હવામાન આગાહિ: ડિસેમ્બર જાન્યુઆરી મા છે 2 વાવાઝોડાની આગાહિ, કયારે પડશે ગાત્રો થીજવતી ઠંડી; અંબાલાલ ની આગાહિ

હવામાન આગાહિ: અંબાલાલ પટેલ આગાહિ: વાવાઝોડુ આગાહિ: રાજયમા થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમા પારાવાર નુકશાની ગઇ હતી. હાલ રાજયમા ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. એવામા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કમોસમી વરસાદ અને વાવાઝોડા બાબતે નવી આગાહિ સામે આવી છે. જેનાથી ખેડૂતમિત્રોની ચિંંતા મા વધારો થયો છે.

હવામાન આગાહિ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ સર્જાનાર છે. જેના લીધે ફરીવાર વાવાઝોડું આવવાની શક્યતા રહેલી છે. આ લો પ્રેશર વાવાઝોડા મા પરિવર્તીત થઇ શકે છે. અલ નીનોના કારણે આ સિસ્ટમ સક્રિય બનશે. તમને જણાવીએ કે 2023 નું વર્ષ કુદરતી આફતો થી ભરેલુ રહ્યું છે. આ વર્ષે એકસાથે અનેક વાવાઝોડા સર્જાયા હતા, જેને લીધે વાતાવરણમાં ઘણા ઘરખમ ફેરફારો થયા હતા. હજી ચાર દિવસ પહેલા જ દક્ષિણ ભારતમાં મિચૌંગ નામનુ વાવાઝોડું ત્રાટક્યું હતું. જેને લીધે ઘણી તારાજી સર્જાઇ હતી. આ સાથે ડિસેમ્બર-જાન્યુઆરીમા બીજા 2 વાવાઝોડા આવવાની શકયતાઓ દર્શાવાઇ રહી છે.

આ પણ વાંચો: India v/s Africa Match Live: ભારત અને આફ્રીકાના મેચ લાઇવ કઇ ચેનલ પર આવશે, મોબાઇલ મા ફ્રી મા કઇ એપ. પર જોશો ?

અરબી સમુદ્ર મા સર્જાશે ડિપ્રેશન

અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું લો પ્રેશર સર્જાશે. એક ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લીધે 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડી મા વધારો થશે. અંબાલાલ પટેલે વધુમા આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપનાવેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને કારણે નથી ઠંડી પડી રહી નથી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ શકયતાઓ દર્શાવાઇ રહી છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી ના પ્રમાણમા વધારો થશે. અંબાલાલે વધુમા આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, હાલ ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે.

વાવાઝોડુ આગાહિ

અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરતા જણાવ્યું હતુ કે, 11-12 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને લીધે હિમવર્ષાની થવાની શક્યતા છે. આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શકયતા રહેલી છે. આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાથી હલચલ શરુ થઈ ગઈ છે. 12 ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા રહેલી છે. અરબી સમુદ્રમા સર્જાયેલી આ હલચલ ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે.

આ પણ વાંચો: ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના: હવે BPL સિવાયના વૃધ્ધો ને પણ મળશે દર મહિને રૂ. 1000 થી 1250 ની સહાય, ફોર્મ ડાઉનલોડ કરવા અહિં કલીક કરો

આ ઉપરાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું હતુ કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા રહેલી છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ માવઠુ થવાની શક્યતા દેખાઈ રહી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સંભાવના રહેલી છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવે તેવી શકયતાઓ રહેલી છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેલી છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ સર્જાશે. ફરીવાર વાવાઝોડું આવે તેવી શક્યતા છે. વાવાઝોડું લો પ્રેસર મા પરિવર્તીત થઇ શકે છે. અલ નિનો ના કારણે આ સિસ્ટમ સક્રિય થશે.

ઠંડીની આગાહિ

અંબાલાલ પટેલે આગાહિ અક્રતા જણાવ્યુ હતુ કે લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી જેટલુ નીચુ પહોંચવાની શક્યતા છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી નો રાઉન્ડ આવશે. 12 ડિસેમ્બર બાદ ઠંડી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ના ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેલી છે. 16-17 ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેલી છે.

માવઠાની આગાહિ

અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે 12થી 18 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ માવઠું થવાની શકયતા રહેલી છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ માવઠુ થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 15 થી 20 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થાય તેવી શકયતા રહેલી છે. તો 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની પણ આગાહી કરવામા આવી છે. આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠુ થવાની આગાહી કરવામા આવી છે. 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદ થાય તેવી શકયતા છે.

જયારે ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું થવાની આગાહિ કરવામા આવી છે. આ દિવસોએ ગુજરાતના કેટલાક જિલ્લાઓમા કમોસમી વરસાદ થઇ શકે છે. હિમવર્ષા અને માવઠાના કારણે સમગ્ર ગુજરાતમા ગાત્રો થીજવતી ઠંડી પડશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન ના અમુક જિલ્લાઓમાં માવઠું થશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ કમોસમી વરસાદ થી પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
હવામાન આગાહિ
હવામાન આગાહિ

Leave a Comment

error: Content is protected !!