ધનતેરસ શુભ મુહુર્ત: આજે ધનતેરસ ના શુભ મુહુર્ત અને ભગવાન ધન્વંતરી ની પુજાવિધી; ધન વૃદ્ધિ યોગ

ધનતેરસ શુભ મુહુર્ત: Dhanteras 2023: દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ગઇ છે. આજે ધનતેરસ છે. દિવાળીના તહેવારોને ખૂબ જ શુભ માનવામા આવે છે. દિવાળીના તહેવારોની ધામધૂમ થી ઉજવણી કરવામા આવે છે. દિવાળી પર અમીર ગરીબ સૌ કોઇ ઉત્સાહથી તહેવારનો આનંદ માણે છે. ધનતેરસ પર લક્ષ્મીજી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરી ની પુજાવિધી કરવામા આવે છે.

ધનતેરસ શુભ મુહુર્ત

આજે તા. 10 નવેમ્બર શુક્રવારના રોજ ધનતેરસ છે. આપણી ધાર્મીક માન્યતાઓ અનુસાર ધનતેરસને સિદ્ધ રાત્રિ અને દિવસ માનવામાં આવે છે તેથી જ ધનતેરસ ના દિવસે કરવામા આવેલી લક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી નીવડે છે. સાથે શુક્ર વારનો દુર્લભ સંયોગ ઘરમાં અખુટ લક્ષ્મી પ્રાપ્તિ કરાવી શકે છે.

આજે ધનતેરસ ના શુભ મુહુર્ત નીચે મુજબ છે.

  • આસો વદ-૧૩  શુક્રવાર તા.10-11-2023
  • શુભ મુહુર્ત: સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ ચોઘડિયું )
  • સાજે ૧૬-૩૩ થી ૧૭-૫૬ સુધી ( ચલ ચોઘડિયું)
  • રાત્રે ૨૧-૧૦ થી ૨૨-૪૭ સુધી ( લાભ ચોઘડિયું )

આ પણ વાંચો: રંગોળી ડીઝાઇન 2023: આ દિવાળી પર ઘરે કરો આકર્ષક રંગોળી, 2023 ની નવી રંગોળી ડીઝાઇન

ઉપરોક્ત શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીજીનું પૂજન કરવું જોઇએ.

ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા – ધન્વંતરી પૂજા લક્ષ્મી માતાજીને પ્રિય પુજન સામગ્રી સૌથી પહેલા તૈયાર કરી લેવી જોઇએ જેમાં માતાજીને કમળના પુષ્પ ગુલાબના પુષ્પો અને શ્વેત સુગંધિત પુષ્પો ખૂબ જ પ્રિય છે તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈપણ મીઠાઈ માતાજીને ખૂબ જ પ્રિય છે. માતાજીને મીઠા ફળ ફળાદી દેવીને કમળ પુષ્પ કે ગુલાબની સુગંધ મોગરાની સુગંધ કે ચંદનની સુગંધ તેમને ખૂબ જ પ્રિય છે. તેથી તે અત્તર પુજા મા રાખવા જોઇએ. આ બધી સામગ્રી સાથે ધામ ધૂમ થી થાળ આરતી મંત્ર જાપ કરી માતાજીનું પૂજન અર્ચન કરવું જોઇએ.

ધન્વંતરી પૂજન

લક્ષ્મીપૂજન માંજ ધનવંતરી દેવનું આહવાન કરી તજ લવિંગ ઈલાયચી મધ કે કપુરી પાન જેવી ઔષધિઓ પૂજા મૂકવી જોઇએ. ત્યારબાદ અહીં આપેલ મંત્રની એક માળા કરવાથી ધન્વંતરિ દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સુંદર સ્વસ્થ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

ૐ ધન્વંતરયે નમઃ   મંત્ર બોલી 1 માળા કરવી 

દીપદાન

દિવાળી ના તહેવારો મા દીપદાન અવશ્ય કરવામા આવે છે. દરેક ઘરની બહાર આંગણામા ધનતેરસ પર યમરાજના નામનો દીવો અવશ્ય દાન કરવામાં આવે છે તેના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે, વ્યક્તિને મૃત્યુનું દુઃખ સહન કરવું પડતું નથી.

આ દીવો ખાસ કરીને પ્રદોષ કાળમાં કરવામાં આવે છે આ દીવો લોટનો દીવો કરવામા આવે છે અને તેમાં રૂની બે લાંબી વાટ રાખી તેમને એવી રીતે કોળિયામાં રાખવાની કે દિવેટના ચાર મુખ દીવાની બહાર દેખાય. આ દીવો તલના તેલનો કરી તેલમાં કાળા તલ નાખીને ઘરની બહાર ઘઉંના ઢગલા પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને યમરાજને અર્પણ કરવામાં આવે છે. આ દીપદાન થી યમરાજના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: ધનતેરસ 2023: આ ધનતેરસ મા તમારી રાશી મુજબ કઇ વસ્તુની ખરીદી કરવી શુભ રહેશે, જાનો ખરીદી ના શુભ મુહુર્ત

લક્ષ્મી પૂજામાં આગળ નીચે આપેલ મંત્ર બોલવા જોઇએ.
આ માંથી કોઈપણ એક મંત્ર ની 3,6,કે 9 માળા કરવાથી વર્ષ પર્યંત મહાલક્ષ્મી માતાની કૃપા બની રહે છે અને સ્થિર અને અખુટ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

  • ૐ હ્રીં શ્રીં નમઃ
  • ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મયે નમઃ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!