અંબાલાલ ની વરસાદની આગાહિ: આ તારીખોમા મેઘરાજા બોલાવશે બઘડાટી, નોંધી લો વરસાદની તારીખો

અંબાલાલ ની વરસાદની આગાહિ: રાજ્યમા બિપોરજોય વાવાઝોડાની અસર પુરી થઇ ગઇ છે અને ઘણી જગ્યાએ સારો વરસાદ પણ પડયો છે. એવામા ખેડૂતો હવે આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે અને ક્યારે વરસાદ વરસવાનો છે તેની રાહ જોઇ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસા અંગે આગાહિ સામે આવી રહિ છે. ચાલો જાણીએ અંબાલાલ ની આગાહિ મુજબ ક્યારે વરસાદ પડવાનો છે અને આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે ?

અંબાલાલ ની વરસાદની આગાહિ

  • રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન ભારે વરસાદ પડવાની શક્યતા
  • દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની આગાહિ
  • આ ચોમાસામાં પાણીની તંગીનુ સમાધાન થશે
  • બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થવાની શકયતા

રાજ્યમાં આ વર્ષે વરસાદ કેવો પડશે અને ચોમાસુ એક્વુ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ દરમિયાન હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: 11 Tips For CNG Car: ઉનાળામાં CNG કાર હોય તો આ સાવચેતી જરૂરી છે.

અંબાલાલ પટેલે આગાહિ કરતા કહ્યું કે, જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ વરસવાનો છે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી દેખાઇ રહિ છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈ ક્યારે વરસાદ વરસવાના યોગ છે તે બાબતે આગાહી કરી છે. નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદ ની શકયતાઓને લઈ આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહિ

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યુ છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આ સાથે ઉત્તર ગુજરાતના પવનની ગતી 41 થી 61 કિમી જેટલી રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડુ સહાય: વાવાઝોડામા અસરગ્રસ્ત જિલ્લાઓમા મળશે કેશ ડોલ સહાય, વ્યકતિદિઠ કેટલી મળશે સહાય ?

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે. ગાંધીનગર અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે.

સૌરાષ્ટ્રમા આગાહિ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામા આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે. જેમાં દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની શકય્તાઓ છે તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ થવાની આગાહિ છે. દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
અંબાલાલ ની વરસાદની આગાહિ
અંબાલાલ ની વરસાદની આગાહિ

Leave a Comment

error: Content is protected !!