IPO Tricks: નથી લાગતો એક પણ IPO, તો આ રહિ ટીપ્સ; અજમાવી જુઓ

IPO Tricks: IPO 2024: આજકાલ બધા શેરમાર્કેટ મા રોકાણ કરે કે ન કરે પરંતુ ડીમેટ એકાઉન્ટ ધરાવતા તમામ લોકો IPO ભરતા જ હોય છે. IPO એ શેરમાર્કેટ મા ટૂંકાગાળામા પૈસા કમાવાની એક રીત બની ગયુ છે. એમા પણ TATA IPO જે લોકો ને લાગ્યા હતા તેમના પૈસા રાતોરાત 2 ગણા થઇ ગયા હતા. પરંતુ IPO ખૂબ જ ઓછા લોકોને લાગતા હોય છે. ચાલો જાણીએ કઇ ટેકનીક ફોલો કરવાથી IPO લાગવાના ચાન્સ વધી જાય છે.

IPO Tricks

જ્યારે કોઈપણ કેટેગરી માટે અનામત રાખેલા શેર તેના નિયત ક્વોટા કરતા વધુ થાય છે, ત્યારે તે સ્વાભાવિક છે કે દરેકને આ શેર એલોટ થતા નથી. જ્યારે અનામત ભાગ ઓવરસબ્સ્ક્રાઇબ નથી થતો તો આ IPO માટે સબસ્ક્રાઇબ કરેલ તમામ અરજદારોને ઓછામાં ઓછો એક લોટ એલોટ કરવામા આવે છે. ઓવરસબ્સ્ક્રાઇબ થવા પર, કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમ દ્વારા રેન્ડમાઇઝેશન ડ્રો દ્વારા શેરની ફાળવણી કરવામાં આવે છે.

કોઇપણ IPO ભરતા પહેલા અને તેમા નાણાંનું રોકાણ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. જો તમે કેટલીક મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખીને IPO માટે એપ્લાય કરતા હોય, તો તમારી ફાળવણી કરાયેલા શેર્સ મેળવવાની તકો વધી જતી હોય છે. આજે અમે તમને તે પાંચ ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ અનુભવી રોકાણકારો કરતા હોય છે.

  • કંપનીના IPO માટે નિર્ધારિત કરવામા આવેલ પ્રાઇસ બેન્ડના લો પાઇઝ બેન્ડ પર એપ્લાય કરો. આનાથી IPO એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જાય છે. ધારો કે IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 95-100 છે. હવે જે રોકાણકારો 100 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ પર IPO બિડ કરે છે તેઓને શેરની ફાળવણીની તકો વધી જતી હોય છે.
  • IPO સબસ્ક્રાઇબ કરતી વખતે તે મેળવવાના ચાંસીસ વધારવાની તકો એક રીત છે કે તમારે એક કરતાં વધુ ડીમેટ એકાઉન્ટ માથી અરજી કરવી જોઇએ. એક ખાતામાંથી મહત્તમ બિડ સાથે IPO માટે અરજી નહીં કરવી જોઈએ. તેના બદલે વિવિધ ખાતાઓમાંથી IPO સબસ્ક્રાઇબ કરો. ઓવરસબસ્ક્રાઇબ્ડ IPO ના કિસ્સામાં, આ કરવું વધુ એકાઉન્ટ માથી અરજી કરી હોય તો એલોટમેન્ટ થવાની શકયતાઓ વધી જાય છે.
  • SEBI નાનિયમો અનુસાર, રૂ. 2 લાખથી ઓછી કિંમતની રિટેલ એપ્લિકેશન પરની તમામ અરજીઓને એકસરખી ગણવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં, ઓવરસબ્સ્ક્રાઇબ થવાની શક્યતા વધુ હોય તેવા IPOમાં મોટી બિડ લગાવવાને બદલે, અલગ અલગ એકાઉન્ટ્સ દ્વારા લઘુત્તમ બિડ મૂકવી જોઈએ.
  • કોઇ પણ IPO માટે એપ્લાય કરવા માટે બીનજરૂરી ઉતાવળ કરવી ન જોઇએ. રોકાણકારે રકમ, નામ, ડીપી આઈડી, બેંક વિગતો જેવી ડીટેઇલ યોગ્ય રીતે ભરવી જોઈએ. આમ કરવાથી, ટેકનીકલી તમારી અરજી રીજેકટ થવાનુ જોખમ નિવારી શકાય છે. અને તમે IPO શેર મેળવવાની દોડમાં રહેશો.
  • તમારા ડીમેટ ખાતામાં જે કંપનીનો IPO હોય તેની પેરેન્ટ કંપનીનો ઓછામાં ઓછો એક શેર રાખવાથી રોકાણકાર શેરહોલ્ડર કેટેગરી મા અરજી કરવા માટે હકદાર બને છે. જો કે, આ ફક્ત ત્યારે જ લાગુ થશે જ્યાં IPO લાવનાર કંપનીની પેરેન્ટ અથવા હોલ્ડિંગ કંપની પહેલેથી જ માર્કેટમાં લિસ્ટેડ થયેલી હોય. જો તે કંપનીએ તેના શેરધારકો માટે IPOમાં થોડો હિસ્સો અનામત રાખેલ હોય, તો શક્યતાઓ વધી જાય છે. ટાટા ટેક આઈપીઓની જેમ, અમુક ભાગ ટાટા મોટર્સના શેરધારકો માટે આરક્ષિત રાખવામા આવ્યા હતા.
  • કોઇપણ IPO માટે અરજી કરતા પહેલા તેનો GPM, કંંપનીના ફંડામેન્ટલ જેવી બાબતો અચૂક ચેક કરી લેવી જોઇએ. ત્યારબાદ જ તે IPO માટે અરજી કરવી જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ એક્સપર્ટની સલાહ લઈને પોતાની જ્વાબદારી પર કરવી)

Leave a Comment

error: Content is protected !!