Mocha cyclone: આવી રહ્યુ છે મોચા વાવાઝોડુ, ક્યારે આવશે અને ક્યા આવશે; શું કરી હવામાન વિભાગે આગાહિ

अपने दोस्तों के साथ शेयर करें

Mocha cyclone: મોચા વાવાઝોડુ:: સામાન્ય રીતે દર વર્ષે મે અને જૂન માસમા સાયકલોનીક સીસ્ટમ બનતી હોય છે અને જૂન મહિનાની આજુબાજુ મા ઘણી વખત વાવાઝોડુ ત્રાટકવાની શકયતા રહેલી હોય છે. અગાઉ આવેલા તૌકતે, વાયુ જેવા વાવાઝોડા એ ગુજરાતમા ઘણી નુકશાની પહોંચાડી હતી. આ વર્ષે મે મહિનામા વાવાઝોડાની સીસ્ટમ બનતી જણાય છે અને આ વાવાઝોડાને Mocha cyclone: મોચા વાવાઝોડુ નામ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ હવામાન વિભાગે શું આગાહિ કરી છે ?

શું છે આગાહિ ?

  • ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈ ને મહત્વપૂર્ણ આગાહિ કરી હતી
  • વર્ષ 2023 નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરી છે
  • આ વાવાઝોડાનુ નામ યમન દેશે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી આપવામા આવ્યુ છે.

આ પણ વાંચો: માત્ર 2 થાંભલા પર વસેલો વિશ્વનો સૌથી નાનો દેશ

Mocha cyclone

Mocha cyclone ની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી મહત્વપૂર્ણ આગાહી કરી છે. , IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સીસ્ટમ જનરેટ થાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની પણ શકયતાઓ રહેલી છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિના માં આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

બંગાળની ખાડી પર ચક્રવાત

IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના રહેલી છે. આ અંગે IMD ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતુ કે, કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. અપડેટ્સ નિયમિતપણે આપવામા આવશે. તે જ આગાહી પછી Mocha cyclone અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ નો સામનો કરવા તૈયાર રહેવા આદેશ કર્યા છે.

यह भी पढे:  Mocha cyclone Live: મોચા વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ, ક્યાં પહોંચ્યુ મોચા વાવાઝોડું ,ક્યા થશે અસર જુઓ

આ પણ વાંચો: અંબાલાલ પટેલની કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહિ

ક્યા વિસ્તારોમા થશે અસર ?

Mocha cyclone અસરોની વાત કરીએ તો પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી અસર થવાની સંભાવના હાલ દેખાઇ રહિ છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મે મહિના ના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની અસર થશે તેવી આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશરની સીસ્ટમ બનવાની શકયતા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શકયતા રહેલી છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થાય તેવી સંભાવના રહેલી છે.

મોચા નામ કઇ રીતે પડયુ ?

વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા સાયક્લોન અંગે નામકરણ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. નામકરણ પદ્ધતિ હેઠળ ઓફીસીયલ રીતે પુષ્ટિ કરવામાં આવે તો ચક્રવાતનું નામ “મોચા’ Mocha cyclone હશે. યમન દેશે આ ચક્રવાતનું નામ આપ્યુ છે જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે તૈયાર રહેવા જણાવ્યું હતું.

અંબાલાલ પટેલની આગાહિ

હવામાન નિષ્ણાંત શ્રી આંબાલાલ પટેલ એ આગાહિ કરતા જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં તારીખ 10 થી 18 મે આ બન્ને તારીખ વચ્ચે ખુબ મોટું ચક્રવાત થવાની શકયતા છે. તો તારીખ 25 મે થી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત આવવાની સંભાવના રહેલી છે. તેના કારણે દરિયાના કિનારાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

શું હશે ઝડપ?

  • બંગાળની ખાડીની આસપાસ વાવાઝોડું આવવાની શકયતાઓ છે.
  • IMDએ CYCLONE MOCHA અંગે કરી મોટી આગાહી
  • 5 દિવસ સુધી સુરક્ષિત સ્થળો પર લોકોને રહેવા આપવામાં આવી નોટિસ
यह भी पढे:  વરસાદ આગાહિ: ટીટોડી, મોર, અખાત્રીજ પવન, હોળી ઝાળ પરથી કઇ રીતે કરવામા આવશે છે વરસાદની આગાહિ, અંબાલાલે જણાવી માહિતી

હવામાન વિભાગ આગાહિ કરવામા આવી છે કે બંગાળની ખાડીનાં આસપાસનાં વિસ્તારોમાં 8 મે થી 12 મે દરમિયાન મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. તો સીમાવર્તી વિસ્તારોમાં 8 થી 11 મે દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સિવાય 10 મે નાં અંદમાન-નિકોબાર દ્વીપસમૂહોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શકયતાઓ છે. આ દિવસો દરમિયાન ઝડપભેર પવન પણ ફૂંકાઈ શકે છે.

7 તારીખની દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન-નિકોબાર તેમજ અંદમાન સાગરની આસપાસનાં વિસ્તારોમાં પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી લઈને 60 કિ.મી પ્રતિ કલાક સુધી ની રહેવાની શકયતાઓ છે. હવાની ઝડપ 9 મે સુધી વધીને 70 કિમી પ્રતિ કલાક સુધી થવાની સંભાવના છે. 10 તારીખથી બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

અગત્યની લીંક

વાવાઝોડાનું સ્ટેટસ જોવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Mocha cyclone
Mocha cyclone

FaQ’s

આ સાયક્લોનનુ નામ શું આપવામા આવ્યુ છે ?

Mocha cyclone

મોચા સાયકલોન ક્યારે આવવાની શકયતા છે ?

મે મહિનામા


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “Mocha cyclone: આવી રહ્યુ છે મોચા વાવાઝોડુ, ક્યારે આવશે અને ક્યા આવશે; શું કરી હવામાન વિભાગે આગાહિ”

Leave a Comment

error: Content is protected !!