Gold bill 1959: આટલુ સસ્તુ મળતુ હતુ સોનુ 1959 મા, સોશીયલ મિડીયામા બીલ થયુ વાયરલ

Gold bill 1959: સોનાનો ભાવ 1959: આજકાલ સોનાની કિંમતોમાં સતત વધારો-ઘટાડો થતો જાય છે. નવા વર્ષ ની શરુઆત મા જ સોનાનો ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયો છે. ઓગસ્ટ 2020 માં સોનાએ 56,200 રૂપિયાના ભાવની રેકોર્ડ બ્રેક સપાટી વટાવી હતી. બજાર સેશનમાં સોના નો ભાવ વધીને 55,581 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. આગામી સમયમાં સોનાનો ભાવ રૂ. 62000 સુધી જવાની શકયતાઓ રહેલી છે. એટલું જ નહીં, ચાંદીની કિંમત પણ 80,000 રૂપિયા પ્રતિ કિલોની સપાટી સુધી વધવાની શકયતાઓ રહેલી છે. પરંતુ શું તમે ક્યારેય અંદાજ લગાવ્યો છે કે આઝાદી સમયે કે પછી સોના ના ભાવ કેટલા હતા ? સોના નો ભાવ રોજ બરોજ વધતો જાય છે.

Gold bill 1959

થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા મા વર્ષો જુનુ રેસ્ટોરન્ટનું બિલ, બુલેટ મોટરસાઇકલનું બિલ અને વીજળી ના બીલ જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે Gold bill 1959 સોનાના દાગીનાનું 1959 નું બિલ સામે આવ્યુ છે. 63 વર્ષ જૂના આ બિલને જોતા ખ્યાલ આવે છે કે ખરીદનારે સોના અને ચાંદી બંનેના દાગીના ની ખરીદી કરેલી છે. છ દાયકાથી વધુ જૂના આ બિલને જોતાં અને તેમાં લખેલા સોના અને ચાંદીના ભાવ જાણવા માટે લોકો ખૂબ જ ઉત્સુક છે.

gold bill of 1959
gold bill of 1959

72 વર્ષ પહેલા સોનાનો ભાવ 99 રૂપિયા

આઝાદી પછી 1950 માં ભારતમા સોનાનો ભાવ 10 ગ્રામ ના 99 રૂપિયા હતો. તેના નવ વર્ષ બાદના બિલ પર નજર કરીએ તો ખબર પડે છે કે તે સમયે સોનું 113 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે હતું. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એક વર્ષ પછી સોનાનો ભાવ 112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોવાનું કહેવાય છે. 1970માં આ દર વધીને 184.50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો. ત્યારબાદ સતત સોનાનો ભાવ વધતો જ ગયો છે.

यह भी पढे:  Gold Price in 1963: 60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત

આ પણ વાંચો: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઇન

909 રૂપિયાનું કુલ બિલ

હાલ સોશીયલ મિડીયામા વાયરલ થઇ રહેલા 1959ના આ બિલમાં 621 રૂપિયા અને 251 રૂપિયાના સામાન ની ખરીદી નો ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય ચાંદીના 12 રૂપિયા અને અન્ય વસ્તુઓના 9 રૂપિયા છે. કુલ બિલ 909 રૂપિયા નુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ બિલ ખૂબ જ જુનુ હોવાથી તેની હાલત પણ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. આ બિલમાં ટેક્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તે સંપૂર્ણપણે હાથથી લખાયેલું છે.

આઝાદીથી લઇને અત્યાર સુધીના સોનાના ભાવ

આ ભાવ પ્રતિ ૧૦ ગ્રામના એટેલે જે ૧ તોલા ના છે.

વર્ષસોનાનો ભાવ (પ્રતિ ૧૦ ગ્રામ)
195099 રૂપિયા
1960112 રૂપિયા
1970184.5 રૂપિયા
19801330 રૂપિયા
19903200 રૂપિયા
20004400 રૂપિયા
201018,500 રૂપિયા
202056,200 રૂપિયા
202255000 રૂપિયા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Gold bill 1959
Gold bill 1959

1959 મા સોનાનો ભાવ શુંં હતો?

1959 મા સોનાનો ભાવ 10 ગ્રામના 113 રૂ. હતા

Leave a Comment

error: Content is protected !!