દેવ દિવાળી 2023: Dev Diwali 2023: દિવાળી ના તહેવારો પુરા થઇ ગયા છે. હવે થોડા દિવસોમા દેવ દિવાળી, દેવ ઉઠી એકાદશી આવશે. દેવ દિવાળી નુ ઘણુ આધ્યાત્મિક મહત્વ રહેલુ છે. આ પોસ્ટમા આપણે દેવ દિવાળી ના શુભ મુહુર્ત, દેવ દિવાળી વ્રત ની માહિતી મેળવીશુ.
દેવ દિવાળી 2023
દેવ દિવાળી કારતક મહિના ની એકાદશીના દિવસે આવે છે. આ વર્ષે દેવ દિવાળી કે દેવ ઉઠી એકાદશી 23 નવેમ્બરે છે.
એવુ કહેવાય છે કે જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેમના માટે દેવઊઠી અગિયારસનાં વ્રત અને પૂજાનાં નિયમો જાણવા ખૂબ મહત્વના છે. આ અંગે નિયમોનું પાલન કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વખતે દેવઊઠી અગિયારસ 23 નવેમ્બરનાં રોજ છે. આપણે ત્યા એકાદશીનાં દિવસે લાકડાનાં દાંતણ અને ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી માન્યતા છે. લીંબુ કે જાંબુથી દાંત અને કંઠ સાફ કરવામા આવે છે. આ દિવસે ઝાડનાં પાન પણ તોડવામા આવતા નથી. તેથી તમારે નીચે પડેલા પાનનું સેવન કરવું જોઈએ.
એકાદશીનુ વ્રત
દેવઉઠી એકાદશીનુ વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેવી માન્યતા પ્રવર્તે છે. આ અંગે નીચેની બાબતો ધ્યાનમા રાખવી જોઇએ.
- એકાદશીનાં દિવસે સવારે સ્નાન કર્યા બાદ શ્રીવિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ પ્રદાન થાય છે.
- એકાદશીનાં દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનાં જાપ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- દિવસ દરમિયાન ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ દ્વાદશ અક્ષર મંત્ર અથવા ગુરુમંત્રનો જાપ કરવો જોઈએ.
- આ દિવસે આપણી યથાશક્તિ મુજબ ગરીબોને દાન કરવું જોઈએ.
- રાત્રીમાં ભગવાન વિષ્ણુની આગળ દીવો પ્રગટાવી મધ્યરાત્રી સુધી જાગરણ કરવું જોઈએ.
- આ દિવસે ફળાહાર અથવા ઘરમાંથી નિકળેલ ફળનાં રસ કે દૂધ પર ઉપવાસ કરવો ફળૅદાયી રહેશે. કેરી, કેળા, દ્રાક્ષ, બદામ, પિસ્તા વગેરે અમૃત ફળોનું સેવન પણ કરી શકાય.
દેવ દિવાળી 2023 ક્યારે છે?
પંચાંગ અનુસાર, આ વર્ષે કારતક પૂર્ણિમા 26 નવેમ્બરે બપોરે 3:53 વાગ્યે થી શરૂ થઈ રહી છે અને 27 નવેમ્બરે બપોરે 2:46 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, આ વર્ષે દેવ દિવાળી 26 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવનાર છે.
દેવ દિવાળીનું શુભ મુહૂર્ત
દેવ દિવાળીના દિવસે માન્યતા અનુસાર પ્રદોષકાળ દરમિયાન દીવો દાન કરવો શુભ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ 26 નવેમ્બરે પ્રદોષ કાળ સાંજે 5:08 થી 7:47 સુધી રહેનાર છે.
પૌરાણીક માન્યતાઓ અનુસાર ત્રિપુરાસુર રાક્ષસે ખૂબ જ આતંક મચાવ્યો હતો. જેનાથી દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ ખૂબ જ ત્રસ્ત હ્તા. ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. ત્યારે વારણસી મા દેવી દેવતાઓ એ દિવા પ્રગટાવ્યા હતા. ત્યારથી દર વર્ષે કારતક મહિનાની પૂનમે દેવ દિવાળી ઉજવવામા આવે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
