નવરાત્રી વરસાદ આગાહિ: અંબાલાલ પટેલ ની વરસાદ આગાહિ: રાજયમા અત્યાર સુધીમા સારો વરસાદ પડયો છે. જુલાઇ માસમા અનરાધાર વરસાદ પડયા બાદ 2 મહિના મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લીધો હતો ત્યારબાદ સપ્ટેમ્બર માસમા ફરીથી સાર્વત્રિક વરસાદ પડયો હતો. હવે ઓકટોબર મા નવરાત્રી અને વર્લ્ડ કપમા વરસાદ આવશે કે કેમ તેના પર ગરબા ના શોખીન લોકો અને ક્રિકેટ રસિકોની નજર મંડાયેલી છે. ત્યારે ચાલો જાણીએ આ બાબતે શું કહે છે હવામાન નિષ્ણાંંત અંબાલલ પટેલની આગાહિ.
નવરાત્રી વરસાદ આગાહિ
રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજયમા મોટાભાગના જિલ્લાઓમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહિ જોઇએ તો ઓક્ટોબર મહિનો ચક્રવાતનો રહેશે તેવી આગાહિ કરી છે. આ સાથે તેમણે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, આ ઓક્ટોબર મહિનો વર્ષ 2018ના એ દિવસો યાદ આવી શકે છે કે જ્યારે દેશમાં અલગ અલગ સમયે 7 મોટા ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા. અંબાલાલ પટેલના મતે 7 ઓક્ટોબર બાદ સર્જાનારા વાવાઝોડા વધુ ઘાતક રહી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડી શકે છે. મધ્ય ગુજરાતમાં 36 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શકયતા છે. 26 ઓક્ટોબર સુધી ગરમીમાં વધ-ઘટ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારમાં 38 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.
અંબાલાલ પટેલ ની વરસાદ આગાહિ
અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિના માટે હવામાન ની આગાહિ કરતા જણાવ્યું હતું કે, તારીખ 7 થી 14 ઓક્ટોબર સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ક્યાંકને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. તારીખ 12, 13 અને 14ના રોજ મોટાભાગના જિલ્લાઓમા વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. આ સાથે એમ પણ જણાવ્યુ કે, 10મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ઉલ્લેખનીય છે કે, ચિત્રા નક્ષત્રમાં જોરદાર તડકા પડતા હોય છે. જ્યારે હવાના દબાણને કારણે ક્યાંક વધુ વરસાદ પણ પડતો હોય છે.
આ પણ વાંચો: એલર્જીક શરદિ: આખું વર્ષ રહે છે એલર્જીક શરદિ ખાંસિ, કરો આ ઉપાય; મળશે રાહત
વરસાદ અંગે જણાવતા કહ્યુ હતુ કે, 10 થી 14 તારીખ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડશે તેવી સંભાવના પણ છે. ત્યાર બાદ 17મી ઓક્ટોબરના દિવસે દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની અને સાથે જ વરસાદી ઝાપટાં પડે તેવી પણ શકયતાઓ છે.
બીજી બાજુ તેમણે કહ્યું હતુ કે, નવેમ્બર મહિનામાં ઘાતક વાવાઝોડા સર્જાવાની સંભાવના છે. શિયાળા પર અલનીનોની અસર લાંબી રહે તેવી સંભાવના નહીંવત દેખાઇ રહી છે. 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષા થશે. ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બની રહ્યુ છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગર બાજુ આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં હલચલ મચાવે તેવી શકયતા છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાત સર્જાય તેવા એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની પણ શક્યતા છે. આ સિસ્ટમ 10 થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત બની શકે છે.
ચોમાસાની સતાવાર વિદાય
ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસાએ 8 દિવસ પહેલા લીધી સતાવાર વિદાઈ, રાજ્યમાં આગામી 8 દિવસ સુકુ હવામાન રહેવાની કરવામા આવી હવામાનની આગાહી.
- રાજ્યમાંથી ચોમાસાની થઇ સતાવાર વિદાઈ
- ચોમાસાએ 8 દિવસ પહેલા લીધી વિદાઈ
- 8 જૂનથી કેરલ માથી થઇ હતી ચોમાસાની શરૂઆત
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |