Chandipura Virus: ચાંદીપુરા વાઇરસ: ચાંદીપુરા વાઇરસના લક્ષણો: સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં કોરોના વાઇરસના ભરડામાં આવી ગયા હતા. જેમાં લખો લોકોના મૃત્યુ થયા હતા. અને વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. પણ હવે આ વાઇરસના લક્ષણો ઓછા થયા છે તેમજ લોકોએ તેના માટે વેક્સિન પણ લીધેલી હતી. પરંતુ તાજેતરમાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં એક નવા વાઇરસની એન્ટ્રી થઈ છે જેનું નામ છે Chandipura Virus. આ વાઇરસ ફેલાતાની સાથે જ ગુજરાતમાં 4 બાળકોના મોત થયા છે. અને વધુ 2 બાળકો સારવાર હેઠળ છે જેને પગલે લોકોમાં ફફળાટ જોવા મળી રહ્યો છે. આવુઓ જોઈએ તેના વિશેની વધુ માહિતી તેમજ તેના લક્ષણો.
Chandipura Virus
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રમ્હા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાઇરસે દેખાળો દીધો છે. અને તેનું નામ છે ચાંદીપુરા વાઇરસ. અને તાજેતરમાં આ વાઇરસને લીધે ગુજરાતમાં 4 બાળકોના મોત નિપજ્યાં છે. તેમજ 2 સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે સહાય કીટ
ચાંદીપુરા વાઇરસના લક્ષણો
ચાંદીપુરાના લક્ષણો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
- તાવ આવવો
- ફ્લૂ અને અતિ એન્સેફાલીટીસ (મગજની બળતરા)
- સેન્ડફ્લાય (માખીઓ)
- આ વાઇરસ મચ્છર તેમજ લોહી ચૂસનારા જીવાતથી થાય છે.
આ બાળકોને લક્ષણો જોવા મળ્યા
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ 6 એય બાળકોના લોહીના સેમ્પલ પૂના લેબોરેટરીએ મોકલવામાં આવ્યા હતા. અને પરિણામની રાહ જોવાઈ રહી છે. અને 10 જુલાઇના રોજ 4 બાળકોના મોત થયા છે. તેમજ હોસ્પિટલમાં દાખલ અન્ય 2 બાળકોમાં પણ સરખા જ લક્ષણો જોવા મળ્યા છે. મોત થયેલા બાળકોમાં 1 બાળક સાબરકાંઠાનો તેમજ અન્ય 2 બાળકો અરવલ્લીના અને એક બાળક રાજસ્થાનનું છે. તેમજ અન્ય બે બાળકો જે સારવાર હેઠળ છે તે બંને બાળકો રાજસ્થાનના છે.
આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની નવી યોજના શરૂ, શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય
જંતુઓનો નાસ કરવાનું શરૂ
આ વાઇરસ વિવિધ જંતુઓ જેવા કે મચ્છર, સેન્ડફ્લાય (માખીઓ), તેમજ અન્ય લોહી ચૂસતા હોય તેવા તમામ જંતુઓનો નાસ કરવાનું તંત્ર દ્વારા શરૂ કરાયું છે તેમજ લોકોને પણ અપીલ કરવાં આવી છે કે પોતાના ઘરમાં આવા જંતુઓના નાસ માટે વિવિધ પ્રયત્નો હાથ ધરે. જેથી કરીને આ વાઇરસ ફેલાતો અટકી જાય. અને આવા જંતુઓથી દૂર રહેવા જણાવાયું છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “Chandipura Virus: સાવધાન આ જંતુએ ગુજરાતમાં ફેલાવ્યો મૃત્યુ પામે તેવો વાઇરસ, અત્યાર સુધી 4 ના મોત; જાણો તેના લક્ષણો”