VMC Recruitment 2024: વડોદરા મહાનગર પાલીકા ભરતી: વડોદરા મહાનગર પાલીકા મા કરાર આધારીત અને આઉટ સોર્સ થી નિયત લાયકાત ધરાવતા અને આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે.VMC Recruitment 2024 ની જરૂરી વિગતો નીચે મુજબ છે.
VMC Recruitment 2024
| જોબ સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન |
| કુલ જગ્યા | ૭૩ |
| પોસ્ટ | વિવિધ |
| ભરતી પ્રકાર | કરાર આધારીત આઉટ સોર્સ |
| લાયકાત | પોસ્ટ મુજબ |
| ફોર્મ ભરવાની તારીખ | તા.13-3-2024 થી તા. 22-3-2024 |
| પગારધોરણ | પોસ્ટ મુજબ |
| અરજી મોડ | ઓનલાઇન |
| ઓફીસીયલ વેબસાઇટ | https://vmc.gov.in |
વડોદરા મહાનગર પાલીકા ભરતી
વડોદરા અને આસપાસના જિલ્લામાં રહેતા અને નોકરી વાંચ્છુક ઉમેદવારો માટે વડોદરા મહાનગર પાલીકા મા ભરતી આવેલી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 73 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામા આવ્યુ છે. ભરતી નોટિફિકેશન પ્રમાણે આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, કેસ રાઇટર, પટાવાળા, આયાબેન અને ડ્રેસરની જગ્યાઓ માટે ભરતી આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારો 22 માર્ચ સુધી ઓનલાઇન અરજીઓ કરી શકે છે.
આ પણ વાંચો: Sim Card Rules Change: 1 જૂલાઇ થી બદલી જશે સિમ કાર્ડ સાથે જોડાયેલ આ નિયમ, શું થશે તેનાથી ફેરફાર
VMC Recruitment 2024 જગ્યાઓ
વડોદરા મહાનગર પાલીકા મા નીચેની વિગતે વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.
060819 13 21 06કુલ જગ્યા73
| ક્રમ | જગ્યાનુ નામ | ખાલી જગ્યા |
| ૧ | આયુષ મેડીકલ ઓફિસર | 6 |
| ૨ | જુનિયર ક્લાર્ક | 8 |
| ૩ | કેસ રાઇટર | 19 |
| ૪ | પટાવાળા | 13 |
| ૫ | આયાબેન | 21 |
| ૬ | ડ્રેસર | 6 |
| કુલ જગ્યા | 73 |
આયુષ મેડિકલ ઓફિસર (કરાર આધારિત)
- લાયકાત: આ પોસ્ટ માટે અરજી કરવા માટે આયુર્વેદ અથવા હોમિયોપેથીમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઇએ.
- પગાર: આ પોસ્ટ માટે માસિક રૂ. 22000 ફીકસ પગાર આપવામા આવશે.
- વયમર્યાદા: આ પોસ્ટ માટે 58 વર્ષ થી વધુ અને નિવ્રુત થયેલા ઉમેદવારો અરજી કરતા નથી.
જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સિંગ)
- લાયકાત: આ પોસ્ટ માટે અરજી કરવા માટે કોઈપણ વિષયમાં સ્નાતક અને કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર કોર્સ કરેલો હોવો જોઇએ.
- અનુભવ: આ પોસ્ટ માટે MIS સિસ્ટમમાં 3 થી 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
- પગાર : આ પોસ્ટ માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ પગાર મળવાપાત્ર છે.
- વયમર્યાદા : આ પોસ્ટ માટે 58 વર્ષ થી વધુ અને નિવ્રુત થયેલા ઉમેદવારો અરજી કરતા નથી.
આ પણ વાંચો: Dekho Apna Desh: ભારતમા ફરવા લાયક બેસ્ટ સ્થળો માટે વોટ કરો, ટુરીઝમ વિભાગનુ સર્ટી. મેળવો
કેસ રાઈટર (આઉટ સોર્સિંગ)
- લાયકાત: આ પોસ્ટ માટે ધોરણ 12 પાસ ની લાયકાત નિયત કરવામા આવી છે.
- અનુભવ : આ પોસ્ટ માટે અરજી કરવા માટે આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઇએ.
- પગાર: ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ પગાર મળવાપાત્ર છે.
- વયમર્યાદા : આ પોસ્ટ માટે 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.
પટાવાળા (આઉટસોર્સિંગ)
- લાયકાત; આ પોસ્ટ માટે લઘુત્તમ 8મું ધોરણ પાસ, નિયત કરવામા આવેલ છે. પ્રાધાન્યમાં અંગ્રેજીમાં નિપુણતા ધરાવતા હોવા જોઇએ.
- પગાર: આ પોસ્ટ માટે શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ પગાર મળવાપાત્ર છે.
- વયમર્યાદા: આ પોસ્ટ માટે 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકસે નહિ.
આયાબેન (આઉટ સોર્સિંગ)
- લાયકાત: આ પોસ્ટ માટે લઘુત્તમ લાયકાત ચોથું ધોરણ પાસ નિયત કરવામા આવેલ છે.
- અનુભવ: આ પોસ્ટ માટે 3 વર્ષનો અનુભવ માંગવામા આવેલ છે.
- પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ પગાર મળવાપાત્ર છે.
- વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શક્સે નહિ.
ડ્રેસર – UCHC (આઉટ સોર્સિંગ)
- લાયકાત: આ પોસ્ટ માટે ધોરણ 7 પાસ ગુજરાતી શિક્ષિત હોવા જોઇએ.
- અનુભવ : આ પોસ્ટ માટે સમાન ક્ષેત્રમાં કામનો અનુભવ માંગવામા આવેલ છે.
- પગાર : આ પોસ્ટ માટે શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો અનુસાર પગાર મળવાપાત્ર છે.
- વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.
important Link
| ડીટેઇલ ભરતી નોટીફીકેશન | click here |
| ઓનલાઇન અરજી | click here |
| Home page | click here |
| jon whatsapp Group | click here |
