cyclone Michaung: વાવાઝોડુ માઇચોંગ: ગુજરાતમા જુન માસમા આવેલા વાવાઝોડા બિપોરજોય થી ઘણી તારાજી થઇ હતી. દ્વારકા, જામનગર અને ક્ચ્છ મા ઘણી નુકશાની થવા પામી હતી. ત્યારે બંગાળાની ખાડી મા વધુ એક વાવાઝોડુ સર્જાઇ રહ્યુ છે. આ ચક્રવાત ને માઇચોંગ નામ આપવામા આવ્યુ છે. હવામાન વિભાગે cyclone Michaung અંગે ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડુ માઇચોંગ ક્યારે ત્રાટકશે ? કયા લેન્ડફોલ થશે ? કેટલી પવનની ઝડપ હશે ? તેની અંગે હવામાન વિભાગની આગાહિ જોઇએ.
cyclone Michaung
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) ચક્રવાત માઈચૌંગની હાલની સ્થિતિ અંગે માહિતી આપી હતી. દક્ષિણ-પૂર્વ-અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી મા સર્જાયેલુ લો પ્રેશર છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તે 2 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થાય તેવી શક્યતા છે.
કેબિનેટ સચિવ ની અધ્યક્ષતામાં એનસીએમસીની આજે બેઠક મળી હતી જેમાં બંગાળની ખાડીમાં ઊભા થનારા ચક્રવાત માઇચોંગ (Cyclone Michaung) માટે રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોની તૈયારીઓ કેટલી કરવામા આવી છે તેની સમીક્ષા કરવામાં આવી. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) ચક્રવાત માઈચૌંગની હાલની લેટેસ્ટ સ્થિતિ અંગે જાણકારી આપી હતી.
દક્ષિણ-પૂર્વ-અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી મા સર્જાયેલુ દબાણ છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તે 2 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ તેવી શકયતા છે અને 3 ડિસેમ્બરની આજુબાજુ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તીત થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શકયતાઓ છે અને 4 ડિસેમ્બરની બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને આજુબાજુના ઉત્તરી તમિલનાડુ કાંઠાઓ સુધી પહોંચે તેવી શકયતા છે.
Thereafter, it would move nearly northwards almost parallel to south Andhra Pradesh coast and cross South Andhra Pradesh during forenoon of 5th December between Nellore and Machilipatnam as a Cyclonic Storm with a wind speed of 80-90 Kmph gusting to 100 Kmph. pic.twitter.com/yDcFR6R0ob
— India Meteorological Department (@Indiametdept) December 1, 2023
હવામાન વિભાગે આ ચક્રવાત અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે તે દક્ષિણ આંધ્ર પ્રદેશ તટના લગભગ સમાંતર ઉત્તર તરફ આગળ વધી શકે છે અને 5 ડિસેમ્બરની સવાર દરમિયાન નેલ્લોર અને મછલીપટ્ટમ વચ્ચે એક ચક્રવાતી તોફાન તરીકે દક્ષિણ આંધ્ર પ્રદેશને પાર કરે તેવી શકયતા રહેલી છે ત્યારે પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકથી લઈને 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શકયતા રહેલી છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અને ઓડિશાના મુખ્ય સચિવો અને પોંડીચેરી ના સચિવે ચક્રવાતના અંદાજિત રૂટમા જનતા અને સંપત્તિની સુરક્ષા માટે થઈ રહેલા ઉપાયો અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલી તૈયારીઓથી માહિતગાર કર્યા હતા.
ગુજરાત પર શું થશે અસર ?
આ ચક્રવાતની ગુજરાત પર અસર થાય તેવી સંભાવનાઓ નથી. પરંતુ આ ગાળામા ગુજરાતના વિવિધ વિસ્તારોમા વાદળછાયુ વાતાવરણ રહે તેવી અને કમોસમી વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે.
અગત્યની લીંક
| વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ મેપ પર | અહિંં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “cyclone Michaung: વધુ શક્તિશાળી બની રહ્યુ છે વાવાઝોડુ માઇચોંગ, ક્યા થશે અસર ? કેટલી હશે પવનની ઝડપ ?”