Voter Helpline: મતદારો યે કયાય માહિતી નહિ શોધવી પડે, ચૂંટણી ને લગતી તમામ માહિતી મેળવો એક જ એપ. પર

Voter Helpline: વોટર હેલ્પલાઇન એપ.: Voter Helpline App Download: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને વહિવટી તંત્ર તથા ઈલેકશન કમીશન ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ પણ પોતાના ઉમેદવારો જાહેર કરવામા અને પ્રચાર કરવામા લાગી ગયા છે. ત્યારે ઈલેકશન કમીશને મતદારો ને મદદ મળી રહે અને તમામ જરૂરી માહિતી મળી રહે તે માટે એક એપ્લીકેશન જાહેર કરી છે. મતદારો ને લગતી તથા ચૂંટણીની તમામ માહિતી આ એપ. પર મૂકવામા આવી છે.

Voter Helpline

મતદારોને લગતી તમામ માહિતી મતદારો એ કયાય શોધવી ન પડે અને એક જ કલીક મા જરૂરી માહિતી મળી રહે તે માટે ઈલેકશન કમીશન દ્વારા એક સરસ એપ. લોન્ચ કરવામા આવી છે. Voter Helpline એપ. પર મતદારો ને ચૂંટણી ને લગતી તમામ માહિતી સરળતાથી મળી રહે છે. મતદાર યાદિ મા નામ સર્ચ કરવાથી માંડીને પોતાન વિસ્તારમા કયા ઉમેદવાર છે તેની તમામ માહિતી આ એપ. પર ચૂંટણી પંચ દ્વારા મૂકવામા આવી છે.

મતદારો માટેની ઓલ ઇન વન આ એપ. મા મતદારો સરળતાથી જરૂરી માહિતી શોધી શકે છે. આ એપ. મા નીચેના જેવી માહિતી ઉપલબ્ધ છે.

  • આ એપ. ની મદદ થી મતદાર જો પોતાનુ નામ મતદાર યાદિ મા ન હોય તો ફોર્મ નં. 6 ઓનલાઇન ભરી નવુ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
  • અવસાન, લગ્ન જેવા કારણોસર પરિવાર ના સભ્યો માથી કોઇનુ નામ કમી કરાવવુ હોય તો પણ ઓનલાઇન ફોર્મ નં. 7 ભરી શકાય છે.
  • મતદાર યાદિમા વિગતો મા સુધારા માટે ફોર્મ નં. 8 ઓનલાઇન ભરી શકાય છે.
  • ચૂંટણી કાર્ડ સાથે આધાર લીંક કરાવવા માટે ફોર્મ નં. 6B ઓનલાઇન ભરી શકાય છે.
  • ચૂંટણી કાર્ડ ઓઅનલાઇન કલરવાળુ ડાઉનલોડ કરવા માંગતા હોય તો E-EPIC ડાઉનલોડ કરી શકાય છે.
  • હાલ ચાલુ ચૂંટણી અને અગાઉની ચૂંટણીઓની તમામ માહિતી આ એપ. પર મૂકવામા આવી છે.
  • લોકસભા ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ અને કયા રાજયમા કયારે મતદાન યોજાશે તેની માહિતી મૂકવામા આવી છે.
  • આ એપ. મા ઉમેદવારોની માહિતી પણ આપવામા આવી છે. ઉમેદવાર ના નામ પરથી સર્ચ કરીને માહિતી જોઇ શકો છો.
  • આ એપ. મા Election Result પણ મૂકવામા આવે છે. મતગણતરી વખતે લાઇવ અપડેટ થયેલ રીઝલ્ટ જોઇ શકો છો.
  • આ એપ.મા Knowledge Base સેકશન મા મતદારો માહિતગાર થાય તેવી તમામ માહિતી મૂકવામા આવેલી છે.
  • આ એપ. મા લેટેસ્ટ માહિતી પણ મૂકવામા આવે છે. જેમ કે ઈલેકશન કમીશન તરફથી જાહેર કરવામા આવતી પ્રેસ નોટ તથા ચૂંટણી ને લગતી અન્ય માહિતી ઉપલબ્ધ છે.
  • આ એપ. મા તમે તમારી ફરિયાદ તથા સજેશન પણ આપી શકો છો.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી મા મતદાન કરવા માટે EPIC ઉપરાંત માન્ય છે આ 12 ડોકયુમેન્ટ, જાણો પુરૂ લીસ્ટ

ઈલેકશન કમીશન અને વહીવટી તંત્ર દ્રારા મતદારો ને આ એપ. ડાઉનલોડ કરવા માટે અપીલ કરવામા આવી છે. મતદાર કાર્ડ કે અન્ય બાબતોની માહિતી મેળવવા મતદારો ને આ એપ. મા લોગીન કરી પોતાનુ રજીસ્ટ્રેશન કરાવવુ જોઇએ. જેથી કરીને મતદારો ચૂંટણી ને લગતી જરૂરી માહિતી આંગળી ના તેરવે મેળવી શકે.

મતદારો પોતાનુ નામ કયા વિસ્તારની યાદિમા નોંધાયેલુ છે, મતદાન કરવા માટે કયા જવાનુ છે ? તેના વિસ્તારના BLO કોણ છે ? કયા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેની માહિતી સરળતાથી મેળવી શકે છે.

અગત્યની લીંક

Voter Helpline App Downloadઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Voter Helpline
Voter Helpline

1 thought on “Voter Helpline: મતદારો યે કયાય માહિતી નહિ શોધવી પડે, ચૂંટણી ને લગતી તમામ માહિતી મેળવો એક જ એપ. પર”

Leave a Comment

error: Content is protected !!