વાવાઝોડુ મિચોંગ: આવી રહ્યુ છે વાવાઝોડુ મિચોંગ, ભારે વરસાદ સાથે આ રાજયોમા આપવામા આવી ચેતવણી

વાવાઝોડુ મિચોંગ: Cyclone Michaung: બંગાળાની ખાડીમા સર્જાયેલા લો પ્રેશરને કારણે ચક્રવાત મિચોંગ સર્જાયુ છે. જેને લીધે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમા ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી આપવામા આવી છે. તો ખરાબ હવામાન ને લીધે તમિલનાડુ મા શાળાઓમા રજાઓ જાહેર કરવામા આવી છે.

વાવાઝોડુ મિચોંગ

  • મિચોંગ વાવાઝોડા નો ખતરો વધી રહ્યો છે.
  • ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામા આવી છે.
  • ખરાબ હવામાન વચ્ચે તમિલનાડુ મા રજા જાહેર કરવામા આવી છે.
  • આજે તમિલનાડુ ના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતા

ભારતીય હવામાન વિભાગે ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને સોમવારે તમિલનાડુ ના વિવિધ વિસ્તારો અને પોંડીચેરીમા ઘણી જગ્યાએ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. આ ચેતવણી તિરુવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ્ટાઈ, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ, તંજાવુર, ધર્મપુરી, કૃષ્ણાગીરી , કલ્લાકુરિચી, વેલ્લોર,અરિયાલુર, પેરામ્બલુર, તિરુપત્તુર, અને તમિલના પુચ્છેડુ જિલ્લાઓ માટે જારી કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહિ

વાવાઝોડાની સાથે સાથે તમિલનાડુ ના વિવિધ જિલ્લાઓમા હવામાન વિભાગે ભારે વરસાદ પડવાની પણ આગાહિ આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ માહિતી આપતા જણાવ્યું હતું કે બચાવ ટીમોએ સોમવારે રાત્રે ચેન્નાઈમાં ભારે વરસાદ થવાને કારણે ગંભીર પાણી ભરાવાને કારણે પેરુંગાલથુર નજીક પીરકંકરણાઈ અને તાંબરમ વિસ્તારમાંથી લગભગ 15 લોકોને બચાવ્યા હતા ચક્રવાત મિચોંગને કારણે આગામી દિવસોમાં સમગ્ર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ખરાબ હવામાન ને લીધે તમિલનાડુની શાળાઓમા રજા જાહેર કરવામાં આવી છે.

Cyclone Michaung Live Status

ચક્રવાત મિચોંગ નો રૂટ જોઇએ તો 4 ડિસેમ્બરની બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં પહોંચે તેવી શકયતાઓ દર્શાવાઇ રહી છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, તે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની ખૂબ જ શકયતાઓ રહેલી છે. ત્યારપછી તે ઉત્તર તરફ લગભગ સમાંતર રીતે આગળ વધશે અને 5 ડિસેમ્બરની બપોર દરમિયાન દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા અને નેલ્લોર અને નેલ્લોરની નજીક ના વિસ્તારોમા અસર કરશે. દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે માછલીપટ્ટનમની વચ્ચે એક ગંભીર ચક્રવાત પસાર થશે, જેને લીધે મહત્તમ ઝડપ 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપેથી 110 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઇ તેવી શકયતાઓ છે.

સંભવિત આ વાવાઝોડાની અસર ને લીધે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામ આવી છે. આ માટે બચાવ કામગીરી માટે બચાવ ટૂકડીઓ તૈનાત કરવામા આવી છે તો લોકોનુ સલામત જગ્યાએ સ્થળાંત કરવામા આવ્યુ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
વાવાઝોડુ મિચોંગ
વાવાઝોડુ મિચોંગ

1 thought on “વાવાઝોડુ મિચોંગ: આવી રહ્યુ છે વાવાઝોડુ મિચોંગ, ભારે વરસાદ સાથે આ રાજયોમા આપવામા આવી ચેતવણી”

Leave a Comment

error: Content is protected !!