રામમંદિર મહોત્સવ: અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શાળાઓમા અડધા દિવસની રજા જાહેર

રામમંદિર મહોત્સવ: 22 જાન્યુઆરી એ અયોધ્યામા રામમંઇરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે સમગ્ર દેશવાસીઓમા દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ અડધા દિવસની રજા જાહેર કરવામા આવી છે. સાથે સાથે તમામ સરકારી કચેરીઓ મા પણ ગુજરાત સરકાર દ્વારા અડધા દિવસની રજા જાહેર કરવામા આવી છે.

રામમંદિર મહોત્સવ

22 જાન્યુઆરી સોમવાર ના રોજ અયોધ્યામા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશવાસીઓ આ અલૌકિક મહોત્સવ મા જોડાવા આતુર છે. સરકારી કર્મચારીઓ પણ આ મહોત્સવ મા જોડાઇ ને તેની ઉજવણી કરી શકે તે માટે ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તમામ સરકારી કચેરીઓ મા અડધા દિવસની રજા જાહેર કરવામા આવી છે.

સાથે સાથે શાળાઓમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ મહોત્સવમા જોડાઇને તેની ઉજવણી કરી શકે તે માટે શાળાઓમા અડધા દિવસની રજા જાહેર કરવામા આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી ને પરિપત્ર કરવામા આવ્યો છે.

રામમંદિર મહોત્સવ
રામમંદિર મહોત્સવ

ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરી એ અયોધ્યામા નવનિર્મિત ભવ્ય રામમંદિરમા ભગવાન શ્રીરામ લલા ની પ્રતિમા નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આ મહોત્સવ મા પીએમ નરેન્દ્ર મોદિ સહિત 8000 થી વધુ આમંત્રિત મહેમાનો હાજર રહેનાર છે. ત્યારે સમગ્ર દેશવાસીઓ આ અલૌકિક અને ઐતિહાસિક ક્ષણ ને ટીવી પર લાઇવ જોવા ઉત્સુક છે. ઉપરાંત ઘરે ઘરે ધજાઓ લહેરાવી અને દિવાઓ પ્રગટાવી ઉજવણી થનાર છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!