અંબાલાલની વરસાદ આગાહિ: ઓગષ્ટ તો કોરોધાકોર ગયો, હવે સપ્ટેમ્બર મા શું થશે ? શું છે હવામાન નિષ્ણાંતોની આગાહિ

અંબાલાલની વરસાદ આગાહિ: હવામાન વિભાગ આગાહિ: રાજયમા છેલ્લા દોઢેક મહિનાથી વરસાદે વિદાય લીધી છે. ત્યારે હવે જન્માષ્ટમી બાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો ની વરસાદની આગાહિ હોઇ ખેડૂતોમા વરસાદ આવવાની આશા જાગી છે. ઉપરાંત આજથી રાજયના અમુક વિસ્તારોમા ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થઇ છે. એવામા હવામાન નિષ્ણાંત અંબાલાલ ની પણ વરસાદ બાબતે આગાહિ સામે આવી છે.

અંબાલાલની વરસાદ આગાહિ

  • રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ ની છે આગાહિ  
  • હવામાન વિભાગે કરી વરસાદ ની આગાહી 
  • આજે છે 23 તાલુકાઓ માં વરસાદની આગાહી 
  • હળવા વરસાદી ઝાપટાની હવામાન વિભાગની આગાહી  
  • અંબાલાલ પટેલની આગાહી અનુસાર 13 સપ્ટેમ્બર સુધી સિસ્ટમ સક્રિય રહેશે
  • ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે ગુજરાતમાં વરસાદની અંબાલાલ ની આગાહિ
  • 22 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં વરસાદ નુ જોર વધશે.
  • બંગાળ અને અરબ સાગરમા સ્ર્જાયેલી સિસ્ટમથી વરસાદ આવશે

આ પણ વાંચો: પરેશ ગોસ્વામી ની આગાહિ: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ની તોફાની વરસાદની આગાહિ, 12 તારીખ સુધી પડશે સારો વરસાદ

રાજયના ખેડૂતમિત્રો માટે સારા સમાચાર એ છે કે, રાજ્યમાં સાતથી આઠ તારીખમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શકયતાઓ રહેલી છે અને કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, તારીખ 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે. જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરનાર છે. હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા ઝાપટાં પડવાની શક્યતાઓ છે.

વરસાદ ક્યારે આવશે તે સવાલ ખેડૂતો સહિત દરેકને મુંઝવી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ વરસાદ અંગે શું કહી રહ્યાં છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ અને શું છે હવામાન વિભાગ ની આગાહિ. સપ્ટેમ્બર માસમાં વરસાદની બેક ટુ બેક સિસ્ટમ બનનાર છે. લો-પ્રેશરનાં કારણે બંગાળની ખાડીમાં ગજબની સ્થિતિ સર્જાશે. 10 થી 14 તારીખે અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થનાર છે. અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદ લંબાઇ શકે છે. 20 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે અને જેને લીધે ગુજરાતમા ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ આવવાની શકયતાઓ છે.

यह भी पढे:  વરસાદ આગાહિ 2023: અંબાલાલની 2023 ની વરસાદની આગાહિ, નવરાત્રીમા વરસાદ પડશે કે નહિ; આખા વર્ષની વરસાદની તારીખો

આ પણ વાંચો: Happy Janmashtami photo Frame: જન્માષ્ટમી ની શુભકામના પાઠવવા તમારૂ અને તમારા પરિવારના ફોટોવાળુ કાર્ડ બનાવો ઓનલાઇન, કોઇ એપ ડાઉનલોડ કર્યા વગર

ઓગસ્ટ મહિનામાં ઉનાળા જેવી આકરી ગરમી લોકોએ સહન કરી હતી. સપ્ટેમ્બરમાં લોકોને તેનાથી ઘણી રાહત મળી હતી. દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય બની રહ્યુ છે, જેના કારણે આજે મધ્યપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહિ કરવામા આવી છે. તેજ પવન સાથે વીજળી અને વરસાદની સંભાવનાને હોવાથી બિહારના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં આજે વીજળી પડવાની શકયતાઓ છે ત્યાંના લોકોને અગાઉથી જ ચેતવણી આપવામાં આવી રહી છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆર સહિત પંજાબ, હરિયાણામાં હાલ વરસાદની કોઇ આગાહિ નથી, અહીંના લોકોએ વરસાદની રાહ જોવી પડી શકે છે. અહીં પવન ફૂંકાઈ રહ્યો છે અને આકાશ પણ વાદળછાયું વાતાવરણ છે. પરંતુ IMD અનુસાર, 7-8 સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થવાની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગ આગાહિ

ગુજરાતમાં આજે 23 તાલુકાઓમાં છે વરસાદની આગાહી.
હવામાન વિભાગ દ્વારા આજે આ જિલ્લાઓમા વરસાદની આગાહિ કરવામા આવી છે. જેમા અરવલ્લી, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગ જિલ્લાઓમ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્રારકા, ગીરસોમનાથ અને કચ્છમાં જિલ્લાઓમા પણ વરસાદી ઝાપટા પડે તેવી આગાહિ કરવામા આવી છે.

હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં વરસાદની આગાહિ કરવામા આવી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદ જિલ્લાઓમામાં વરસાદની આગાહી કરવામા આવી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
અંબાલાલની વરસાદ આગાહિ
અંબાલાલની વરસાદ આગાહિ

1 thought on “અંબાલાલની વરસાદ આગાહિ: ઓગષ્ટ તો કોરોધાકોર ગયો, હવે સપ્ટેમ્બર મા શું થશે ? શું છે હવામાન નિષ્ણાંતોની આગાહિ”

Leave a Comment

error: Content is protected !!