અંબાલાલ ની આગાહિ: રાજયમા ડિસેમ્બર મહિનો પુરો થવાને આરે હોવા છતા હજુ જોઇએ તેવી ઠંડી નથી પડી રહિ. ગુજરાતમાં આ વર્ષે હજુ જોઇએ તેવી ઠંડી પડી નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી સામે આવી છે. જેમા તમણે જાન્યુઆરીમાં ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે તેવી આગાહિ વ્યકત કરી છે. જેના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા પણ દર્શાવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરુઆતમાં અરબ સાગરમા લો પ્રેશર સર્જાય તેવી શકયતાઓ રહેલી છે. આ સિસ્ટમ મજબુત બનશે. અને બંગાળના ઉપસાગરમા પણ લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે.
અંબાલાલ ની આગાહિ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમા ગુજરાત મા કેવુ હવામાન રહેશે તે અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે જેના કારણે ડિસેમ્બરના અંતમા અને જાન્યુઆરી ની શરૂઆતમા ઠંડીનો ચમકારો વધશે. પરંતુ અરબ સાગરમા ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરુઆતમા અરબ સાગરમા એક લો પ્રેશર બની રહ્યુ છે. આ સિસ્ટમ મજબુત બનશે. અને બંગાળના ઉપસાગરમા પણ લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ છે કે, 1 થી 5 જાન્યુઆરી વચ્ચે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાશે. 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ને કારણે ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમા હવામાનમાં પલટો આવશે. 7 થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેલી છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં આગાહિ કરતા જણાવ્યુ છે કે, 10 અને 11 જાન્યુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. તેના કારણે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહિ કરવામા આવી છે.
વધુમા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણના દિવસની હવામાન નીઆગાહી કરતા જણાવ્યુ છે કે, તે દિવસે પવનની ગતિ સાધારણ રહે તેવી શકયતાઓ છે. તે દિવસે સવારે પવન રહેશે અને બપોર બાદ થોડો પવન મંદ પડી જશે. બપોર પછી ફરી પવનની ગતિ રહેશે. રાતે પવનની ગતિ સાધારણ રહે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. કારણ કે, કુંભ રાશિમાં યોગો થઇ રહ્યા છે. એટલે પવનની ગતિ એકંદરે સાધારણ રહે તેવી સંભાવના છે. વાસી ઉત્તરાયણ અને તે પછી 16 અને 17 જાન્યુઆરીના પવનની ગતિ થોડી તેજ રહેશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
