વરસાદ ચોથો રાઉન્ડ આગાહિ: અંબાલાલ ની વરસાદની આગાહિ: : રાજયમા વરસાદ ખેંચાયા બાદ હાલ ખેતીમ અપાક પિયત પર ચાલે છે. ત્યારે ખેડૂતો હવે વરસાદનો 1 રાઉન્ડ આવી જાય તો ખેતીના પાકને જીવતદાન મળી જાય તેવુ ઇચ્છી રહ્યા છે. મેઘરાજાએ છેલ્લા દોઢેક મહિનાથી સંપૂર્ણ વિદાઇ લીધી છે. ત્યારે સપ્ટેમ્બરમા સારો વરસાદ થશે તેવી આગાહિ સામે આવી રહિ છે.
વરસાદ ચોથો રાઉન્ડ આગાહિ
બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદ ના બીજા અને ત્રીજા રાઉન્ડ મા જળાશયો છલકી ગયા હતા. તેને લીધે હાલ ઘણા સમયથી વરસાદ ન આવવા છતા આ જળાશયોના પાણી પર ખેતીનો પાક ટકયો છે. ત્યારે હવે આ જળાશયો ના પાણી પણ ખાલી થવા આવ્યા છે. ત્યારે ખેડૂતમિત્રો હવે સપ્ટેમ્બર મા વરસાદની આશા રાખીને બેઠા છે. ત્યારે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંતો સપ્ટેમ્બર ના બીજા સપ્તાહમા સારો વરસાદ થશે તેવી આગાહિ કરી રહ્યા છે.
ગુજરાતમાં જુન જુલાઇ માસમા સારો એવો સાર્વત્રિક વરસાદ થઈ ચુક્યો છે. પરંતુ હાલ તો લોકો વરસાદ વિના બફારા, તાપ અને ગરમીથી અકળાઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં દરેકનો એક જ સવાલ છે કે હવે ક્યારે આવશે વરસાદ? જાણો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે શું આગાહી કરી
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો માટે સરકારની 2 મોટી જાહેરાત, 10 કલાક વિજળી અને નર્મદામાથી મળશે પાણી
હવામાન અને વરસાદની આગાહિ અંગે ખૂબ જ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હજુ ચોમાસાની સિઝન ગઈ નથી. હજુ તો સારો એવો વરસાદ વરસવાનો બાકી છે. લોકો વરસાદના ચોથા રાઉન્ડની લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યાં છે તેમની આતુરતાનો હવે અંત આવશે. નવા મહિનાથી એટલેકે, સપ્ટેમ્બર માસમાં વરસાદ ફરી ધોધમાર બેટિંગ કરશે. જોકે, લોકોએ વરસાદ માટે લોકોએ હજુ થોડા દિવસો સુધી રાહ જોવી પડશે.
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી જોઇએ તો હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હજુ વરસાદ માટે થોડા દિવસનો સમય લાગી શકે છે. અલ નીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિઘ્ન બની ગયું છે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા દેખાતી નથી. જોકે, સપ્ટેમ્બરમાં વરસાદી માહોલ જામે તેવી સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: BMI Calculator: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, કેટલો છે તમારો BMI
અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ વરસી શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ આવવાની શકયતાઓ દેખાઇ રહી છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની રહી છે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના રહેલી છે. 4 થી 10 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ વરસાદી સિસ્ટમ સર્જાશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઇ રહી છે. જેના કારણે આંધ્ર ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની પુરી શક્યતા રહેલી છે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહિ કરવામા આવી છે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.
ક્યા વિસ્તારોમા પડશે વરસાદ ?
ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસે તેવી શકયતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. પંચમહાલ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર ના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓમા સારો વરસાદ પડે તેવી શકયતાઓ રહેલી છે. હવામાન નિષ્ણાંતો ના મત મુજબ આ વરસાદનું વહન ઘણું સારું રહેશે. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે દેશના પૂર્વના ભાગો મા પુરની પરિસ્થિતિ સર્જાય તેવુ પણ બની શકે છે.
સપ્ટેમ્બરના પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. જ્યારે 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેલી છે. બંગાળાના ઉપસાગરમાં એક પછી એક મજબૂત વરસાદી સિસ્ટમ બની રહી છે. દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબક્કામા વરસાદ થોડો ઓછો રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરથી ગરમી નુ પ્રમાણ વધશે.
અગત્યની લીંક
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
1 thought on “વરસાદ ચોથો રાઉન્ડ આગાહિ: જન્માષ્ટમી પર જમાવટ કરશે મેઘરાજા, હવામાન નિષ્ણાંતોની આગાહિ”