દીપદાન: દિવાળી પર કરવામા આવતુ દીપદાન નુ મહત્વ શું છે, કેટલા દિવા પ્રગટાવવા; કયા પ્રગટાવવા

દીપદાન: દિવાલી દીપદાન: દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે. દિવાળીની ઉજવણી આખા દેશમા ધામ ધૂમ થી કરવામા આવે છે. દિવાલી પર ઘરે રંગોળી કરવી, ફટાકડા ફોડવા, દીપદાન કરવુ આ બધાનુ ખુબ જ મહત્વ રહેલુ હોય છે.

દીપદાન મહત્વ

હવે ગણતરીના દિવસોમાં દિવાળીના તહેવારો શરૂ થવા જઇ રહ્યા છે. દિવાળીના તહેવારની આખ દેશમા ઉત્સાહભેર ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર પૂજાથી લઈને અનેક વસ્તુઓનું ઘણુ મહત્વ રહેલું છે. દિવાળીના પર્વ પર તંત્રશાસ્ત્ર આધારિત યમરાજાને દીપદાનનું ઘણુ મહત્વ રહેલું છે. ચાલો જાણીએ શું હોય છે યમરાજાને દીપદાન, દિવાળી પર કેટલા દિવા પ્રગટાવવા, કયા પ્રગટાવવા તેની માહિતી મેળવીએ.

યમરાજાને દીપદાન : શાસ્ત્રમાં યમરાજાને દીપદાનનું ઘણુ મહત્વ રહેલું છે તેમાં પણ તંત્રશાસ્ત્રના વિદ્વાન પાસેથી કેટલીક ફળદાયી આર્શીવાદ આપતી વાત પણ જાણવા મળે છે. ઘરના દરેક સભ્યને યમરાજાના આશીર્વાદ મળે તે હેતુ થી જો ઘરની કોઈપણ એક વ્યક્તિ દ્વારા દીપદાન કરવામા આવે તો તેનુ ઘણુ પુણ્ય મળે છે તેવી માન્યતા છે.

સૌ પ્રથમ એક માટીનુ કોડીયુ લો. તેને ઘરના મુખ્ય દ્વારની બહાર રાખો. આ કોડીયામા તેલ ભરી ચાર રુ ની આડીવાટ બનાવો. આ આડીવાટ ને દિવામા એક દક્ષિણ બાજુ, બીજો પશ્ચિમ બાજુ, ત્રીજો પૂર્વ બાજુ અને ચોથો ઉત્તર બાજુ રાખો. હવે આ ચારેય રુ ની વાટમા આ જ ક્રમ મા દીપ પ્રાગટય કરો. આ સમયે તમારુ મુખ દક્ષિણ દિશા તરફ રાખો. અને યમરાજને પ્રાર્થના કરવાથી કુદરતી આફત, દુર્ઘટના, શારીરિક, માનસિક કસ્ટ પીડા થી તે વ્યક્તિ અને તેના પરિવાર ની મુક્તિ મળે છે. આ પ્રકારે ત્રણ દિવસ દીપદાન કરવાનો મહિમા રહેલો છે.

દિવાળી શુભ મુહુર્ત

  • ધનતેરસ: ધનતેરસ આસો વદ તેરસ તારીખ 10-11-2023 ના રોજ છે.
  • કાળીચૌદસ: કાળીચૌદસ તારીખ 11-11-2023 ના રોજ છે.
  • દિવાળી: દિવાળી તારીખ 12-11-2023 ના રોજ છે.

દીપદાન વિધી

કોઈપણ પવિત્ર સ્થાન પર દીપદાન કરવા માટે સૌથી પહેલા શરીર અને મનનું શુદ્ધ હોવું જોઇએ. આ પછી માટીના દીવામાં શુદ્ધ ઘી અથવા તેલ નાખીને જે જગ્યાએ દીપદાન કરવુ હોય તે સ્થાન પર લઈ જાઓ અને દીવો પાન કે આસન પર રાખવો જોઈએ. જો તમે તેને નદીમાં કરી રહ્યા છો, તો તેને પાંદડાથી બનેલા પાત્રમાં મૂકો અને દીવાને વહાવી દેવો જોઇએ. ધ્યાન રાખો કે દીવાને સીધો જમીન પર ક્યારેય ન રાખવો જોઇએ, કારણ કે આપણી પૌરાણીક માન્યતા અનુસાર આને મોટો દોષ માનવામાં આવે છે. જો તમે તેને કોઈ પવિત્ર સ્થાન પર રાખતા હોવ તો તેને કોઈ વાસણ અથવા ચોખાની ઢગલી કરી તેના પર દિવો મુકવો જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
દીપદાન
દીપદાન
error: Content is protected !!