અંબાલાલ ની નવી આગાહી: અંબાલાલ વરસાદ આગાહિ: હાલ રાજયના તમામ જિલ્લાઓમા ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ પડી રહ્યા છે અને ગરમીમાં લોકો શેકાઇ રહ્યા છે. ત્યારે હવે આ ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ જોઇને લોકો બેસી રહ્યાં છે. ત્યારે કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળૅશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.
ગરમીથી ક્યારે રાહત મળશે ?
હાલ મોચા વાવાઝોડની અસરને પગલે રાજયમા ખૂબ જ ગરમી અને લૂ પડી રહ્યા છે અને આખુ ગુજરાત કાળઝાળ ગરમીમા શેકાઇ રહ્યુ છે. છેલ્લા 5 દિવસમા કાળઝાળ ગરમી પડી હતી. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની નવી આગાહી સામે આવી છે. ગરમીથી ત્રાહિમામ તહઇ ગયેલા લોકો માટે તેમની આ આગાહી રાહતના સમાચાર બની છે. તેઓએ કહ્યું કે, આજથી રાજ્યના લોકોને ગરમીથી આંશીક રાહત મળશે. આજ થી લઈને 18 મે સુધીના ત્રણ દિવસ ગરમીમાં રાહત મળવાની શકયતાઓ રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ગરમી ઓછી થશે.
આ પણ વાંચો: ખેડૂતો માટે નવી સબસીડી યોજનાઓ ઓનલાઇન અરજી
અંબાલાલ ની નવી આગાહી
આ વિશે તેમણે અંબાલાલે વધુમા જણાવ્યું ગતુ કે, કૃતિકા નક્ષત્રમાં સામાન્ય રીતે આંધી વંટોળ આવતા હોવાથી ગુજરાતમાં પણ આંધી વંટોળની સ્થિતિ સર્જાવાની શકયતાઓ રહેલી છે. અરબ દેશોથી આવતું ધૂળતટ છેક રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહીત ના વિસ્તારો તથા ગુજરાતના કચ્છ, પશ્ચિમી સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સર્જશે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. જે હવામાં ભેજ નુ પ્રમાણ વધારશે. મોચા ચક્રવાતની અસર સમાપ્ત થતાની સાથે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેને સાનુકૂળ હવામાન મળતા ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો: Cooling Bed Sheet: AC અને કુલર ની જરૂર નહિ પડે, આવી ગઇ કુલીંગ બેડ શીટ, આપશે અફલાતુન કુલીંગ
અંબાલાલ ની નવી આગાહી અનુસાર 22- 24 મે માં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થવાની સંભાવનાઓ છે. 28 મે થી 10 મી જૂન વચ્ચે અરબસાગરમાં ચક્રવાત આવે તેવી શક્યતાઓ છે. અરબસાગરના ચક્રવાત અરબસાગર વિસ્તરેલો હોવાથી તેનો માર્ગ ચારથી પાંચ પ્રકારનો હશે. તેથી પશ્ચિમ કિનારે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોને પણ અસર થવાની શકયતાઓ રહેલી છે. જો ચક્રવાત ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, અને કચ્છના ભાગોમાં થોડી અસર થવાની સંભાવનાઓ છે.
તાપમાન
આજે ગરમીમાં આંશિક રાહતની આગાહી વચ્ચે પણ અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજયના મોટાભાગના જિલ્લાઓમા તાપમાન 40 ડીગ્રીની આજુબાજુમા રહેવા પામ્યુ છે. અમદાવાદ-ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. હાલ લોકો આ કાળઝાળ ગરમી અને તડાકાથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઇ રહ્યા છે. અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે અને હવામાન, વરસાદ વગેરે વિશેની તેમની આગાહિઓ મોટાભાગે સાચી પડતી હોય છે.
અગત્યની લીંક
અંબાલાલ હવામાન આગાહિ વિડીયો | અહિં ક્લીક કરો |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
ક્યારે ચક્રવાત આવે તેવી શકયતાઓ છે ?
28 મે થી 10 મી જૂન વચ્ચે અરબસાગરમાં ચક્રવાત આવે તેવી શક્યતાઓ છે.
1 thought on “અંબાલાલ ની નવી આગાહી: ગરમી અને વાવાઝોડા બાદ હવે આવી શકે આ આફત, શુ કરી નવી આગાહી”