કમોસમી વરસાદ: ગુજરાતમા ભરશિયાળે વરસાદી માહોલ, કયા તાલુકામા કેટલો પડયો વરસાદ ?

કમોસમી વરસાદ: રાજયમા ભર શિયાળી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમા અગાઉ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપેલી આગાહિ મુજબ અનેક તાલુકાઓમા કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. અમુક જગ્યાએ તો બરફના કરા સાતેહ વરસાદ પડતા સિમલા મનાલી જેવુ વાતાવરણ સર્જાયુ હતુ.

કમોસમી વરસાદ

 • રાજયના 220 જેટલા તાલુકાઓમા વરસાદ
 • સૌરાષ્ટ્ર, દક્ષિણ-ઉતર-મધ્ય ગુજરાત મા વરસાદ
 • અનેક જગ્યાએ પડયો કરા સાથે વરસાદ

હવામાન વિભાગ દ્વારા અગાઉ તા. 26 થી 28 મા કમોસમી વરસાદ માવઠાની આગાહિ આપવામા આવી હતી. જે મુજબ આજે ગુજરાતનાં 220 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ માવઠુ થયુ હતુ. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવો વરસાદી માહોલ છવાયો છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ મહામહેનતે ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું હતું. તો તૈયાર થયેલ પાકને નુકશાન જવાની ભીતી સેવાઇ રહી છે.

કયા કેટલો પડયો વરસાદ ?

ગુજરાતમાં આજે પડેલ કમોસમી વરસાદ ના આંકડાઓ પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાનાં ભાભર તાલુકામાં સૌથી વધુ 2 ઈંચ, જ્યારે રાધનપુર અને લોધિકા તાલુકાઓમા 2-2 ઈંચ વરસાદ પડ્યો હતો. તો તાલાળા, અંકલેશ્વર, વંથલી તાલુકાઓમાં ધોધમાર પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. નડીયાદ, હાંસોટ, સુરત, દશાડા, મોડાસા તાલુકાઓમા દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વાવ, પાટણ, વેરાવળમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. કેશોદ, ભરૂચ, કલ્યાણપુર, દિયોદર, સાગરબારામાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાંતલપુર, ઉમરપાડા. ગઢડામાં પણ સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. લિલિયા, સોનગઢ, વીરપુર, માંડવી, વિજાપુરમાં 1-1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: માવઠુ આગાહિ: આવતીકાલે આટલા જિલ્લાઓમા પડશે કડાકા ભડાકા સાથે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહિ

વરસાદથી નુકશાની

રાજયમા ઠેર ઠેર પડેલા વરસાદ થી ખૂબ જ નુકશાની થવા પામી છે. ખાસ કરીને ખેડૂતોને ખેતીમા તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યુ છે. હાલ ખેડૂતો માટે ડબલ સીઝન ચાલી રહી છે. ચોમાસુ પાક તૈયાર થયો છે તેને સાચવવાની કામગીરી ચાલી રહી છે તો સાથે સાથે શિયાળુ પાકની વાવેતર ની સીઝન પણ ચાલી રહી છે.

ખેતીમા મગફળી, કપાસ જેવા તૈયાર થયેલા પાકને નુકશાની થવાની ભીતી સેવાઇ રહી છે. તો હાલ ચાલી રહેલા જીરુ, ઘઉ, ડુંગળી, લસણ, ચણા જેવા પાકોના વાવેતર મા પણ નુકશાની થવા પામી છે.

કયા તાલુકામા કેટલો વરસાદ ?

રાજયના વિવિધ તાલુકાઓમા નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે.

 • સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ
 • અમરેલી અને ઓલપાડ તાલુકાઓમાં 2 ઇંચ વરસાદ
 • લોધિકા અને તાલાલા તાલુકામાં 2 ઇંચ વરસાદ
 • પાલનપુર,વંથલી અને વિસનગર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ
 • દશાડા,ડીસા અને લાઠી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ
 • સુરત શહેરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ
 • બનાસકાંઠાના ભાંભર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ
 • રાધનપુર અને સાંતલપુરમાં 2 ઇંચ વરસાદ
 • અંકલેશ્વર અને ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ
 • નડિયાદ,મોડાસા અને વાવ તાલુકામાં 1.5 ઇંચ
 • મુળી,સાગબારા અને ભરૂચ તાલુકામાં 1 ઇંચ વરસાદ
 • કાંકરેજ,ડેડિયાપાડા અને બોટાદમાં 1 ઇંચ
 • કેશોદ, કલ્યાણપુર અને દિયોદર તાલુકામાં 1 ઇંચ
 • કલોલ,વઢવાણ અને ગઢડામાં 1ઇંચ
 • સહિતના તાલુકામાં 1 ઇંચથી વધારે કમોસમી વરસાદ

અગત્યની લીંક

જિલ્લાવાઇઝ હવામાન આગાહિ PDFઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
કમોસમી વરસાદ
કમોસમી વરસાદ

Leave a Comment

error: Content is protected !!