Sim Card Rules Change: આપણે સૌ કોઇ સિમ કાર્ડ વાપરતા જ હોઇએ છીએ. સિમ કાર્ડ બાબતે ઘણા ફ્રૌડ થતા હોય છે. આ ફ્રૌડ અટકાવવા માટે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી એટલે કે TRAI એ સિમકાર્ડ ના નિયમ બાબતે અગત્યનો સુધારો કર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર સિમ કાર્ડ બાબતે આ નવો નિયમ ફ્રોડ અટકાવવા માટે લાવવામાં આવ્યો છે. TRAI દ્વારા જાહેર કરાયેલો આ સિમ કાર્ડ માટેના નવો નિયમ 1 જુલાઈથી સમગ્ર દેશ મા લાગુ કરવામા આવશે. દરેક સિમકાર્ડ પ્રોવાઇડ કરતી કંપનીઓ માટે આ નિયમ લાગૂ પડશે. આ નિયમ દરેક સિમકાર્ડ વપરાશકર્તા પર અસર કરશે. તમારે પણ આ નિયમ બાબતે ખાસ જાણવુ જોઇએ.
Sim Card Rules Change
દરેક મોબાઇલ ધારકો માટે ઉપયોગી સમાચાર આવી રહ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI એ સિમ કાર્ડને લઈને એક મહત્વનો નિયમ જાહેર કર્યો છે. TRAI ના આ નવા નિયમ થી સિમકાર્ડ યુઝર્સ ની સીકયુરીટી વધશે અને ફ્રૌડ થતા અટકશે. સિમકાર્ડ સાથે જોડાયેલો આ નિયમ 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે.
સિમ કાર્ડના નવા નિયમથી હાલ થતી ઓનલાઈન છેતરપિંડીની વધી રહેલી ઘટનાઓને રોકવામાં ઘણી ઉપયોગી થશે. કારણ કે TRAI દ્વારા સિમ સ્વેપને લગતા નિયમો મા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે તમારું સિમ સ્વેપ કરાવ્યુ હોય તો સિમ સ્વેપ કરાવ્યા બાદ તુરંત પોર્ટેબીલીટી નહિ કરાવી શકો. ઉલ્લેખનીય છે કે, જ્યારે સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તૂટી જાય ત્યારે સિમ સ્વેપ કરવામા આવે છે. સિમ સ્વેપ એટલે કે તમારૂ સિમ ખોવાઇ જાય કે તૂટી જાય અને તમે નવુ સિમ કઢાવો તેને સિમ સ્વેપ કહે છે. આવુ કર્યા બાદ તુરંત તમે તે સિમ અન્ય કંપની મા પોર્ટ નહિ કરાવી શકો.
ટેલીકોમ ઓથોરીટી TRAI દ્વારા છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ નિયમ મા ફેરફાર કરવામા આવેલ છે. નવો નિયમ સિમ છેતરપિંડી કરનારાઓને સિમ સ્વેપિંગ બાદ તુરંત સિમ પોર્ટ કરતા રોકશે.
સાયબર ફ્રોડના અવાર-નવાર અવનવા કિસ્સાઓ ધ્યાનમા આવતા હોય છે. એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં છેતરપિંડી કરનારા સિમ સ્વેપિંગ દ્વારા લોકોને ફ્રોડ નો શિકાર બનાવતા હોય છે. સિમ સ્વેપ કરવાથી તમામ ફોન કોલ્સ, મેસેજ અને OTP બીજા ફોન પર ટ્રાન્સફર થાય છે.સ્કેમર્સ મોબાઇલ ખોવાઈ જવાના બહાને એક નવું સિમ કાર્ડ લઈ લે છે પછી તેઓ તમારા નંબરનો OTP મેળવીને નાણાકીય ફ્રોડ કરતા હોય છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

3 thoughts on “Sim Card Rules Change: 1 જૂલાઇ થી બદલી જશે સિમ કાર્ડ સાથે જોડાયેલ આ નિયમ, શું થશે તેનાથી ફેરફાર”