DaL Bati Recipe: દાલ બાટી રેસિપી: રાજસ્થાનની ઘણી ખાણી પીણીની વાનગીઓ પ્રખ્યાત છે. પરંતુ રાજ્સ્થાની દાલ બાટી આખા વિશ્વમા સુ પ્રસિધ્ધ છે. દાલ બાટી નો સ્વાદ જ કઇક અનોખો હોય છે. એમા પણ લોકો રાજસ્થાન જાય તો દાલ બાટી ખાવાનુ ચૂકતા નથી. હવે ઘરે પણ આપણે રાજસ્થાન જેવી ટેસ્ટી દાલ બાટી બનાવી શકીએ છીએ. આજે જાણીએ રાજસ્થાની દાલ બાટે કેમ બનાવવી ? દાલ બાટી બનાવવાની રેસિપી ગુજરાતી મા જોઇશુ આજે.
રાજસ્થાની દાલ બાટી
આ એક રાજસ્થાની સુપ્રસિધ્ધ વાનગી છે જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સામેલ છે. શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બનાવવામા આવે છે દાલ -બાટી.
આ વાનગી જ્યારે રજા હોય , ઘરે મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય તો આ એક ખૂબ જ સરળતાથી બનાવી શકાય તેવી અને સ્વાદિષ્ટ વાનગી છે. આજે DaL Bati Recipe જણાવીએ છે અને એક સ્પેશીયલ ભોજન તૈયાર કરીએ છે.
આ પણ વાંચો: ફણગાવેલા મગની ભેળ બનાવવાની રેસિપી
દાલ બાટી બનાવવા જરૂરી સામગ્રી
દાલ બાટી બનાવવા નીચે મુજબની વ્સતુઓની જરૂર પડશે.
દાળ બનાવવા જરૂરી સામગ્રી
- મગદાળ
- અડદદાલ
- તુવેરદાળ
- મસુરદાળ
- ચણાદાળ
- હળદર
- સ્વાદ મુજબ મીઠુ
- 2-3 કપ પાણી
- 1 ચમચી તેલ
આ પણ વાંચો: દાબેલીની શોધ કોણે કરી ? જાણવા જેવી માહિતી
બાટીનો લોટ બનાવવા જરૂરી સામગ્રી
- ઘંઉનો લોટ દોઢ કપ
- સોજી અડધો કપ
- મીઠુ
- ઘી
- અજમો 1 ચમચી
- પાણી જરૂર મુજબ
DaL Bati Recipe દાળ બાટી બનાવવાની રેસિપી
બાટી બનાવવાની રીત
બાટી બનાવવાની રીત: બાટી બનાવવા માટે સૌ પ્રથમ લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી આ મિક્સ કરી દો. હૂંફાળા પાણીની સહાયતાથી લોટને રોટલીના લોટથી થોડું કડક બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવો. જેથી લોટ ફૂલીને સરખો સેટ થઈ જાય . 20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો. બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવો. હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા એટલે કે બાટી શેકવા માટે રાખો. આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો. જેથી વ્યવ્સથિત શેકાય અને ક્યાય દાઝ ન પડે. બાટી મા તીરાડ પડવા લાગશે અને બ્રાઉન રંગની થઈ જશે . શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો. હવે શેકેલી બાટીને વચ્ચેથી તોડીને તેમા ઘી માં ડુબાડીને કાઢી લો.
આ પણ વાંચો: ભરેલા મરચાના ભજીયા બનાવવાની રેસિપી
દાળ બનાવવાની રીત
સૌ પ્રથમ તુવેરની દાળને પાણીમાં નાંખીને તેમાં એક ચપટી જેટલી મેથી અને એક ચમચી જેટલી ચણાની દાળ નાંખી એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને બાફો. બાફ્યા બાદ વઘાર માટે ઘી ગરમ કરો એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાખી દેવુ. હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને હળદર ટેસ્ટ મુજબ નાંખવી. હળદર એટલા માટે કે તેને દાળમાં નાંખવાથી દાળનો રંગ સારો આવી શકે અને પિત્ત ન થાય. ધીમા તાપે વધાર થઇ ગયા પછી તેને ધીમા તાપે બે-પાંચ મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ દાળમાં જરૂર મુજબ ગોળ નાંખવો. આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, ગરમ મસાલો અને ધાણાજીરુ જરૂરીયાત મુજબ નાખી દેવુ.
દાલ બાટી ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે સ્વાદની સાથે સાથે આરોગ્ય માટે જરૂરી પોષક તત્વો પણ મળે છે. દાલ બાટી ને વધુ ટેસ્ટી બનાવવા સાથે ઘી, ચટણી,પાપડ,ડુંગળીનુ કચુંબર,છાશ વગેરે વાપરી શકાય.
દાલ બાટી એ ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક વાનગી છે. જે રાજસ્થાન મા ખૂબ જ ખવાય છે.
અગત્યની લીંક
દાલ બાટી બનાવવાની રીત વિડીયો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
દાલબાટી ક્યા વિસ્તારની પ્રખ્યાત છે ?
રાજસ્થાન
દાલબાટી મા દાળ કઇ હોય છે ?
દાલબાટી માટેની દાળ અડસ,તુવેર વગેરે દાળ મીક્સ કરીને બનાવવામા આવે છે.
2 thoughts on “DaL Bati Recipe: રાજસ્થાની દાલ બાટી બનાવવાની પરફેકટ રીત, ઘરે બનાવો રાજસ્થાન જેવી દાલ બાટી”