ધનતેરસ 2023: ધનતેરસ ખરીદી: વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે.દિવાળીના 5 દિવસના તહેવાર ની શરૂઆત ધનતેરસ થી થાય છે. આ દિવસ ને ખૂબ જ પવિત્ર માનવમા આવે છે. આ વર્ષે ધનતેરસ તારીખ 10 નેવમ્બર ના રોજ છે. ધનતેરસ પર લોકો શુકન ની ખરીદી ખૂબ જ કરતા હોય છે. એમા પણ જો રાશી અનુસાર ખરીદી કરવામા આવે તો તે વધુ ફળદાયી રહે છે.
ધનતેરસ 2023
ધનતેરસ અથવા ધનત્રયોદશી એ એક શુભ તહેવાર માનવામા આવે છે જે સમૃદ્ધિ અને સંપત્તિની ઉજવણી કરે છે. આ દિવસે લોકો શુકન તરીકે વિવિધ વસ્તુઓની ખૂબ જ ખરીદી કરતા હોય છે. ખાસ કરીને ધનતેરસ ના દિવસે પુષ્યનક્ષત્ર મા લોકો સોનુ ખરીદવાનુ ખૂબ જ પસંદ કરતા હોય છે. ધનતેરસ ના દિવસે સોનુ અને ચાંદિની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામા આવે છે. આ દિવસે રાશી અનુસાર જો વસ્તુઓની ખરીદી કરવામા આવે તો મા લક્ષ્મી અને કુબેરની કૃપા હંમેશા બની રહે છે.
ચાલો જાણીએ દરેક રાશીના જાતકો માટે કઇ વસ્તુની ખરીદી કરવી શુભ રહેશે.
મેષ રાશિ ધનતેરસ ખરીદી
મેષ રાશિના જાતકોએ ધનતેરસ પર ચાંદીના આભૂષણો, સિક્કા કે વાસણો ખરીદવા શુભ રહેશે. આ સિવાય તમે સોના કે પિત્તળની વસ્તુઓ ની પણ ખરીદી કરી શકાય. આનાથી તમને આવનારા વર્ષ માટે પ્રગતિ મળશે.
વૃષભ રાશિ ધનતેરસ ખરીદી
વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને તેથી ચાંદીની વસ્તુઓ ખરીદવી આ રાશી ના જાતકો માટે શુભ રહેશે. જો તમે કોઈપણ હીરા જડિત જ્વેલરી ખરીદો છો, તો તે ખૂબ જ શુકન માનવામા આવે છે. તમે તમારા બજેટ પ્રમાણે વધુ અથવા ઓછા પ્રમાણમા ચાંદી ની જ્વેલરી અથવા સિક્કા પણ ખરીદી શકો છો.
આ પણ વાંચો: દિવાળી રજા: સરકારી કર્મચારીઓ માટે દિવાળીની 5 દિવસની રજા જાહેર, 5 દિવસ રહેશે તમામ કચેરીઓ બંધ
મિથુન રાશિ ધનતેરસ ખરીદી
મિથુન રાશી ના જાતકો માટે આ ધનતેરસ પર પિત્તળના વાસણો, સોનું વગેરે ખરીદવું માટે શુભ રહેશે. નીલમણિ એક શુભ રત્ન છે, આ વસ્તુઓની ખરીદી કરવાથી આવનારા વર્ષમા તમારા માટે પ્રગતિ લાવશે.
કર્ક રાશિ ધનતેરસ ખરીદી
આ રાશિના જાતકોએ ધનતેરસ પર ચાંદીના આભૂષણો, ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિ, ચાંદીના શ્રીયંત્ર, મોતીનો હાર, ચાંદીની જડેલી વીંટી વગેરે જેવી વતુઓ ખરીદવી વધુ ફળદાયી રહેશે.
સિંહ રાશિ ધનતેરસ ખરીદી
સિંહ રાશિ ના જાતકો માટે ધનતેરસ પર સોનું ખરીદવું શ્રેષ્ઠ રહેશે. તમારા માટે ભાગ્યશાળી રત્ન માણિક્ય છે. જો બજેટ ઓછું હોય તો તમે તે વસ્તુઓ ખરીદી શકો છો જેના પર સોનું પાણી ચઢાવેલું હોય અથવા નાના જથ્થામા સોનુ ખરીદી શકો છો.
કન્યા રાશિ ધનતેરસ ખરીદી
કન્યા રાશિનો સ્વામી બુધ માનવામા આવે છે. આ રાશીના જાતકોએ ધનતેરસ પર કાંસા અથવા સ્ટીલના વાસણો ખરીદવા જોઈએ, આ તમારા બુધ ગ્રહને વધુ મજબૂત બનાવશે. તમારા શુભ રત્ન નીલમણિ અને મોતી છે. તમે તેની મોતીની માળા પણ ખરીદી શકો છો.
આ પણ વાંચો: દિવાળી મીઠાઇ: દિવાળી પર તમે ખરીદેલી મીઠાઇ અસલી છે કે ભેળસેળ વાળી ? ચેક કરો આ રીતે
તુલા રાશિ ધનતેરસ ખરીદી
તુલા રાશિના લોકો માટે ધનતેરસ પર ચાંદીના ઘરેણા અને ચાંદીના વાસણો ખરીદવા વધુ ફળદાયી રહેશે. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે.
વૃશ્ચિક રાશિ ધનતેરસ ખરીદી
ધનતેરસના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ તાંબાના વાસણો, ચાંદી કે ચાંદીના દાગીના ખરીદવા વધુ ફળૅદાયી રહેશે. આનાથી તમને આવનારા વર્ષમા ફાયદો થશે.
ધન રાશિ ધનતેરસ ખરીદી
ધન રાશિના લોકો ધનતેરસ પર સોનાના આભૂષણો, સોનાના સિક્કા, પિત્તળના વાસણો વગેરે વસ્તુઓની ખરીદી કરવી વધુ ફળદાયી રહેશે. આમ કરવાથી જીવનભર પૈસાની કમી નહીં રહે.
મકર રાશિ ધનતેરસ ખરીદી
મકર રાશિના લોકોએ ધનતેરસના દિવસે પોતાના માટે સ્ટીલના વાસણો અથવા વાહન ખરીદવા જોઈએ. તેનાથી આખા વર્ષ દરમિયાન તમારી પ્રગતિ થશે.
કુંભ રાશિ ધનતેરસ ખરીદી
કુંભ રાશિના જાતકોએ ધનતેરસ પર વાહન અથવા સ્ટીલના વાસણો ખરીદવા ફળૅદાયી રહેશે. આના સિવાય તમે ચાંદી, સોનું વગેરે પણ ખરીદી શકો છો.
મીન રાશિ ધનતેરસ ખરીદી
મીન રાશિના લોકોએ ધનતેરસ પર સોના અથવા પિત્તળની વસ્તુઓ ખરીદવી ફળૅદાયી રહેશે. તેનાથી તમારી ખુશી અને સમૃદ્ધિમાં વધારો થશે.
રાશી અનુસાર ધનતેરસ પર ખરીદી કરવાથી વધુ ફળ મળતા હોય છે. દિવાળી એ પ્રકાશનો અને આનંદનો તહેવાર છે. આખા દેશમા દિવાળીની ધામધૂમથી ઉજવણી
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |