Cyclone Tej Alert: આવી રહ્યુ છે વાવાઝોડુ તેજ, કયા ટકારાશે; કેટલી છે સ્પીડ, જુઓ લાઇવ સ્ટેટસ

Cyclone Tej Alert: cyclone Tej Live Status: રાજયમા જુન માસમા આવેલા બિપોરજોય વાવાઝોડાએ ભારે તબાહિ મચાવી હતી. અને શરૂઆતમા તેનો રુટ ઓમાન તરફ હતો પરંતુ ત્યારબાદ બિપોરજોય વાવાઝોડાનો રુટ બદ્લાયો હતો અને ગુજરાતમા ક્ચ્છમા ટકરાયુ હતુ. અરબ સાગર મા વધુ એક ચક્રવાત સર્જાયુ છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યુ છે. તેજ વાવાઝોડા નો હાલ ટ્રેક શું છે ? કયા ટકરાશે અને પવનની કેટલી સ્પીડ હશે તેની માહિતી મેળવીએ.

Cyclone Tej Alert

Table of Contents

  • અરબી સમુદ્રની અંદર સંભવીત તોફાનને લઈ વેરાવળ બંદર અને પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. એક નંબરના સિગ્નલ લઈ માછીમારોનો સાવચેત રહેવા અને દરિયો ન ખેડવા માટે સૂચન કરાયું છે.

હવામાનશાસ્ત્રીઓએ ચેતવણીઆપતા જણાવ્યુ છે કે કેટલીકવાર તોફાનો તેના ટ્રેક થી ભટકી શકે છે, જેમ ‘બિપરજોય’ વાવાઝોડામા જોવા મળ્યું હતું. શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા પછી, ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી પરથી આ વાવાઝોડુ પસાર થયું હતું. 

આ પણ વાંચો: Cyclone Tej Route: વાવાઝોડુ તેજ કેટલે પહોંચ્યુ, ગુજરાત પર અસર થશે કે નહિ; લેટેસ્ટ આગાહિ

અરબ સાગર દરિયામાં વધુ એક ચક્રવાત સર્જાયો છે અને ભારતમાં તેના ભણકારા વાગી રહ્યા છે. ચક્રવાત (Cyclone Tej Alert) ભારતમાં આવે તેવી શકયતાઓ છે અને IMD ન્યૂઝ એટલે કે હવામાન વિભાગે તેના સંબંધમાં લેટેસ્ટ અપડેટ આપી છે. ભારતીય હવામાન વિભાગે આગાહિ કરતા જણાવ્યું હતું કે વાવાઝોડાનુ ડિપ્રેશન દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારમાં સર્જાઇ થયું છે જે 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી શકયતાઓ છે. તેનો સીધો અર્થ એ છે કે 21 મી ઓક્ટોબરની સવારથી હવામાનની પેટર્ન બદલાશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી શકયતાઓ છે.

cyclone Tej Live Status

હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરએ આ વાવાઝોડા અંગે આગાહિ કરતા જણાવ્યું હતું કે મોટાભાગના સંજોગો એવુ સૂચવે છે કે આ વાવાઝોડું યમન-ઓમાન તટ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ઘણી વખત ચક્રવાતો તેના અંદાજીત માર્ગ કરતા ટ્રેક બદ્લતા હોય છે. જેમ કે ચક્રવાત ‘બિપરજોય’ વાવાઝોડા મા જોયુ હતુ કે જૂનમાં અરબી સમુદ્રમાં રચાયેલ ‘બિપરજોય’ શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યુ હતુ ત્યારબાદ ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી પરથી પસાર થયું હતુ.

આ પણ વાંચો: નમો ભારત રેપીડ ટ્રેન: બુલેટ ટ્રેન જેવી સ્પીડ, પ્લેન જેવી સુવિધા; ભાડુ માત્ર 20 રૂપીયા, નમો ભારત ટ્રેન થઇ શરૂ

સમાચાર એજન્સી પીટીઆઈ એ જણાવ્યુ હતુ કે આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાનાર આ બીજું ચક્રવાતી તોફાન હશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા અનુસાર આ વાવાઝોડાને ‘તેજ’ નામ આપવામા આવશે. IMD અનુસાર, ચક્રવાતી તોફાન તેજ રવિવારે એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને ઓમાનના દક્ષિણી કિનારા અને નજીકના યમન તરફ આગળ વધવાની શકયતાઓ દેખાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

હવામાન વિભાગની આગાહિ

હવામાન વિભાગે વાવાઝોડા અંગેની લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યુ હતુ કે, કાલે જે ડિપ્રેશન હતુ તે રાતે ડિપ ડિપ્રેશન મા ફેરવાયુ છે અને આજે તે વાવાઝોડું મા પરિવર્તીત થયુ છે. હાલ જે વાવાઝોડું બન્યું છે તેની પોઝિશન સાઉથ વેસ્ટ અરેબિયન સીમાં છે તેવુ જણાઇ રહ્યુ છે. હવે તે સાયક્લોન છે. હાલ આ વાવાઝોડું ઓમાન તરફ જશે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. આગામી 12 કલાકમાં સાઇક્લોન વધારે તેજ બનનાર છે અને તે વેરી સિવિયર સાક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઇ જશે. આગામી 24 કલાકમાં પણ તે વધારે તેજ બનશે અને ઝડપી પવન ફૂંકાશે. તે આ દરમિયાન ઓમાન કોસ્ટને તે પાર કરશે. 25 ઓક્ટોબની આસપાસ તે ક્રોસ કરે તેવી આગાહિ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!