પરંતુ તે દિવસે તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે. આમ હવે સરકારી કર્મચારીઓને તારીખ 11 થી 15 નવેમ્બર સુધી 5 દિવસ રજા મળશે.
આ પણ વાંચો: દિવાળી મીઠાઇ: દિવાળી પર તમે ખરીદેલી મીઠાઇ અસલી છે કે ભેળસેળ વાળી ? ચેક કરો આ રીતે
ચાલો જોઇએ આ 5 રજાઓ કઇ કઇ છે ?
- તારીખ 11 નવેમ્બર બીજો શનીવાર
- તારીખ 12 નવેમ્બર રવિવાર
- તારીખ 13 નવેમ્બર જાહેર કરેલી રજા
- તારીખ 14 નવેમ્બર બેસતુ નવુ વર્ષ ની રજા
- તારીખ 15 નવેમ્બર ભાઇ બીજ ની રજા
દિવાળી એ આનંદનો, ઉલ્લાસનો, પ્રકાશનો તહેવાર છે. દિવાળી પર લોકો નવા કપડા, સોનુ વગેરે ખરીદીઓ કરતા હોય છે. તો ઘરના આંગણામા રંગોળી બનાવી ને અને ઘરને રોશનીથી શણગારે છે.
૯ નવેમ્બર થી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા વેકેશન પડી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તો વેકેશન હોય ચેહ 21 દિવસનુ પરંતુ નોન વેકેશનલ કર્મચારીઓને સળંગ 5 દિવસ તહેવારો પર રજા મળૅતી હોવાથી ખુશીમો માહોલ જોવા મળી રહ્યો છે.
અગત્યની લીંક
13 નવેમ્બરે રજા અંગે પરિપત્ર | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “દિવાળી રજા: સરકારી કર્મચારીઓ માટે દિવાળીની 5 દિવસની રજા જાહેર, 5 દિવસ રહેશે તમામ કચેરીઓ બંધ”